Author: devarshi

કોંગ્રેસ પોલિટીકલ અફેર કમિટીએ લીધે મહત્વનો નિર્ણય બંને જગ્યાએ કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે- શક્તિ સિંહ ગોહીલ (જી.એન.એસ) તા. 18 અમદાવાદ, કડી, વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસસ ગઠબંધન નહીં કરે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી પડી હોવાથી આ બન્ને બેઠક પર ગમે ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એવામાં હવે આ બંને બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ…

Read More

(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) પ્રશાસન દ્વારા લાંબી તપાસ બાદ એક મોટો નિર્ણય લીધો હતો જેમાં, એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની એક મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસરસસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ શાંતિશ્રી ધુલીપડી પંડિતે જણાવ્યું કે, ‘આ વહીવટ જાતીય સતામણી કરનારાઓ, રેન્ટ સીકિંગ અને ભ્રષ્ટ કર્મચારીઓ પ્રત્યે ઝીરો-ટૉલરેન્સની નીતિ માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યવાહી કેમ્પસની સુરક્ષા અને જવાબદેહી પર યુનિવર્સિટીના મક્કમ વલણને દર્શાવે છે. યુનિવર્સિટીના શૈક્ષણિક કાઉન્સેલિંગે લાંબી તપાસ બાદ આ નિર્ણય લીધો છે. જે યુનિવર્સિટીની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા છે. તપાસમાં જાણવા મળ્યું કે, જાપાની દૂતાવાસમાં કામ કરતી પીડિતા સાથે યુનિવર્સિટીના એક…

Read More

(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, મીડિયાના કેટલાક વર્ગોએ અહેવાલ આપ્યો છે કે 1 મે 2025થી સેટેલાઇટ-આધારિત ટોલિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે અને તે હાલની FASTag-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનું સ્થાન લેશે. આ સ્પષ્ટ કરવા માટે કે 1 મે 2025થી સેટેલાઇટ-આધારિત ટોલિંગના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ અંગે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય અથવા રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટોલ પ્લાઝા દ્વારા વાહનોની સીમલેસ, અવરોધ-મુક્ત અવરજવરને સક્ષમ કરવા અને મુસાફરીનો સમય ઘટાડવા માટે પસંદગીના ટોલ પ્લાઝા પર ‘ANPR-FASTag-આધારિત બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આ અદ્યતન ટોલિંગ સિસ્ટમ ‘ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન’ (ANPR) ટેકનોલોજીને જોડશે, જે વાહનોને તેમની નંબર પ્લેટ વાંચીને અને હાલની ‘FASTag સિસ્ટમ’ જે ટોલ કપાત માટે રેડિયો-ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) નો ઉપયોગ કરે…

Read More

(જી.એન.એસ) તા. 18 હૈદરાબાદ/નવી દિલ્હી, લગભગ 14 વર્ષ જૂના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના ડેલ્મિયા સિમેન્ટ્સ (ભારત) લિમિટેડ(DCBL)ના 27.5 કરોડ રૂપિયાના શેર અને 377.2 કરોડ રૂપિયાની જમીનને કામચલાઉ રીતે જપ્ત કરી છે. જોકે, DCBL એ દાવો કર્યો છે કે, જપ્ત કરાયેલી મિલકતની કુલ કિંમત રુપિયા 793.3 કરોડની છે. ઈડી ના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી વર્ષ 2011 માં નોંધાયેલા સીબીઆઈ કેસ સાથે જોડાયેલી છે. એવો આરોપ છે કે ડેલ્મિયા સિમેન્ટ્સે ભારતી સિમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કર્યું હતું, જે જગન રેડ્ડીનું છે. ED દ્વારા જપ્ત કરાયેલા શેર જગન રેડ્ડીના કાર્મેલ એશિયા…

Read More

(જી.એન.એસ) તા. 18 યમન, ફરી એકવાર અમેરિકાએ યમન પર ભયંકર હુમલો કર્યો હતો જેમાં રાસ ઈસા ઓઈલ પોર્ટ પર એર સ્ટ્રાઈક કરવામાં આવતા 38 લોકોના મોત અને 102 લોકો ઘાયલ થયા હતા. અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાની ખાતરી કરી છે. અમેરિકાએ હુથીઓના કબજા હેઠળના રાસ ઈસા પોર્ટ પર ઘાતક હુમલો કર્યો હતો. રસા ઈસા ઓઈલ પોર્ટ પર હુમલાથી ત્યાં કામ કરતાં પોર્ટના કામદારો અને કર્મચારીઓના મોત થયા છે. ઘણા ઘવાયા છે. અગાઉ માર્ચમાં પણ સળંગ બે દિવસ સુધી અમેરિકાએ હુમલો કરતાં 50થી વધુ લોકોના મોત થયા હતાં. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ મળ્યા બાદ અમેરિકાની સેનાએ અવારનવાર હૂથીના…

Read More

(જી.એન.એસ) તા. 18 સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પ્રખ્યાત અભિનેતા શાઈન ટોમ ચાકો કોચીની એક હોટલમાંથી સીડીઓની નીચે દોડીને ભાગતા સીસીટીવી સામે આવ્યા છે, ત્યાર બાદ પોલીસે હોટલમાં ડ્રગ્સનો દરોડો પાડ્યા હતા. મહત્વનું છે કે, આ ઘટના અભિનેત્રી વિન્સી એલોસિયસે દ્વારા તેના પર ડ્રગ્સના પ્રભાવ હેઠળ દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યાના થોડા દિવસો પછી બની છે. સીસીટીવી ફૂટેજમાં અભિનેતા ત્રીજા માળેથી સીડીઓ ચઢીને ભાગતો જોવા મળ્યો હતો. લગભગ એ જ સમયે કોચી પોલીસ અધિકારીઓએ હોટલ પરિસરમાં અચાનક દરોડો પાડ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાત્રે 11 વાગ્યે એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ શરુ થાય તે પહેલા…

Read More

(જી.એન.એસ) તા. 18 મોરબી, મોરબીના ટંકારા નજીકના મિટાણા ગામમાં જોવા મળ્યું. જ્યારે યુવાન પોતાના ખેતરમાં બનેલા ઘરની બહાર સૂતો હતો, ત્યારે અજાણ્યા લૂંટારુઓએ આવીને સૂતા યુવાન પર હુમલો કર્યો. યુવક કંઈ સમજે તે પહેલાં જ બે-ત્રણ લોકોએ તેને માર મારવાનું શરૂ કરી દીધું. તેમને માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. આ હુમલામાં જ્યારે યુવાનનો જીવ જોખમમાં હતો, ત્યારે તેનો કૂતરો તેની મદદ માટે આગળ આવ્યો. તેણે લૂંટારાઓને ભગાડ્યા અને તેઓ કંઈ લૂંટી શક્યા નહીં. રાત્રે લગભગ 2 વાગ્યે ત્રણ અજાણ્યા ચોરોએ દિવાલ કૂદીને અમિતાભ પર હુમલો કરી દીધો. ટંકારાના મિતાણા ગામમાં તેમના ફાર્મ હાઉસની બહાર ખાટલા પર સૂતા હતા ત્યારે…

Read More

(જી.એન.એસ) તા. 17 અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી અભ્યાસની ઉત્તર કોરિયા દ્વારા ભારે નિંદા કરવામાં આવી હતી અને આ કરી ને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી જે વિસ્તારમાં તણાવ વધારી શકે છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે થઈ રહેલા લશ્કરી અભ્યાસની આકરી ટીકા કરી છે. આ સાથે ઉત્તર કોરિયાએ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચેના તાજેતરના ત્રિપક્ષીય કરાર પર થર્મોન્યુક્લિયર યુદ્ધની ધમકી આપી છે. આ મામલે ઉત્તર કોરિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે તાજેતરમાં થયેલી લશ્કરી કવાયત તેમના દેશની સુરક્ષા માટે ખતરો છે. તેમણે તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી જે વિસ્તારમાં તણાવ વધારી શકે છે.…

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર ભાજપ દ્વારા ફરી એકવાર ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જેમાં, પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રૉબર્ટ વાડ્રાને ભૂ-માફિયા ગણાવી આક્ષેપ કર્યો છે કે, ‘તેમણે ખેડૂતોની જમીન હડપી લીધી. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધી કહ્યું કે, તેઓ નેશનલ હેરાલ્ડ કેસમાં સામેલ છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં તેમણે દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર બોફોર્સ કૌભાંડમાં સામેલ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.’ ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, ‘ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ અને વારસાગત ચોર છે, તે કહેવું…

Read More

સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર, આ નિર્ણય અંગે મીડિયા જગતમાં નારાજગી (જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસે એક નવી મીડિયા નીતિ લાગુ કરી છે, જે હેઠળ પ્રેસ સેક્રેટરી હવે નક્કી કરશે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોણ પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, ખાસ કરીને એસોસિએટેડ પ્રેસની ઍક્સેસને મર્યાદિત કરી શકે છે. મીડિયા જગતે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે. નવી નીતિ હેઠળ રોઇટર્સ, બ્લૂમબર્ગ અને એસોસિએટેડ પ્રેસ જેવી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલમાંથી હવેથી બાકાત રાખવામાં આવી છે. આ સમાચાર એજન્સીઓને હવે પ્રેસ પૂલમાં કાયમી સ્થાન નહીં મળે. વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલ લગભગ 10 મીડિયા…

Read More