Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે 16-17 એપ્રિલ, 2025 દરમિયાન લંડનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી, જેમાં તેમણે યુનાઇટેડ કિંગડમ સાથે વાર્ષિક દ્વિપક્ષીય સંરક્ષણ સંવાદ માટે ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. આ મુલાકાત દરમિયાન, તેમણે સંરક્ષણ માટેના કાયમી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ શ્રી ડેવિડ વિલિયમ્સ સાથે 24મી ભારત-યુકે સંરક્ષણ સલાહકાર જૂથની બેઠકની સહ-અધ્યક્ષતા કરી. બંને પક્ષોએ વિકસતા પ્રાદેશિક અને વૈશ્વિક ભૂરાજકીય પરિદૃશ્યની સમીક્ષા કરી અને સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. આ ચર્ચાઓ 2021માં જાહેર કરાયેલ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને 2030 સુધીના રોડમેપના સંદર્ભમાં યોજાઈ હતી, જે બંને રાષ્ટ્રો વચ્ચે…
(જી.એન.એસ) તા. 18 એક અમેરિકન નાગરિક દ્વારા ચાકૂની મદદથી બેલીઝમાં ટ્રૉપિક એરના એક નાના વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હતું તે પછી હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા હતાં અને ત્યારબાદ વિમાન માં સવાર લોકો દ્વારા જવાબી કાર્યવાહીમાં એક મુસાફરે હુમલાખોર પર ગોળી ચલાવી હતી, જેનાથી તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સે જણાવ્યું હતું કે, વિમાન હવામાં હતું ત્યારે હુમલાખોરે ચાકૂ કાઢ્યું હતું અને સ્થાનિક ફ્લાઇટને દેશની બહાર લઈ જવાની માંગ કરી હતી. હાઇજેક કરનારની ઓળખ અમેરિકન નાગરિક અકિનેલા સવા ટેલર તરીકે થઈ છે. એવું લાગે છે કે તે કોઈ સૈનિક રહી ચુક્યો છે. ટેલર…
(જી.એન.એસ) તા. 18 ફ્લોરિડા, અમેરિકામાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU) માં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU)માં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફીનિક્સ ઈકનર તરીકે થઈ છે. 20 વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ (LCSO) યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે. આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, ફીનિક્સ ઈકનરે ગોળીબાર માટે તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા કેમ્પસમાં ગુનાના સ્થળેથી ગોળીબારમાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યું છે. આ…
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું (જી.એન.એસ) તા. 18 ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું હોય તેવું લાગઈ રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું પડશે. ગાઝા પટ્ટીમાં ચાલી રહેલી આ લડાઈ, જેણે હજારો જીવનો ભોગ લીધો છે, તેનો અંત લાવવા માટે હમાસે શાંતિની ઇચ્છા વ્યક્ત કરી છે. હમાસના નેતાઓએ ઇઝરાયલને યુદ્ધ બંધ કરવા અને…
(જી.એન.એસ) તા. 18 સુરત, ગુજરાતમાં સતત ગરમી પારો વધી રહ્યો છે, તો બીજી તરફ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી એન્ક્લેવ-1મા અચાનક આગ લાગવાથી દોડાદોડી મચી જવા પામી હતી. લક્ષ્મી એન્ક્લેવ-1મા મીટર રૂમમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટના ની પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી એન્ક્લેવ-1મા મીટર રૂમમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફરાતફરી મચી જવા પામી હતી. આ બિલ્ડિંગમાં ફસાયેલા…
(જી.એન.એસ) તા. 18 પંચમહાલ, પંચમહાલના ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં, ધોધંબા તાલુકાના બોર ગામના એક પિતા પોતાની ત્રણ દીકરી સાથે બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં પિતા અને ત્રણેય માસુમ દીકરીના મોત નીપજ્યા હતા. જો કે, અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે પરિવારે પોતાના સ્વજનો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે. રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. 36) વર્ષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.12) મનીષા…
(જી.એન.એસ) તા. 18 ઈન્દોર, મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ભારે દંડ ફટકારવાની સાથે ખેતર માલિકો સામે કેસ નોંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું કે, અમે નિયમો અને કાયદા અનુસાર ખેતરોમાં પરાળી સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. આવી હરકતના કારણે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન મેળવનાર ઈન્દોરની હવા પર ખરાબ અસર પડી રહી છે. અન્ય એક વહીવટી અધિકારીએ જણાવ્યું કે, જિલ્લામાં 4 દિવસમાં પરાળી સળગાવવા બદલ 770 ખેડૂતો પર કુલ 16.71 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. જિલ્લા…
છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે (જી.એન.એસ) તા. 18 પેરિસ, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત સમયે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, જો શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટે વાતચીત કરવાના તમામ પ્રયાસોમાંથી પીછેહટ કરશે. વધુમાં રૂબિયોએ જણાવ્યું હતું કે, અમે આ શાંતિ કરારનો પ્રયાસ અઠવાડિયા, મહિના સુધી જારી નહીં રાખી શકીશું નહીં. આથી આપણે ઝડપથી નિર્ણય લેવાની જરૂર છે. હું થોડા જ દિવસોની વાત કરી રહ્યો…
અમેરિકા 1870થી 1913 દરમિયાન ટેરિફના કારણે જ વિશ્વનો સૌથી અમીર દેશ બન્યું હતું (જી.એન.એસ) તા. 18 વોશિંગ્ટન, થોડા દિવસો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને ભારત સહિત 75 થી વધુ દેશો માટે લાગુ થનારી નવી ટેરિફ નીતિ પર 90 દિવસ માટે પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમનો દાવો છે કે તે બધા દેશો અમેરિકા સાથે વેપાર ચર્ચામાં જોડાવા માટે સંમત થયા છે. જવાબમાં, યુરોપિયન યુનિયન એ પણ વોશિંગ્ટન સાથે વાટાઘાટો માટે સમય આપવા માટે 90 દિવસ માટે પ્રતિશોધાત્મક ટેરિફ બંધ કરી દીધા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમણે લાદેલા ટેરિફના લીધે અમેરિકનોને વધતી મોંઘવારીના મારનો આક્રોશ ટાળવા હવે તેમને ઇન્કમ ટેક્સ…
(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા થયેલી 46 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે ગુરૂવારે (17મી એપ્રિલ) મહેસાણાથી અર્જુન રાજપુત નામના આરોપીને 27 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દરમિયાન આરોપીની પૂછપરછ થાય અને વધુ પ્રક્રિયા થાય તે પહેલા તેને શુક્રવારે (18મી એપ્રિલ) મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પકડાયેલો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં આરોપી અર્જુન રાજપુતની 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી છે.…
