Author: devarshi

(જી.એન.એસ) તા. 21 જમશેદપુર, રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય નેતા અને અને ઝારખંડ પ્રદેશના પ્રમુખ વિનય સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતી. વિનય સિંહની હત્યા બાદ કરણી સેનાના કાર્યકર્તાઓએ ડિમના રોડ તથા નેશનલ હાઇવે 33 પર દેખાવો કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. કરણી સેનાના નેતા વિનય સિંહ એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા, તેઓ જેવા જ તેમની ગાડીમાંથી નીચે ઉતર્યા કે અચાનક જ તાબડતોબ ફાયરિંગ કરાઇ અને ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે હુમલાખોરો ઘટના બાદ બાઇક લઈને ભાગી ગયા હતા. કયા કારણે હત્યા કરાઇ…

Read More

(જી.એન.એસ) તા. 21 અલ ધફરા, ભારત માટે વધુ એક ગૌરવપૂર્વક્ષણ, ભારતીય વાયુસેનાની એક ટીમ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અલ ધફરા એર બેઝ પર પહોંચી છે. વાયુસેનાની આ ટીમ અહીં બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધાભ્યાસ ‘ડેઝર્ટ ફ્લેગ-10’માં ભાગ લેશે. ભારત અને યુએઈની સાથે ફ્રાન્સ, જર્મની, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બહેરીન, કતાર, દક્ષિણ કોરિયા અને તુર્કી જેવા દેશો પણ આમાં સામેલ છે. આ બાબતે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના મિગ-29 અને જગુઆર વિમાનો આ યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. આ યુદ્ધાભ્યાસ 21 એપ્રિલથી 8 મે સુધી યોજાશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય વિશ્વના કેટલાક સૌથી સક્ષમ વાયુસેનાઓ સાથે ઓપરેશનલ નોલેજ શેર કરવાનો છે. આ ઉપરાંત,…

Read More

(જી.એન.એસ) તા. 21 બિજીંગ, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડવૉર હવે વધુ ભયાનક સ્તરે પહોંચી ગયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, બંને દેશ અન્ય દેશો પર દબાણ સર્જી રહ્યા છે. ટ્રમ્પની ઓફર બાદ ચીને અન્ય દેશોને અમેરિકા સાથે વેપાર ન કરવાની ચીમકી આપી છે. ચીનના આ વલણથી બંને દેશો વચ્ચે ટેરિફવૉર મંત્રણા થશે કે કેમ તેની અનિશ્ચિતતાઓ વધી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ અન્ય દેશોને ચીમકી આપી છે કે, કોઈપણ દેશ જો ચીનના હિતોની વિરોધમાં અમેરિકા સાથે વેપાર કરાર કરે છે, તો તેની વિરુદ્ધ આકરું વલણ અપનાવવામાં આવશે. બંને પક્ષ માટે આ નિર્ણય નુકસાનકારક રહેશે. એક તરફ…

Read More

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી/લખનૌ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક પ્રેસ વાર્તામાં સ્પષ્ટ કરી દીધું હતું કે, 2027ની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન યથાવત્ રહેશે. તેમણે ભાર આપતા કહ્યું કે, 2027ની ચૂંટણી ઈન્ડિયા ગઠબંધનની સાથે લડીશું. અખિલેશ યાદવે આ સ્પષ્ટ કરી દીધું છે કે, 2027 ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઈન્ડિયા ગઠબંધન યથાવત્ રહેશે. PDA (પછાત, દલિત અને અલ્પસંખ્યક) મળીને ભાજપને સત્તાથી ઉખેડી ફેંકશે અને સમાજવાદીની સરકાર બનાવશે, જ્યાં સૌને ન્યાય મળશે. તેમજ સપા સુપ્રીમો અખિલેશ યાદવે વક્ફ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ વક્ફ કાયદો લાવીને જમીન હડપવાની તૈયાર કરી…

Read More

(જી.એન.એસ) તા. 21 ઈન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના કિનારે આવેલું છે અને ભૂકંપ અને જ્વાળામુખી ગતિવિધિઓની દૃષ્ટિએ વિશ્વના સૌથી જોખમી પ્રદેશોમાંનું એક છે ત્યારે ઈન્ડોનેશિયાના સેરામ ટાપુ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું. આ ઊંડાઈને કારણે આંચકા જોરદાર અનુભવાયા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સુલાવેસીના ઈન્સેરામ ટાપુ પર કોટામોબાગુથી દક્ષિણપૂર્વમાં રાત્રે 11:50 વાગ્યે (IST) આવ્યો હતો. સેરામ ટાપુ પર આવેલા ભૂકંપની તીવ્રતા 5.5 હોવા છતાં, તેનું કેન્દ્ર નજીકની સપાટીએ…

Read More

(જી.એન.એસ) તા. 21 વોશિંગ્ટન, અમેરિકામાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ફરી એકવાર મોટાપાયે આંદોલન શરૂ થયું છે જેમાં વસાહતિઓ વિરૂદ્ધની નીતિ ઉપરાંત સરકારી તંત્રમાં કરાયેલી સામુહિક છટણી અને યુક્રેન યુદ્ધ તથા ગાઝા યુદ્ધ અંગેની નીતિના વિરોધમાં ન્યૂયોર્કથી સાનફ્રાંસિસ્કો સુધી પ્રચંડ દેખાવો કરવામાં આવ્યા હતા. આ અંગે મીડિયા સૂત્રોના અહેવાલ જણાવે છે કે પોતાને ૫૦૫૦૧ તરીકે દર્શાવતા સમુહે ટ્રમ્પની સામે જબરજસ્ત વિરોધ ઉઠાવ્યો છે. ૫૦-૫૦-૧ એટલે પચાસ રાજ્યોમાં થતાં પચાસે પચાસ વિરોધ પ્રદર્શનો એક બની આ આંદોલનોનું નેતૃત્વ લઇ રહ્ય છે. આ વર્ષે તારીખ ૨૦ જાન્યુ.એ ટ્રમ્પે ઓવલ ઓફીસમાં પદ સંભાળ્યું ત્યારથી તેઓએ અમેરિકા ફર્સ્ટ નીતિના ભાગરૂપે વિદેશોમાંથી આવીને વસેલા લાખ્ખો વસાહતિઓને…

Read More

(જી.એન.એસ) તા. 20 બોલીવુડમાં મિસ્ટર પેરફેક્ષનીસ્ટ ના નામ થી ઓળખાતા અભિનેતા આમિર ખાન તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, અગાઉ તેણે રીલિઝ માટે તા. ૩૦મી મે નક્કી કરી હતી. જોકે, તા. છઠ્ઠી જૂને ‘હાઉસફૂલ ફાઈવ’ રીલિઝ થવાની છે. આથી આમિરને એક સપ્તાહ બાદ તરત જ એક કોમેડી ફિલ્મની સ્પર્ધા નડી શકે તેમ છે. બીજી તરફ ૨૦મી જૂનની તારીખ પ્રમાણમાં ખાલી છે અને તેની આસપાસ કોઈ મોટી ફિલ્મો રીલીઝ થવાની નથી. ‘લાલસિંહ ચઢ્ઢા’ ફલોપ ગયા પછી આમિર ખાનની આ કમબેક મૂવી છે અને તેથી તે…

Read More

(જી.એન.એસ) તા. 20 યુદ્ધવિરામ ભંગ થયા પછી ઇઝરાયલ અને ગાઝા વચ્ચે માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની છે. આશરે છેલ્લા 40 દિવસમાં ઇઝરાયલ દ્વારા ગાઝામાં હવાઈ, જમીન અને દરિયાઈ હુમલાઓમાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. હોસ્પિટલો ઘાયલ દર્દીઓથી ભરેલી છે અને સતત હુમલાઓના કારણે હવે દર્દીઓની સારવાર પણ મુશ્કેલ બની છે. ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કરેલા હુમલા બાદ તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ હુમલાઓને કારણે ગાઝાના ઘરો અને વિસ્થાપિત લોકોના તંબુ કેમ્પોમાં ભારે વિનાશ થયો છે. આ હુમલામાં એક વાળંદની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાઝાની…

Read More

(જી.એન.એસ) તા. 19 મુંબઈ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું જેમાં, મુંબઈ T20 લીગ ફ્રેન્ચાઈઝીના જૂના સહ-માલિક ગુરમીત સિંહ ભામરાહ પર ફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. તે લીગમાં સોબો સુપરસોનિક્સના સહ-માલિક હતો. ભામરાહે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો 2019ના ટુર્નામેન્ટના તબક્કા દરમિયાન ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો. આ કારણોસર BCCI એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ધવલ એક જાણીતો ચહેરો છે, જે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે પરંતુ હવે તેણે નિવૃતિ લઈ લીધી છે. ગુરમીત સિંહ ભામરાહ પણ બંધ થઈ ચૂકેલી GT20 કેનેડા સાથે પણ જોડાયેલો હતો અને…

Read More

(જી.એન.એસ) તા. 19 દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાંથી પોલીસ ને વાહન ચેકિંગ દરમિયાન નકલી CID અધિકારી ઝડપાયો છે. નકલી CID અધિકારી કાર પર લાલ લાઈટ-સાઈરન લગાવી રોફ જમાવતો હતો. પોલીસના વાહન ચેકિંગ દરમિયાન નકલી આઈકાર્ડ ચેક કરતાં સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે નકલી CID અધિકારીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામ ખંભાળીયામાં પોલીસના નાઈટ કોમ્બિંગ દરમિયાન ટોલનાકા પાસે વાહન ચેકિંગ કરતી વખતે દિગ્વિજયસિંહ પરમાર નામનો નકલી CID અધિકારી ઝડપાયો હતો. કાર પર લાલ લાઈટ-સાઈરન લગાવીને પોતાને CID અધિકારી જણાવતા વ્યક્તિ પાસેથી નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે આરોપીની કારમાં તપાસ કરતાં ઠંડા પીણાની…

Read More