Author: devarshi

(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, અમદાવાદમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 9 વર્ષની નાની બાળકી સાયકલ લઈને સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન કોર્પોરેશનની કચરાની ગાડીએ બાળકીને કચડીને મોતને ઘાટ ઉતારી. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આજે સવારે એક કરુણ ઘટના બની છે. પરમાનંદની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું છે. ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને ડ્રાઈવરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતક બાળકીની ઓળખ ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ તરીકે થઈ છે. તે સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી હતી. આજે…

Read More