Author: devarshi

અમેરિકી સરકાર દ્વારા રદ કરવામાં આવેલ વિઝામાં 50% તો ભારતીય (જી.એન.એસ) તા. 19 વોશિંગ્ટન, અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા તાજેતરમાં ખૂબ મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા કેન્સલ કરવામાં આવ્યા હતા જેમાં લગભગ 50 ટકા તો ભારતીય છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA)એ આ માહિતી આપી છે કે, વિદ્યાર્થીઓ, વકીલો અને યુનિવર્સિટી સ્ટાફ પાસેથી આ કેસોના 327 અહેવાલો એકત્રિત કર્યા. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો ભય વધી રહ્યો છે કારણ કે અધિકારીઓ પેલેસ્ટાઇન તરફી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાથી લઈને નાના કાયદાકીય ઉલ્લંઘનો સુધીના વિવિધ મુદ્દાઓ માટે F-1 વિઝા રદ કરી રહ્યા છે. આ બાબતે મીડિયાના સૂત્રો થકી મળતા અહેવાલો અનુસાર,…

Read More

(જી.એન.એસ) તા. 19 કામરૃપ, આસામ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં કામરૃપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૃપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. આ સમગ્ર મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓને મળેલ એક ચોક્કસ બાતમીને આધારે આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ અમિનગાવ વિસ્તારમાં એક ઓપરેશન શરૃ કર્યુ હતું. આ ઓપરેશનમાં બાજુના રાજ્યમાંથી આવેલા બે વાહનોને રોકવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા તપાસ દરમિયાન પોલીસને આ બંને વાહનોમાંથી ૨,૭૦,૦૦૦ યાબા ટેબલેટ અને સાબુના ૪૦…

Read More

(જી.એન.એસ) તા. 19 સુકમાં, છત્તીસગઢના સુકમામાં એક નક્સલ દંપતી સહિત 22 નક્સલવાદીઓએ સુરક્ષાબળો સામે આત્મ સમર્પણ કરી લીધું હતું. આ નક્સલવાદીઓએ આત્મસમર્પણ નીતિથી પ્રભાવિત થઈને સરેન્ડર કર્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. નક્સલવાદીઓએ એસપી કિરણ ચવ્હાણ, સીઆરપીએફ ડિઆઈજી આનંદસિંહ રાજપૂરોહિત સામે આત્મ સમર્પણ કર્યું હતું. આત્મ સમર્પણ કરનારા નક્સલીઓમાં 9 મહિલા નક્સલીઓ પણ સામેલ છે. આ તમામ નક્સલીઓ માડ ડિવિઝન અને નુઆપાડા ડિવિઝનમાં સક્રિય હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નક્સલીઓએ છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ પુનર્વાસ નીતિથી પ્રભાવિત થઈને આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓને આ નીતિ હેઠળ 50 હજાર રૂપિયા આપવામાં આવશે. તે ઉપરાંત અન્ય સુવિધાઓ પણ પ્રદાન કરાશે. આ બાબતે એક…

Read More

(જી.એન.એસ) તા. 19 મુંબઈ, બોલીવુડના સુપર સ્ટાર શાહરુખ ખાનની આગામી ફિલ ‘કિંગ’ માટે અભિનેતા અર્શદ વારસીને કાસ્ટ કરાયો છે. જોકે, અર્શદ ચોક્કસ કયો રોલ ભજવશે તે હજુ જાહેર કરાયું નથી. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો થતાં શૂટિંગની શરુઆતમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. અગાઉ ૨૦૦૫માં રજૂ થયેલી અર્શદની ફિલ્મ ‘કુછ મીઠા હો જાયે’માં શાહરુખે કેમિયો કર્યો હતો. આમ બે દાયકા પછી પહેલીવાર બંને સ્ક્રીન શેર કરવાના છે. ફિલ્મમાં અન્ય એક મહત્વની ભૂમિકા માટે જયદીપ અહલાવતનો પણ સંપર્ક કરાયો હોવાનું કહેવાય છે. જોકે, જયદીપે હજુ સુધી આ રોલ માટે સંમતિ આપી નથી. અગાઉ એક…

Read More

(જી.એન.એસ) તા. 19 ગીર સોમનાથ, એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ગીર સોમનાથમાંથી SLR ઓફિસમાંથી આ લાંચિયો અધિકારી 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઘટના ની વાત કરી તો, ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલી હતી અને જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે અરજદાર પાસેથી રૂપિયા 1,50,000ની ગેરકાયદેસર લાંચની રકમની માગણી કરવામાં આવી હતી અને આ બાબતે રકઝકના અંતે આક્ષેપિતે રૂપિયા 1,30,000માં કામ કરી આપવાનું નક્કી કર્યું હતું. જે પૈકી રૂપિયા 1,00,000 આજે ફરિયાદી પાસે મગાવવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા 30,000 પછીથી આપવાનું કહ્યું હતું. આમ, ફરીયાદીએ લાંચની…

Read More

સાઉદીના પૂર્વ રાજદૂતને મે તેમની સાથે લગ્ન કરવાની ના પાડી એટલે મને ફસાવી: મેઘના આલમ (જી.એન.એસ) તા. 19 ઢાકા, સાઉદીના પૂર્વ રાજદૂતને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં બાંગ્લાદેશની મોડેલ અને મિસ અર્થ મેઘના આલમની બાંગ્લાદેશના સ્પેશિયલ પાવર કાયદા હેઠળ તેની ધરપકડ કરાઇ હતી બાદમાં તેની સામે હની ટ્રેપનો કેસ દાખલ કરાયો હતો. જોકે મેઘના આલમે આ તમામ આરોપોને જુઠા ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે પૂર્વ રાજદૂત મારી સાથે પરણવા માગતા હતા. પણ તે પહેલાથી જ પરણિત હોવાથી મે લગ્નની ના પાડી હોવાથી હવે મને ફસાવાઇ રહી છે. બાંગ્લાદેશની મોડેલ મેઘના આલમને ઢાકાની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી, જે દરમિયાન પોલીસે કોર્ટ સમક્ષ…

Read More

બોટાદ અને રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરનારી મહિલાને પોલીસ ઝડપી પાડી (જી.એન.એસ) તા. 19 બોટાદ/અમદાવાદ, બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં સરકારી નોકરીની લાચ આપીને રૂ.43.50 લાખોનો ચૂનો લગાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી, ત્યારે 9 માસથી ફરાર મહિલાને SOG પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.43.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય માસ્ટર માઈન્ડ શિલ્પા દવે સહિત ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ વિરૂદ્ધ 22 જુલાઈ 2024ના રોજ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતાં ભરત…

Read More

(જી.એન.એસ) તા. 19 અમેરિકા અને યમન દ્વારા સતત કરવામાં આવી રહેલા હવાઈ હુમલા બાદ હવે હુથી બળવાખોરોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેમણે અમેરિકા અને ઈઝરાયલને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે અને યુદ્ધ ચાલુ રાખવાનું એલાન પણ કરી દીધું છે. હુથી બળવાખોરોએ કહ્યું છે કે, અમે અમેરિકા અને ઈઝરાયલ સામેની પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરીશું. મીડિયા સૂત્રો થકી પ્રાપ્ત એક અહેવાલ પ્રમાણે હુથી-નિયંત્રિત સશસ્ત્ર દળોએ કહ્યું છે કે ‘જ્યાં સુધી ગાઝા પર ઈઝરાયલનું આક્રમણ બંધ ન થાય અને ગાઝા પરનો ઘેરો સંપૂર્ણપણે હટાવવામાં ન આવે ત્યાં સુધી યમન પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં પોતાનું અભિયાન ચાલુ રાખશે.’ અમેરિકાના હવાઈ હુમલા પર નિવેદન…

Read More

(જી.એન.એસ) તા. 19 મટનકુમુ પોર્ટ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં લાકડાની મોટર વડે ચાલતી એક બોટ આગમાં લપેટાઈ જતાં નદીમાં અધવચ્ચે પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 148થી વધુ લોકો મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટના મામલે એક સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર બોટમાં કુલ 500 જેટલા મુસાફરો સવાર હતા જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટના કોંગોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોંગોમાં બોટ દુર્ઘટના સામાન્ય વાત છે. અહીં લાકડાની બનેલી બોટો પરિવહનનું મુખ્ય સંસાધન મનાય છે અને અનેકવાર તેમાં ક્ષમતા કરતાં વધારે લોકોની અવર-જવર કરવામાં આવે છે. જે દુર્ઘટનાનું કારણ બને છે. આ દુર્ઘટના અંગે સૂત્રો…

Read More

(જી.એન.એસ) તા. 19 અમરેલી, અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામે એક નાની સામાન્ય બાબતે ખૂલી ખેલ રમાયો હોય તેવી ઘટના સામે આવી છે જેમાં, ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં બોલાચાલી ઉગ્ર થતાં એક વ્યક્તિની હત્યા થઈ છે. ખેતરના રસ્તાને લઈને જયરાજ વાળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 50 વર્ષીય કાળુભાઈ વાળાનું મોત થયું હતું. જ્યારે રાજદીપ વાળા ઈજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.

Read More