Author: devarshi

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી/ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે જેમાં સૌપ્રથમ ડિજિટલ સ્ટાઈક કરવામાં આવી છે. ભારતમાં પાકિસ્તાન સરકારનું x હેન્ડલ બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ભારતે પાકિસ્તાન સરકારના કોઈપણ મહત્વપૂર્ણ સત્તાવાર હેન્ડલને બ્લોક કર્યું છે. સમાચાર લખતી વખતે, https://x.com/GovtofPakistan એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી મુજબ, કાનૂની માંગના આધારે એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. યાદ રાખો કે X એલોન મસ્કની માલિકીની છે. X ને પહેલા ટ્વિટર તરીકે ઓળખવામાં આવતું હતું. બુધવારે મોડી રાત્રે ભારતે પાકિસ્તાન…

Read More

(જી.એન.એસ) તા. 24 યુરોપિયન યુનિયન એપલ અને મેટા કંપની પર મસમોટો દંડ ફટકાર્યો છે. EUએ બંને કંપનીઓ પર 700 મિલિયન યુરો (લગભગ 6,823 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે એપલને 500 મિલિયન યુરો (લગભગ 4874.25 કરોડ રૂપિયા) અને મેટાને 200 મિલિયન યુરો (લગભગ 1949.70 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ યુરોપિયન યુનિયન એન્ટિટ્રસ્ટ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવ્યો છે. મેટાએ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલાઇઝ્ડ એડ જોવા અથવા તો તે ન જોવાનું પસંદ કરવા માટે પેમેન્ટની માગ કરી હતી.જો કે આ વખતે ફટકારવામાં આવેલા દંડ અગાઉના અબજો ડોલરના દંડ કરતાં ઓછો હતો. અગાઉ ઇયુએ મોટી ટેક કંપનીઓને…

Read More

(જી.એન.એસ) તા. 24 ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલ દુઃખદ અને નિર્દય આતંકી હુમલા બાદ અમેરિકાની સરકારે તેમના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી જેમાં અમેરિકી તંત્ર દ્વારા પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવાની સલાહ આપવામાં આવી હતી અને ખાસ કરીને સ્થાનિક મીડિયા પર નજર રાખવા સલાહ આપી છે. ભારતમાં અમેરિકી દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોની સત્તાવાર વેબસાઈટ પર જાહેર એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકી હુમલો અને હિંસક નાગરિક અશાંતિ સંભવ છે. આ ક્ષેત્રમાં નાની-મોટી હિંસા થતી રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે LOC પર આ પ્રકારની હિંસા થવી સામાન્ય છે. આ હિંસા કાશ્મીર ખીણના પર્યટન સ્થળો શ્રીનગર,…

Read More

(જી.એન.એસ) તા. 24 ન્યૂજર્સી, અમેરિકાના ન્યૂજર્સીમાં જંગલોની ભયાનક આગને કારણે હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ સાથે જ આગના કારણે મુખ્ય હાઈવેના એક ભાગને થોડા સમય માટે બંધ કરવો પડયો હતો. આગ એટલે ભયંકર રીતે ફેલાઈ રહી છે કે અત્યાર સુધી 8,000 એકરથી વધુ જમીન બળીને ખાક થઈ ગઈ છે અને હજી વધુ ફેલાઈ રહી છે. મીડિયા સૂત્રો દ્વારા એહવાલ મુજબ, ગ્રીનવુડ ફોરેસ્ટ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ એરિયામાં લાગેલી આગે 34 ચોરસ કિમીથી વધુ જમીન સળગાવી દીધી છે. ન્યૂજર્સીના સૌથી વ્યસ્ત હાઈવેમાંના એક ગાર્ડન સ્ટેટ પાર્કવેને મંગળવારે થોડા સમય માટે બાર્નગટ અને લેસી ટાઉનશિપ વચ્ચે બંધ કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે…

Read More

(જી.એન.એસ) તા. 24 ગાઝા, ઇઝરાયેલ દ્વારા ફરી એકવાર ગાઝામાં ભયંકર હુમલો કર્યો છે જેમાં, ગાઝા સિટીની અંદર શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં 23 લોકોના મોત થયા છે. આ હુમલામાં કેટલાક ટેન્ટમાં આગ લાગતા કેટલાક લોકો જીવતા સળગી ગયા હતા. ઇઝરાયેલ તરફથી આ હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી આવી નથી. ત્યારે હવે બીજી બાજુએ આરબ મધ્યસ્થીકારો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચથી સાત વર્ષના લાંબા ગાળાની શાંતિના કરાર માટેના પ્રયાસ આદર્યા છે. ઇઝરાયેલનું લશ્કર સામાન્ય નાગરિકોના મોત માટે હમાસને જ જવાબદાર ઠેરવતું આવ્યું છે, કારણ કે હમાસના નાગરિકો ગીચ વસ્તીની અંદર છૂપાયેલા છે. ઇઝરાયેલે ગાઝા ફરતે લગભગ બે મહિનાથી…

Read More

(જી.એન.એસ) તા. 24 ગાઝા, ઇઝરાયેલ દ્વારા ફરી એકવાર ગાઝામાં ભયંકર હુમલો કર્યો છે જેમાં, ગાઝા સિટીની અંદર શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં 23 લોકોના મોત થયા છે. આ હુમલામાં કેટલાક ટેન્ટમાં આગ લાગતા કેટલાક લોકો જીવતા સળગી ગયા હતા. ઇઝરાયેલ તરફથી આ હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી આવી નથી. ત્યારે હવે બીજી બાજુએ આરબ મધ્યસ્થીકારો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચથી સાત વર્ષના લાંબા ગાળાની શાંતિના કરાર માટેના પ્રયાસ આદર્યા છે. ઇઝરાયેલનું લશ્કર સામાન્ય નાગરિકોના મોત માટે હમાસને જ જવાબદાર ઠેરવતું આવ્યું છે, કારણ કે હમાસના નાગરિકો ગીચ વસ્તીની અંદર છૂપાયેલા છે. ઇઝરાયેલે ગાઝા ફરતે લગભગ બે મહિનાથી…

Read More

(જી.એન.એસ) તા. 23 મુંબઈ, બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન બાદ હવે અભિનેતા આમિર ખાન પણ તેના બાંદરાના ઘરને ખાલી કરી પાલી હિલમાં રહેવા જશે. આમિર હાલ જે બિલ્ડિંગમાં રહે છે તેનું રિનોવેશન થવાનું છે, જેથી હવે આમિરે આ ઘર ખાલી કરવું પડશે. જોકે, શાહરુખની જેમ ભાડે રહેવાને બદલે આમિર પોતાની જ માલિકીના અન્ય ફલેટમાં શિફ્ટ થવાનો છે. આમિર હાલ જ્યાં રહે છે તે બિલ્ડિંગ તોડી પાડી ત્યાં ચાર કે પાંચ બીએચકેના સી ફેસિંગ ફલેટ્સ બનશે.

Read More

(જી.એન.એસ) તા. 23 તા. 22 એપ્રિલ 2025ને મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક અને નિર્દય આતંકી હુમલાએ સમગ્ર દેશને ધ્રુજવી નાખ્યો છે. આ ખતરનાક હુમલામાં 26 નિર્દોષ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, તેમજ12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એવામાં આ દુ:ખદ ઘટના પર અક્ષય કુમાર સાથે બીજા ઘણા બોલિવૂડ સિલેબ્સએ દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલાની નિંદા કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. અભિનેતા અક્ષય કુમારે પહલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા X પર પોસ્ટ કર્યું હતું કે, ‘પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને હું ચોંકી ગયો. આ રીતે નિર્દોષ લોકોની હત્યા…

Read More

(જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં 26 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાને પગલે રાજ્યના મહત્ત્વના ગણતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ખાસકરીને સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની ત્રણેય સેનાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી ગુજરાત બોર્ડર પર પણ સુરક્ષા…

Read More

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત પરત લવાશે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા કરવા ગુજરાત વહીવટી તંત્ર કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં (જી.એન.એસ) તા. 23 અમદાવાદ/ભાવનગર, જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે મંગળવારે તા. 22/04/2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવામાં માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના સતત દિશા નિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતક પ્રવાસી અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને…

Read More