Author: devarshi

હાલોલ પોલીસના હાથે ઝડપાયો વધુ એક નકલી અધિકારી (જી.એન.એસ) તા. 23 હાલોલ, પંચમહાલના હાલોલમાં ખોટી રીતે રાજ્યસેવક જેમ બનીને ફરતો યુવક પોલીસના હાથે ઝડપાયો છે. યુવકે સમાજમાં પોતાની છાપ પાડવા માટે પોતાની કાર ઉપર લાલ-ભુરી લાઇટ રાખી ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા લખાવીને ફરતો હતો. યુવકે એક કાર પર 4 અલગ-અલગ હોદ્દાની પ્લેટ લગાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ખોટું નામ તથા ખોટો હોદ્દો ધારણ કરીને ફરતા યુવકને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલોલમાં પોલીસે મૂળ શહેર તાલુકાના નાંદરવા ગામના અને હાલ હાલોલ તાલુકાના કંજરી ગામે રહેતા ધ્રુવ વાળંદ નામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ધ્રુવની પૂછપરછ…

Read More

(જી.એન.એસ) તા. 23 ભારતના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક અને નિર્દય આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ અંગે દુનિયાભરમાંથી નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. હુમલાના 24 કલાકની અંદર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંપર્ક કર્યો અને આતંકવાદ સામે સહકાર માટે ઊંડી સંવેદના અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલાને “ક્રૂર અને અમાનવીય” ગણાવ્યો અને કહ્યું કે તેનો કોઈ અર્થ નથી. અમને આશા છે કે આ પાછળ સંડોવાયેલા લોકો અને ગુનેગારોને યોગ્ય સજા મળશે. પ્રધાનમંત્રી મોદીને સંબોધતા તેમણે આગળ લખ્યું…

Read More

પોપની ચૂંટણી માટે દુનિયાભરમાંથી કાર્ડીનલ્સ વેટિકનમાં એકત્રિત થશે ત્યારે ભારતમાંથી પણ ચાર કાર્ડીનલ્સ તે સભામાં ઉપસ્થિત રહેશે (જી.એન.એસ) તા. 23 રૉમ, સમગ્ર વિશ્વના ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો છે જેથી દર્શનાર્થીઓ તેઓમાં અંતિમ દર્શન કરી શકે. દિવંગત પોપના અંતિમ સંસ્કાર શનિવાર તા. ૨૬ એપ્રિલના દિને ગ્રીનીચ પ્રમાણે સવારે ૮.૦૦ વાગે યોજાશે. તેમ વેટિકનનાં સાધનોએ મંગળવારે જણાવ્યું હતું. આ અંતિમ સંસ્કાર વેટિકન સીટી સ્થિત સેન્ટર પીટર બેસિલિકામાં યોજવામાં આવશે. આ અંતિમ સંસ્કાર અંગે માસ્ટર ઓફ લિટુરગિકલ સેરીમનીઝ (ધાર્મિક મંત્રોનાં પઠન) સંભાળનારા આર્ક બિશપ ડીગો રેવેલ્લીએ ધર્મના નિયમો આધારિત સૂચનાઓ જાહેર કરતાં જણાવ્યું હતું…

Read More

(જી.એન.એસ) તા. 23 વડોદરા, વડોદરાના નવ નિયુક્ત પાલિકા કમિશનર આઇએએસ અરૂણ મહેશ બાબુ સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનરનું બોગસ ફેસબુક સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવ્યું હોવા અંગે સ્વયં મ્યુ. કમિશનર અરુણ બાબુએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રિમિનલો જુદી-જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવાનો પોતાનો કારસો અજમાવતા ફરે છે. આ અંગે કંઈક અંશે આવા સાયબર માફિયાઓને સફળતા મળે છે. દરમિયાન વડોદરામાં તાજેતરમાં જ નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું ફેક એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બન્યું હોવાની વિગતો મળી છે. જોકે આ બાબતે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ થયાની માહિતી તેમણે પોતે આપી હતી. અત્રે યાદ…

Read More

‘મન ફાવે ત્યાં ફરો’ યોજના ઉનાળાનાં વેકેશનમાં ગુજરાતના વિવિધ સ્થળોની મુસાફરી કરવાનો અનેરો અવસર         છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૮૦ મુસાફરોના પાસ ઇસ્યુ કરીને નિગમને રૂ.૨૧ લાખથી વધુની આવક (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરીકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરીકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાનો સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતનાં મુસાફરોએ લીધો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૮૦…

Read More

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી, ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે: રક્ષા મંત્રી ખ્વાજા આસિફ (જી.એન.એસ) તા. 23 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે અત્યંત નિર્દય હુમલો કર્યો હતો જેમાં 26 લોકો માર્યા ગયા, જેમાં 2 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, અને ઘણા અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ISI-સમર્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ સ્વીકારી છે. આ ઘટનાએ અનેક પરિવારોને પીડા આપી છે,…

Read More

આજે 24 એપ્રિલ, એટલે કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ 2022-23 માટે તાજેતરમાં પહેલી વાર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) જારી કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતે ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગામડાંઓ, સમૃદ્ધ દેશ’ના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે ગ્રામીણ વિકાસમાં આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 24 એપ્રિલે ઉજવવામાં આવતો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 1992માં પસાર થયેલા 73મા બંધારણીય સુધારા અધિનિયમની યાદ અપાવે છે. આ કાયદાએ ભારતમાં પંચાયતી…

Read More

ટ્રમ્પના ટેરિફને પગલે ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ ઘટી 1.7 ટકા રહેવાની આગાહી (જી.એન.એસ) તા. 23 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને ફેરફારો પણ કર્યા હતા જેમાં અલગ અલગ દેશો પર ટેરિફ લાદવામાં આવતાં તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિનો વરતારો ખરાબ જણાય છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું. આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩ ટકાની આગાહીની સરખામણીમાં 2.8 ટકા જ થવાની ધારણાં છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે છેડેલી ટેરિફ વોરને કારણે અમેરિકાના અર્થતંત્રની આર્થિક વૃદ્ધિ અગાઉ 2.7 ટકા ધારવામાં…

Read More

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, અમદાવાદમાં વધુ એક અકસ્માતમાં મોતના દુઃખદ સમાચાર આવ્યા છે જેમાં, બોપલ-ઘુમા નજીક એક મહિલા ટુ-વ્હીલર પર પોતાના પુત્રને સ્કુલેથી લઇને પરત ફરી રહી હતી, તે દરમિયાન એક બોલેરો પીકઅપ ચાલકે અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ મૃતકના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સુમારે બોપલ ઘુમા રોડ પર એક બોલેરો પીકઅપ ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ટુ-વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી હતી. બોલેરો પીકઅપની ટક્કર…

Read More

(જી.એન.એસ) તા. 22 હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને સમન્સ પાઠવવામા આવ્યું છે જેમાં અભિનેતા ને 27મી એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અભિનેતા મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને કંપની માટે વિજ્ઞાપનમાં કામ પણ કર્યું હતું. અમુક સ્થાનિક મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર આ કંપનીઓએ મહેશ બાબુને બેન્ક ખાતા સિવાય રોકડા રૂપિયા પણ આપ્યા હતા. આરોપ છે કે કંપનીઓએ મહેશ બાબુને અઢી કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. એવામાં…

Read More