Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૩૧/૦૭/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૩૧/૦૭/૨૦૨૬)
- અમેરિકાના ઈરાન પર ‘શક્તિશાળી’ હુમલાઓ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
- પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો તીવ્ર બનતા 30 થી વધુ લોકોના મોત; સમગ્ર પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત
- આજનું રાશિફળ (૩૦/૦૭/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૩૦/૦૭/૨૦૨૬)
- અમદાવાદ જિલ્લા, મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે આર્થિક પુનઃવસન સહાય જાહેર
- રાજ્યમાં રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગનો સેવાયજ્ઞ : દોઢ માસમાં સમગ્ર રાજ્યમાં ૧૭ હજારથી વધુ ટીમ કાર્યરત, ૪,૬૫૫ મેડિકલ કેમ્પનું આયોજન
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ થઇ સંપન્ન
- Stake Casino live test 2026: We tracked real withdrawal times, verified slot RTPs, and calculated VIP rakeback. An honest, data-driven crypto casino review.
- Stake Casino live test 2026: We tracked real withdrawal times, verified slot RTPs, and calculated VIP rakeback. An honest, data-driven crypto casino review.
- આજનું રાશિફળ (૦૨/૦૭/૨૦૨૬)
Author: devarshi
(જી.એન.એસ) તા. 25 કઠુઆ, આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલાએ આ વિસ્તારમાં ચાર શંકાસ્પદ લોકોને જોતા તુરંત પોલીસને માહિતી આપી છે. ત્યારબાદ સુરક્ષા દળના જવાનોએ તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરક્ષા દળના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓરેશન ગ્રૂપ (SOG) અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આખા વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. આખા વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ અહીં આવતા-જતા તમામ લોકો પર કડક દેખરેખ રાખવાની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા સૂત્રો દ્વારા મળતા અહેવાલો મુજબ હીરાનગર સેક્ટર આંતરરાષ્ટ્રીય…
(જી.એન.એસ) તા. 25 કોલ્હાપુર, મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમાં કાગલ તહસીલના યમગે ગામના ધનગઢીના પુત્રએ તો ખુબજ વખાનલાયક અને આદર્શ કામ કરી બતાવ્યું છે. બિરુદેવ સિદ્ધપ્પા ધોણે ના યુવાને પહેલા જ પ્રયાસમાં UPSC ક્રેક કરી દીધી છે. ખભા પર કાંબળો, માથા પર ગાંધી ટોપી, હાથમાં લાકડી અને પગમાં મોટા મોટા ધનગઢી ચંપલ પહેરીને ધોમધખતા તાપમાં બકરી ચરાવતાં ધનગઢના આ દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 551મો રેંક મેળવ્યો છે. એક મિત્ર જોર જોરથી બૂમો પાડતો તેના મામાના ગામમાં આવ્યો અને બિરુદેવને કહ્યું કે, ‘બિરુદેવ, તમે UPSC પરીક્ષામાં પાસ થઈ ગયા છો. તેના અભણ માતા પિતા ત્યાં હતા. તેઓ એટલું જ સમજ્યા કે અમારો…
(જી.એન.એસ) તા. 25 જામનગર, દેશમાં સૌથી વધુ એટલે કે, ગુજરાતને 1600 કિમી લાંબો દરિયાઈ કિનારો છે. જેમાંથી સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદ પાકિસ્તાની દરીયાઈ સરહદ સાથે સંકળાયેલ છે. તેથી પહલગામ આતંકી હુમલા બાદ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં દરીયા કિનારાની સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. જામનગર મરિન પોલીસ દ્વારા દરીયાઈ સરહદની સુરક્ષા અનેકગણી વધારી દેવાઈ છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા બાદ કેન્દ્ર, રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. જમીની સરહદ સાથે દરીયાઈ સરહદે પણ સુરક્ષા સઘન કરી દેવાઈ છે. ગુજરાતનો સૌરાષ્ટ્ર દરીયાઈ કિનારો પાકિસ્તાની દરીયાઈ સરહદ સાથે સંકળાયેલ છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને…
રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી’માં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કાસ્ટ કરવામાં આવી (જી.એન.એસ) તા. 25 મુંબઈ, બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી’માં હવે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કાસ્ટ કરવામાં આવી છે એટલે હવે જાનકી રાણી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ગુજરાતની અભિનેત્રી જાનકી બોડીવાલાએ અગાઉ અજય દેવગણની ‘શૈતાન’ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમાં તેની ભૂમિકાની પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ મૂળ ગુજરાતી ‘વશ’ પરથી બની હતી અને તેની હિન્દી રીમેક વખતે જાનકીને પણ રીપિટ કરાઈ હતી. રાણી મુખર્જીની ‘મર્દાની ‘ ૨૦૧૪માં રીલિઝ થઈ હતી. તે પછી પાંચ વર્ષ બાદ ‘મર્દાની ટૂ’ રીલિઝ થઈ હતી. બંને ભાગને સારો રિસ્પોન્સ મળ્યા…
(જી.એન.એસ) તા. 25 બેંગલુરુ, ઈસરોના ભૂતપૂર્વ વડા ડૉ. કે. કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે 10:43 વાગ્યે કર્ણાટકના બેંગલુરુમાં નિધન થયું હતું. ડૉ. કે. કસ્તુરીરંગન એક પ્રખ્યાત ભારતીય ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ 24 ઓક્ટોબર 1940ના રોજ થયો હતો. તેમના નશ્વર દેહને રવિવાર, 27 એપ્રિલના રોજ સવારે 10.00થી બપોરે12.00વાગ્યા સુધી આરઆરઆઈ ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. ડૉ. કસ્તુરીરંગન આયોજન પંચના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભારતીય વિજ્ઞાન એકેડેમીના પ્રમુખ અને ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય સમિતિઓ અને સંગઠનોના સભ્ય રહ્યા છે, જેમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન અને ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સનો સમાવેશ થાય છે. ડૉ.…
(જી.એન.એસ) તા. 25 વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ એક સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ ભારતની અંતરિયાળ સરહદી વિસ્તારોને પુનર્જીવિત કરવાનો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની આગેવાની હેઠળ, ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને, આ કાર્યક્રમ સ્થાનિક શાસન સંસ્થાઓ અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના સમર્થનથી અમલમાં મૂકવામાં આવશે. તેમાં લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે 15 થી 30 મે 2025 સુધી ચાલશે. આ પહેલ દેશભરના 500 માય ભારત સ્વયંસેવકોને સામેલ કરીને યુવાનોને સશક્ત બનાવશે, જેઓ પસંદ કરાયેલા 100 ગામોમાં સમુદાયો સાથે સીધી રીતે કામ કરશે. આ સ્વયંસેવકો વિવિધ પહેલો મારફતે પાયાના સ્તરે જોડાણ અને સામુદાયિક વિકાસને વેગ આપશે, જેમાં શૈક્ષણિક સમર્થન અને માળખાગત સુવિધામાં વૃદ્ધિથી માંડીને હેલ્થકેર અને સાંસ્કૃતિક જાળવણીનો સમાવેશ થાય છે. સ્થાનિક રહેવાસીઓને સાંકળીને અને યુવા નેતૃત્વની…
(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરી એકવાર વિવવાદસ્પદ ટિપ્પણી કરવા બદલ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ફટકાર લગવામાં આવી છે. વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીને ‘બેજવાબદાર’ ગણાવી હતી. તેમજ સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇન્કાર કરતાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તેમણે આપણને આઝાદી અપાવી અને તમે તેમની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો.’ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે…
(જી.એન.એસ) તા. 25 હૈદેરાબાદ, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના જીવનમાં ખુશીઓ આવી ગઈ છે. ધનશ્રીને તેની પહેલી ફિલ્મ મળી ગઈ છે અને આ સાથે જ તે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરશે. ધનશ્રી વર્મા હવે ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ધનશ્રી વર્મા તેલુગુ ફિલ્મ ‘અકાશમ દાતી વાસ્તવ’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. આ એક ડાન્સ આધારિત ફિલ્મ હશે. જેનું નિર્માણ દિલ રાજુ અને ફિલ્મનું દિગ્દર્શન શ્રી શશી કુમાર કરી રહ્યા છે. તેમજ આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, આ અંગેની માહિતી ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. …
(જી.એન.એસ) તા. 25 વોશિંગ્ટન, અમેરિકાએ ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, ‘પ્રમુખ ટ્રમ્પ અને વિદેશમંત્રી રુબિયોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા ભારતની સાથે ઉભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરે છે.’ સાથેજ આ મુદ્દે તેમણે કહ્યું, ‘આ હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાયના કઠઘરામાં લાવવામાં આવે.’ પહલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા…
(જી.એન.એસ) તા. 25 વોશિંગ્ટન, ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો અને ફેરફારો કરવામાં આવ્યા હતા હવે તેની આલોચના થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે, ટ્રમ્પની ટેરિફ નીતિને ન્યૂયોર્કની યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં પડકારી છે. 12 રાજ્યોએ કોર્ટને જણાવ્યું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ ગેરકાયદેસર છે અને તેના કારણે અમેરિકન અર્થતંત્રને મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટેરિફ નીતિને કોર્ટમાં પડકારનાર રાજ્યોમાં ઓરેગન, એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેન, મિનેસોટા, નેવાદા, ન્યૂ મેક્સિકો, ન્યૂયોર્ક અને વર્મોન્ટ સામેલ છે. આ બાબતે રાજ્યોએ કોર્ટને જણાવ્યું છે કેે રાષ્ટ્રીય વેપાર નીતિને ટ્રમ્પની મરજી…
