Author: devarshi

(જી.એન.એસ) તા. 22 મુંબઈ, મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે શાળાઓમાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી છે. ધોરણ પાંચ સુધી હિન્દી વિષયને ફરિજ્યાતપણે અભ્યાસક્રમમાં સામેલ કરવાના નિર્ણય પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ બાબતે મહારાષ્ટ્ર સરકારમાં શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે અમે પહેલાં જાહેર કરેલા જીઆર અનુસાર, શાળામાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી છે. જીઆર-3 ભાષા ફોર્મ્યુલામાં ધોરણ એકથી માંડી પાંચ સુધી ત્રીજી ભાષા તરીકે હિન્દી વિષયને ફરિજ્યાતપણે ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ નવા આદેશ બાદ તે હવે મરિજ્યાત બન્યો છે. જો કે, હાલમાં જ 17 એપ્રિલ, 2025ના રોજ નેશનલ એજ્યુકેશન…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા ફરી એકવાર સુપ્રીમ કોર્ટ પર એક નિવેદન આપવામાં આવ્યું હતું. બંધારણ દ્વારા દર્શાવવામાં આવેલા પ્રત્યેક શબ્દો દેશના સર્વોચ્ચ હિતોને આધારે વર્ણવેલા હોવાનું જણાવતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં એક સંબોધનમાં કહ્યું કે, બંધારણનું પદ ઔપચારિક અને ફંક્શનલ હોઈ શકે છે. પરંતુ મારા મતે નાગરિક જ સર્વોચ્ચ છે. દરેકની એક અલગ ભૂમિકા હોય છે. બંધારણને અંતિમ રૂપ આપનારા લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને તેમની ઉપર કોઈ ઑથોરિટી નથી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, બંધારણ આપણે પસંદ કર્યું છે. જે જાહેર પ્રતિનિધિઓ મારફત તેમની ઇચ્છાઓ, આકાંક્ષાઓ, અને અભિવ્યક્તિનું પ્રતિબિંબ છે. ચૂંટણી દરમિયાન તેઓ તેને…

Read More

(જી.એન.એસ) તા. 22 પહલગામ, જમ્મુ કાશ્મીરના પહલગામમાં બાએસન ગામ નજીક આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિ નું મોત થયું હતું અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા પરંતુ હજી ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, હજુ સુધી…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, પતંજલિના સ્થાપક બાબા રામદેવ દ્વારા ‘શરબત જેહાદ’ અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરતા ઠપકો આપ્યો હતો. મંગળવારે આ કેસની સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે ‘શરબત જેહાદ’ કેસમાં પતંજલિના સ્થાપક બાબા રામદેવને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે બાબા રામદેવની આ ટિપ્પણીએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને સમર્થન આપી શકાય નહીં. આ નિવેદન બાબતે બાબા રામદેવે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે, ‘અમે રૂહ અફઝા વિરુદ્ધની બધી જાહેરાતો દૂર કરીશું.’ 22 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ અમિત બંસલ કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ…

Read More

(જી.એન.એસ) તા. 22 અમરેલી, અમરેલીના ગીરિયા રોડ પર શાસ્ત્રીનગરમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. પ્લેન ક્રેશ થતા બ્લાસ્ટ થયો હતો. જોરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. લોકોમા અફરા તફરી મચી જવા પામી હતી. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી…

Read More

(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. 22 હિંમતનગર, સાબરકાંઠાના હિંમતનગર પાસે શામળાજી હાઈવે પર એક માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. હાઈવેના નવીનીકરણ કામગીરી ચાલી રહી ત્યાં ઘટના બની છે. કન્ટેનરની ટક્કરે રિક્ષા ખાડામાં પડી જતા રિક્ષામાં બેઠેલા 2 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિની ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે હાલમાં હિંમતનગર શામળાજી હાઈવેની નવીનીકરણ કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે એક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારી હતી. કન્ટેનરની ટક્કરે રિક્ષા હાઈવે પર પાણીની લાઈન માટે ઊભા કરવામાં આવેલા સળિયા પર પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત…

Read More

(જી.એન.એસ) તા. 22 વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધનો ફાયદો ભારતની કંપનીઓ ને મળી શકે કે છે સિડહોજ ફાયદો, ચીને બોઇંગ કંપનીના વિમાનની ખરીદી નકારી કાઢવામાં આવી છે. હવે ભારત તેને ખરીદવામાં રસ દાખવી શકે છે. એક અહેવાલ મુજબ, એર ઇન્ડિયા લિમિટેડ બોઇંગ કંપની પાસેથી વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે. જો મીડિયા સૂત્રો દ્વારા આપવામાં આવેલ અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એર ઇન્ડિયા 30 થી 40 વાઈડ બોડી એરક્રાફ્ટ ખરીદી શકે છે. આ બાબતે તે બોઇંગ અને એરબસ સાથે વાતચીત કરી રહી છે. આમાં એરબસ A350 અને બોઇંગ 777X મોડેલનો સમાવેશ થાય છે. જૂનમાં પેરિસ…

Read More

(જી.એન.એસ) તા. 22 દામોહ, મધ્ય પ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં, દમોહ જિલ્લાના નોહટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનવાર ચોકીના મહાદેવ ઘાટ પુલ પાસે આજે બપોરે એક બોલેરો કાર બેકાબૂ થઈને પુલ કૂદાવી નદીમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના કરૂણ મોત થઈ ગયા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે જબલપુર રિફર કરવામાં આવ્યા છે. મૃતકો જબલપુર જિલ્લાના પૌડી અને નજીકના ગામોના રહેવાસી છે. આ લોકો બંદકપુરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતની સૂચના મળતા જ કલેક્ટર સુધીર કોચર અને એસપી શ્રુત કીર્તિ સોમવંશી…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, સરકારી નિવાસમાંથી ખૂબ મોટી રોકડ રકમ મળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટથી અલ્લાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્મા ની તકલીફોમાં થઈ શકે છે વધારો, હાલ તેમની સામે ત્રણ ન્યાયાધીશોની સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હી ની હાઓકઓરતે એક મોટું નિવેદન જારી કરતાં કહ્યું હતું કે, જજ યશવંત વર્માની બેન્ચ દ્વારા જે 50થી વધુ મામલાની સુનાવણી ચાલી રહી હતી તેને ફરીથી સાંભળવામાં આવશે. સમગ્ર મામલા ની વાત કરીએ તો, આ વર્ષે હોળીના દિવસે નવી દિલ્હી ખાતે જજ યશવંત વર્માના સરકારી નિવાસ્થને આગ લાગવાની ઘટના બની હતી જેને ઠારવા ગયેલા ફાયર બ્રિગેડની ટીમને એક રૂમમાં…

Read More

(જી.એન.એસ) તા. 22 રાજકોટ, રાજકોટમાં સાયબર ક્રાઈમ બ્રાંચ એક્શનમાં આવી છે. રાજકોટમાં યુવાધનને ઓનલાઇન ગેમિંગના રવાડે ચઢાવતા વધુ 6 ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનાર 6 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા લોકો સામે લાલ આંખ કરીને વધુ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રમોશન કરીને મહિને લાખો રૂપિયા કમાતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજકોટમાં યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમે કાર્યવાહી કરી છે. જેમાં નિલેશ ચાવડા,ભાવેશ રાઠોડ,લક્ષ્મણ જંજવાડીયા,સાગર છૈયા,ઇલેશ…

Read More