Author: devarshi

પાક વિદેશ મંત્રી ઈશાક ડારે ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ ઝેડાંગ સાથે મુલાકાત કરી (જી.એન.એસ) તા. 26 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભયંકર આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે લીધેલા કડક પગલાથી કંગાળ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને આજે નવા દાવપેચ શરૂ કર્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નિષ્પક્ષ તપાસની ઓફર કરી છે, તો પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન તેમજ વિદેશ મંત્રી ખ્વાજા આસિફે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. આ બધાની વચ્ચે ભારતનું વલણ જોઈને પાકિસ્તાન સૌથી પહેલા ચીન પાસે મદદ માંગવા દોડ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે ઈસ્લામાબાદમાં…

Read More

કંગાળ પાકિસ્તન ના નાયબ વડાપ્રધાને તો નિર્લજ્જતાની હદ વટાવી (જી.એન.એસ) તા. 25 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા ક્રૂર અને નિર્દય આતંકી હુમલાની વિશ્વભરના દેશો નિંદા કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન ના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઈશાક ડારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં હુમલો કરનારા હુમલાખોરો સ્વાતંત્ર્ય સેનાની પણ હોઈ શકે છે. અમને ખબર નથી તે કોણ છે. અમે ભારતના આરોપોનો સતત ઇન્કાર કરતાં આવીએ છીએ.’ કંગાળ પાકિસ્તાન ના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું હતું કે, ભારત સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા તેમજ રાજકારણ કરતાં પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળી રહી છે. અમે તેમની પ્રત્યેક કાર્યવાહીનો આકરો…

Read More

નીચ પાકિસ્તાનનો વધુ એક નાપાક ઈરાદો નિષ્ફળ  (જી.એન.એસ) તા. 25 અમૃતસર, શુક્રવારે બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ દરમિયાન અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચક્ક બાલાના એક ખેતરમાંથી સાડા ચાર કિલો RDX, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન, 220 કારતૂસ, બે બેટરી અને બે રિમોટ જપ્ત કર્યા છે. વાસ્તવમાં બીએસએફની પોસ્ટ શાહપુર પાસે ચક્ક બાલા ગામ આવેલું છે, જ્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાક લણણીની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન ખેડૂતે ખેતરમાં બે પેકેટ જોયા અને તુરંત બીએસએફને જાણ કરી દીધી હતી. ત્યારબાદ બીએસએફની ટીમ તુરંત ખેતરમાં પહોંચી ગઈ હતી અને બંને પેકેટોની તપાસ કરતા તેમાં ઉપરોક્ત…

Read More

ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા-બોબ પાસે મોટાપાયે ભૂસ્ખલન  (જી.એન.એસ) તા. 25 મુન્શીથાંગ, ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઉત્તરીય સિક્કિમમાં પરિસ્થિતિ વિકટ બની છે, આ કુદરતી આફતમાં આશરે એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા-બોબ પાસે મોટાપાયે ભૂસ્ખલન થયું છે. જેનાથી રસ્તાઓ બંધ છે. ચુંગથાંગ ગુરુદ્વારા અને ITBP કેમ્પમાં આશરે 200 પર્યટક વાહનો ફસાયા છે. જ્યારે લાંચુંગમાં આશરે 1000 પર્યટકો ફસાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખરાબ હવામાન અને રસ્તાઓ બંધ થતાં પોલીસે ઉત્તરીય સિક્કિમ માટે પહેલાંથી નિર્ધારિત તમામ ટ્રાવેલ પરમિટ રદ કરી છે. તેમજ નવી…

Read More

(જી.એન.એસ) તા. 25 વડોદરા, વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ ના ગોપાલપુરા ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સુરેશ નેરસિંગ રાઠવા અનેહરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે…

Read More

(જી.એન.એસ) તા. 25 પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બે લોકોના મોત થયા હતા. આ માર્ગ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ અકસ્માત અંગે મળતી માહીત અનુસાર, ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માત બાદનો આ…

Read More

આધાર સીડિંગ વિના નોકરીદાતાઓ દ્વારા યુએએનના જથ્થાબંધ ઉત્પાદન માટે સુવિધા શરૂ કરી (જી.એન.એસ) તા. 25 સંશોધિત ફોર્મ 13 કાર્યક્ષમતા મારફતે ટ્રાન્સફર ક્લેઈમ પ્રક્રિયાનું સરળીકરણ પોતાના સભ્યોની જીવન જીવવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે, ઇપીએફઓએ આ વર્ષે જાન્યુઆરી દરમિયાન, મોટાભાગના કિસ્સાઓમાં એમ્પ્લોયર પાસેથી મંજૂરીની આવશ્યકતાને દૂર કરીને નોકરીઓમાં ફેરફાર પર પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી છે. અત્યાર સુધી, બે ઇપીએફ કચેરીઓ વડે પીએફ સંચયનું સ્થાનાંતરણ થતું હતું. જેમાંથી એક પીએફ સંચય સ્થાનાંતરિત થાય છે (સ્ત્રોત ઓફિસ) અને બે, ઇપીએફ ઓફિસ જેમાં ટ્રાન્સફર ખરેખર જમા થાય છે (ડેસ્ટિનેશન ઓફિસ). હવે, પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના હેતુથી, ઇપીએફઓએ રિવેમ્પ્ડ ફોર્મ 13 સોફ્ટવેર કાર્યક્ષમતા શરૂ કરીને ડેસ્ટિનેશન ઓફિસમાં તમામ ટ્રાન્સફર દાવાઓની મંજૂરીની આવશ્યકતાને દૂર કરી દીધી…

Read More

(જી.એન.એસ) તા. 25 શ્રીનગર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગરની મુલાકાતે ગયા હતા તે દરમિયાન તેમણે પહલગામ હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, ‘આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પડાવવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી. હું તમામને કહેવા માંગું છું કે, આખો દેશ એક થઈને ઉભો છે. જે કાંઈ પણ થયું, તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. ઘટના પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર : રાહુલ રાહુલ ગાંધી એ વધુમાં કહ્યું હતું કે, ‘જમ્મુ-કાશમીરમાં અમારા ભાઈ-બહેનો પર કેટલાક લોકો હુમલો કરી રહ્યા છે, તે જોઈને મને દુઃખ થયું છે. જે કંઈપણ થયું તેની પાછળ સમાજના…

Read More

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત  (જી.એન.એસ) તા. 25 યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે તણાવપૂર્ણ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે “મહત્તમ સંયમ” રાખવાની હાકલ કરી છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર(UN)એ બંને દેશોને ‘મહત્તમ સંયમ’ રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં. યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, ‘અમે ભારત અને પાકિસ્તાનની સરકારોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ ન બગડે તેની ખાતરી…

Read More

(જી.એન.એસ) તા. 25 કોલકાતા, ચોથા (ભૂતપૂર્વ GRSE) નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (NGOPV) યાર્ડ 3040 માટે નિર્માણ કાર્યનો શુભારંભ (કીલ લેઇંગ સમારોહ) 24 એપ્રિલ 25 ના રોજ કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) ખાતે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન હાજર રહ્યા હતા. GRSEના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમાન્ડર પીઆર હરી (નિવૃત્ત) તેમજ ભારતીય નૌકાદળ અને શિપયાર્ડના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સીમાચિહ્નરૂપ NGOPVના નિર્માણમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભારતની સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતાઓને વધુ પ્રદર્શિત કરે છે. 30 માર્ચ 23ના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL),…

Read More