Author: devarshi

(જી.એન.એસ) તા. 26 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાની એક કોલમમાં IPLની પ્રશંસા કરી, પરંતુ T20 ટુર્નામેન્ટ અને ભારતમાં સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટેનું અંતર પણ જણાવ્યું હતું. ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું કે, ‘આ IPL એ ફરી એકવાર દેખાડી દીધુ છે કે એક પ્રદર્શન એક અજાણ્યા ખેલાડીને ઉચ્ચ સન્માનની દોડમાં લાવી શકે છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, રણજી ટ્રોફીના પ્રદર્શનથી તદ્દન વિપરીત છે, જ્યાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ ચર્ચામાં નથી આવતા. IPLની એક સારી સીઝન કોઈ ખેલાડીને એટલું આપે છે જેટલું તેને તેની આખી રણજી ટ્રોફી કારકિર્દી નથી આપી શક્તિ, એવા ઘણા ઉદાહરણો છે જ્યારે એક મેચમાં સારું પ્રદર્શન…

Read More

(જી.એન.એસ) તા. 26 લંડન, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાં ભારતીય સમુદાય ગુસ્સે છે અને પાકિસ્તાન સામે વિરોધ કરી રહ્યો છે ત્યારે લંડનમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીએ લાજશરમ નેવે મૂકી દેખાવો કરી રહેલા ભારતીયોને ગળું કાપી દેવાનો ઈશારો કર્યો છે. લંડનમાં પહલગામમાં 26 લોકોની બર્બરતાપૂર્વક હત્યા બદલ પાકિસ્તાન દૂતાવાસની બહાર ભારત વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતાં. એક પાકિસ્તાની અધિકારીએ આ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને ગળું કાપી દેવાનો ઈશારો કરી પાછા હટી જવા કહ્યુ હતું. આટલું જ નહીં તેણે અભિનંદન વર્ધમાનની ચા સાથે એક તસવીર પણ હાથમાં લઈ તેને વારંવાર બતાવી રહ્યો હતો. જેને તે વારંવાર જોઈ…

Read More

(જી.એન.એસ) તા. 26 સુપરસ્ટાર જુનિયર એનટીઆરની આગામી ફિલ્મમાં અભિનેત્રી શ્રુતિ હાસન એક આઈટમ સોંગ કરવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દિગ્દર્શક પ્રશાંત નીલને ફિલ્મની સ્ટોરીમાં જ્યાં મુખ્ય ટ્વિસ્ટ આવતો હોય ત્યાં એક આઈટીમ સોંગ માટે જાણીતા ચહેરાની ઘણા સમયથી તલાશ હતી. આખરે તેણે શ્રુતિ હાસન પર પસંદગી ઉતારી છે. એનટીઆર ૩૧ એવું હંગામી ટાઈટલ ધરાવતી ફિલ્મનું શૂટિંગ મેંગ્લોરમાં ઓલરેડી શરુ થઈ ચૂક્યું છે. સુપરસ્ટાર જુનિયર એનટીઆરની કારકિર્દી માટે આ ફિલ્મ બહુ મહત્વની છે. તેની છેલ્લી ફિલ્મ ‘દેવરા’ ફલોપ ગઈ હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર તેની કો સ્ટાર હતી. ‘દેવરા’ ફલોપ ગયા બાદ તેની કારકિર્દી…

Read More

(જી.એન.એસ) તા. 26 અનંતનાગ, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં એક્શન લીધા હતા જેમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આશરે 175 સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ચાર દિવસમાં અનંતનાગ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી આખા જિલ્લામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ દરમિયાન રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળોને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જમ્મુ-રાજૌરી-પુંછ હાઇવે પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ આ સર્ચ ઓપરેશનના…

Read More

ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ચેતવણી (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર/અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીશ્રીઓ…

Read More

(જી.એન.એસ) તા. 26 સહારનપુર, ઉત્તર પ્રદેશમાં એક હ્ર્દયકમપાવી ડે તેવી ઘટના બની હતી જેમાં, સહારનપુરના દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ થયો છે. જેમાં આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હતી. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે તમામના મોત થયા હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી. નિહાલ ખેડી ગામમાં ફટકડાંની ફેક્ટરીમાં શનિવારે સવારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ બે કિમી દૂર સુધી સંભળાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિજનોએ રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ…

Read More

(જી.એન.એસ) તા. 26 ધનબાદ, ઝારખંડ આતંકવાદ વિરોધી ટુકડીને એક મોટી સફળતા મળી છે જેમાં ધનબાદ માં દરોડા પાડવામાં આવ્યા હતા. આતંકવાદી સંગઠનો હિઝબુત-તાહિર (HUT) અને અલ કાયદા ભારતીય ઉપખંડ (AQIS) ના લોકો ધનબાદમાં હાજર હોવાની માહિતીના આધારે વાસેપુરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ATS ટીમે વાસેપુરના નૂર મસ્જિદ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને બે અતિ-આધુનિક પિસ્તોલ, કારતૂસ અને મોટી માત્રામાં પ્રતિબંધિત સાહિત્ય, ડાયરી, લેપટોપ અને સ્માર્ટફોન જપ્ત કર્યા હતા. ઝારખંડ એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, હિઝબુત તાહિર અને અલ કાયદા અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા કેટલાક લોકો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રાજ્યના અન્ય યુવાનોને તેમના…

Read More

(જી.એન.એસ) તા. 26 પાકિસ્તાનના લાહોરમાં સેનાના વિમાનના લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હડકંપ મચી જવા પામ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની સેના દ્વારા એરપોર્ટનો કબ્જો લઇ લેવામાં આવ્યો છે. એકાએક લાગેલી આગને પગલે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે. પાકિસ્તાન આર્મીના વિમાનના લેન્ડિંગ દરમિયાન ટાયરમાં આગ લાગી જતાં લાહોર એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ હતી. બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા અને રનવે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન આર્મીનું…

Read More

(જી.એન.એસ) તા. 26 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર કડક પગલાં ભર્યા છે. આ દરમિયાન પાકિસ્તાન સ્થિત રશિયાના દૂતાવાસે પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા ચેતવણી આપી છે. દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે હાલમાં પાકિસ્તાનની યાત્રા ના કરો. રશિયાના દૂતાવાસે એક નિવેદનમાં તેના નાગરિકોને કહ્યું છે કે, હાલમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવભરી સ્થિતિ છે. પાકિસ્તાન સ્થિત રશિયન દૂતાવાસે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખીને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. જેમાં કહ્યું છે કે, ભારતમાં પહેલગામ હૂમલા બાદ બંને દેશોના અધિકારીઓ વચ્ચે આક્રમક નિવેદનો શરૂ થયાં છે.આવા માહોલમાં પાકિસ્તાનની યાત્રા ના કરે. જ્યાં સુધી…

Read More

(જી.એન.એસ) તા. 26 વોશિંગ્ટન/રૉમ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક પગલા લીધા છે. જેના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું ભારત અને પાકિસ્તાન બંનેની નજીક છું. કાશ્મીરનો મામલો ખૂબ જૂનો છે. 1000 વર્ષ અથવા તેનાથી પણ જૂની આ લડાઈ છે. પહલગામમાં જે થયું તે ખૂબ ખરાબ હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે 1500 વર્ષોથી સીમા વિવાદ છે. પરંતુ, મને વિશ્વાસ છે કે, પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું. તે…

Read More