Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૩૧/૦૭/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૩૧/૦૭/૨૦૨૬)
- અમેરિકાના ઈરાન પર ‘શક્તિશાળી’ હુમલાઓ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
- પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો તીવ્ર બનતા 30 થી વધુ લોકોના મોત; સમગ્ર પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત
- આજનું રાશિફળ (૩૦/૦૭/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૩૦/૦૭/૨૦૨૬)
- અમદાવાદ જિલ્લા, મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે આર્થિક પુનઃવસન સહાય જાહેર
- રાજ્યમાં રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગનો સેવાયજ્ઞ : દોઢ માસમાં સમગ્ર રાજ્યમાં ૧૭ હજારથી વધુ ટીમ કાર્યરત, ૪,૬૫૫ મેડિકલ કેમ્પનું આયોજન
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ થઇ સંપન્ન
- Stake Casino live test 2026: We tracked real withdrawal times, verified slot RTPs, and calculated VIP rakeback. An honest, data-driven crypto casino review.
- Stake Casino live test 2026: We tracked real withdrawal times, verified slot RTPs, and calculated VIP rakeback. An honest, data-driven crypto casino review.
- આજનું રાશિફળ (૦૨/૦૭/૨૦૨૬)
Author: devarshi
(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, વર્ષ 2002 માં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કર્યાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં 2002ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપી નિરુપમ કણસાગરા ઉર્ફે ભૂરિયોની ધરપકડ કરી છે. જે પોલીસને હાથ તાળી આપવામાં માહેર છે. વર્ષ 2002માં આરોપી નિરુપમે તેના મિત્રો સાથે મળી ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસની કામગીરીથી વાકેફ…
(જી.એન.એસ) તા. 27 વાનકુવર, કેનેડાના વાનકુવર શહેરમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં વાર્ષિક લાપુ લાપુ સ્ટ્રીટ ફેસ્ટીવલમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પર પૂરપાટ દોડતી એસયુવી કાર ફરી વળી હતી. આ દુર્ઘટના છે કે કોઈ હુમલો તે વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ આ ઘટનામાં અનેક લોકોના મોત જ્યારે ડઝનેકથી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. પોલીસે વાહનચાલકને પકડી પાડ્યો છે. ઘટના બાદ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે. અને રસ્તા પર પડેલા મૃતકો અને ઘાયલોની મદદ કરી રહી છે. આ ઘટના અંગે મીડિયા સૂત્રો દ્વારા માહિતી અનુસાર આ દુર્ઘટના શનિવારે વાનકુવરના ઈસ્ટ…
(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી/જમ્મુ, જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગૃહ મંત્રાલય (MHA)એ આ સંદર્ભમાં એક સત્તાવાર સૂચના જાહેર કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ NIA ટીમ પહેલાથી જ પહેલગામમાં હાજર હતી અને હુમલા પછી સ્થળનું નિરીક્ષણ કર્યું છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ એજન્સી હવે સ્થાનિક પોલીસ પાસેથી કેસ ડાયરી, FIR સહિતના દસ્તાવજે પોતાના કબજામાં લેશે. આ મામલે…
(જી.એન.એસ) તા. 27 રોમ, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસમાં બે રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ચર્ચા દરમિયાન થયેલા વિવાદ બાદ બન્ને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. ઈટાલીના પાટનગર રોમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા અંગે ચર્ચા થઈ હશે. મહત્વનું છે કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં મીડિયાની હાજરીમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. અમેરિકાએ યુક્રેનની ઝાટકણી કાઢતા યુરોપના અનેક દેશો પણ નારાજ થયા હતા અને…
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન (જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભયંકર આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં અત્યાચારીઓ (આતંકીઓ) વિરુદ્ધ ખૂબ રોશ ભરાયેલો છે ત્યારે હવે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો એ જ અમારો ધર્મ છે.’ આ મામલે મોહન ભાગવતે કહ્યું હતું કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો હિંસા નથી પણ અહિંસા છે. અહિંસા આપણો ધર્મ છે, પરંતુ અત્યાચાર કરનારાઓને ધર્મ શીખવવો પણ જરૂરી છે. આપણે ક્યારેય આપણા પડોશીઓને નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં જો તે સતત ખોટા રસ્તા પર…
(જી.એન.એસ) તા. 26 નૂંહ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર શનિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો, આ અકસ્માત ગુરૂગ્રામની પાસે આવેલા હરિયાણાના નૂંહ જિલ્લામાં થયો હતો જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ, મૃતકોના મૃતદહેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ માર્ગ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, આજે સવારે 10 વાગ્યાની આસપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નૂહ પોલીસ સ્ટેશનની ફિરોઝપુર ઝીરકા બોર્ડર પર ઇબ્રાહિમવાસ ગામ નજીક એક બેકાબૂ પીક-અપ વાહને 6 મહિલાઓ સહિત 11 સફાઈ કર્મચારીઓને…
(જી.એન.એસ) તા. 26 ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર એક ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 406 પર પહોંચી ગઈ છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મહેરદાદ હસનઝાદેહે કહ્યું કે, ‘રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવાઈ છે. આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની તામકાગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી…
(જી.એન.એસ) તા. 26 ફિલ્મમેકર એટલીની અલ્લૂ અર્જુન સાથેની એક્શન ફિલ્મમાં હવે અભિનેત્રી મૃણાલ ઠાકુરને ફાઇનલ કરવામાં આવી હોવાનું મીડિયા સૂત્રો દ્વારા કહેવાય રહ્યું છે. આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને જાહ્નવી કપૂર સાથે વાતચીત ચાલી રહી છે. અભિનેત્રી મૃણાલે હાલમાં જ મુંબઇના એક સ્ટુડિયોમાં આ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. હજુ ગયાં સપ્તાહે અલ્લુ અર્જૂન પણ આ ફિલ્મનો લૂક ટેસ્ટ આપવા માટે ખાસ મુંબઈ આવ્યો હતો અને તેણે બાંદરા વિસ્તારમાં એક સ્ટુડિયોમાં લૂક ટેસ્ટ આપ્યો હોવાના ફોટા વાયરલ થયા હતા. આ એક્શન ફિલ્મમાં અલ્લુ અર્જુન પહેલીવાર ડબલ રોલ કરવાનો છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ ગયું છે.…
(જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ શનિવારે દેશભરમાં 47 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળાની 15મી આવૃત્તિમાં ગર્વભેર ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધિત આ કાર્યક્રમમાં ઇપીએફઓ સહિત વિવિધ સરકારી વિભાગોમાં નવા સામેલ થયેલા યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ નોંધપાત્ર ભરતી ઝુંબેશના ભાગરૂપે, ઇપીએફઓ તેના કાર્યબળને મજબૂત કરવા માટે નવી ભરતીઓને આવકારે છે, જે ભારતભરના લાખો ગ્રાહકોને સામાજિક સુરક્ષા સેવાઓની કાર્યક્ષમ ડિલિવરી સુનિશ્ચિત કરે છે. આજે 345 એકાઉન્ટ ઓફિસર્સ/એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ અને 631 સોશિયલ સિક્યોરિટી આસિસ્ટન્ટને નિમણૂંક પત્રો જારી કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત કર્મચારીઓ ઇપીએફઓના ભવિષ્ય નિધિ, પેન્શન અને વીમા લાભો પ્રદાન કરવાના મિશનમાં યોગદાન આપશે, જે મજબૂત અને…
શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા અમલી બનાવેલા SHASTRA પ્રોજેક્ટ હેઠળ પોલીસે કરી અસરકારક કામગીરી ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે “Evening Policing” પર વિશેષ ભાર મુકી પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ સૌથી વધુ ગુના દાખલ કર્યા (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગના અભિગમ સાથે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટની શરૂઆત તા. 16મી ફેબ્રુઆરી, 2025થી કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટ હેઠળ ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા…
