Author: devarshi

મધ્યપ્રદેશના મંદસૌરમાં ભયાનક અકસ્માત (જી.એન.એસ) તા. 27 મંદસૌર, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં, એક કાર કુવામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર કાર મુસાફરો, એક બાઈક સવાર અને એક બચાવનારા યુવકનો સમાવેશ થાય છે. આ અકસ્માતના સમાચાર મળતાજ તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. મનોહર સિંહ (ઉંમર 40 વર્ષ) નામના સ્થાનિક યુવકનું કૂવામાં પડી ગયેલા લોકોને બચાવવાના પ્રયાસ દરમિયાન મોત થયું. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. SDOP,પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને SDM સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. તાત્કાલિક બચાવ કાર્ય…

Read More

(જી.એન.એસ) તા. 27 ભારતીય નૌસેના દ્વારા અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી છે. નેવીએ સમુદ્રની વચ્ચે દુશ્મનને તેની એન્ટી-શિપ મિસાઇલની શક્તિનું પ્રદર્શન કર્યું. અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીના યુદ્ધ જહાજોએ તાજેતરમાં અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કર્યા છે. નૌકાદળે આજે દુનિયાને આની ઝલક બતાવી. ભારતીય નેવીએ જણાવ્યું હતું કે નૌકાદળ યુદ્ધ માટે તૈયાર, વિશ્વસનીય અને ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તૈયાર છે. ભારતીય નૌકાદળે પણ દૂર સુધી નિશાન સાધી શકે તેવી મિસાઈલો, પ્લેટફોર્મ અને વેપન સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં નૌકાદળે ગઈકાલે એન્ટી-શિપ ફાયરિંગનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. ભારતીય…

Read More

સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવાથીકંગાળ પાકિસ્તાનના રેલવે મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન (જી.એન.એસ) તા. 27 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં આતંકવાદી હુમલામાં ભારતના 26 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને ત્યાંના પીએમ સહિત તેના ઘણા નેતાઓ દરરોજ અકળાઈને બેફામ નિવેદનબાજી કરવા લાગ્યા છે. બીજી તરફ ઝેલમ નદીનું જળસ્તર વધતા પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરથી કટોકટી નો સામનો કરી રહેલા કંગાળ પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રાવલપિંડીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેણે કહ્યું…

Read More

રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ પ્રમાણે આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો (જી.એન.એસ) તા. 27 મોસ્કો, રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, મૉસ્કો પાસે અમારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીની હત્યામાં આ વ્યક્તિ સામેલ હતો. આ સમગ્ર ઘટના અંગે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, કારમાં વિસ્ફોટક ઉપકરણ ભરીને પાર્ક કરવામાં આવી હતી. જેવા મેજર જનરલ યારોસ્લાવ મોસ્કાલિક ઘરથી બહાર નીકળ્યા, વિસ્ફોટકને યુક્રેનથી રિમોટ દ્વારા એક્ટિવ કરી દેવામાં આવ્યું. જ્યારે તે કારમાં સવાર હતાં, બોમ્બ ફાટ્યો અને કારના ચીથરા ઉડી ગયાં. મોસ્કાલિક રશિયન જનરલ સ્ટાફના મુખ્ય કામગીરી નિર્દેશાલયના…

Read More

ઇડીની ઓફિસમાં ઘણા હાઈપ્રોફાઈલ કેસોની તપાસ ચાલી રહી છે (જી.એન.એસ) તા. 27 મુંબઈ, દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં ભીષણ આગ લાગવાણી ઘટના બની હતી, ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 1 થી 2 કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આ મામલે અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી કોઈ જાનહાનિની ​​માહિતી મળી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને રાત્રે લગભગ 2:31 વાગ્યે બહુમાળી કૈસર-એ-હિન્દ ઇમારતમાં આગ લાગવાની માહિતી મળી હતી. જેમાં ઇડીની ઓફિસ કરીમભોય…

Read More

(જી.એન.એસ) તા. 27 વડોદરા, શનિવારે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ નંબર – 1 માં આવી પહોંચી હતી. જેમાં વડોદરા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાંચ બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાં બે બાળકો, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગ દ્વારા શહેર-જિલ્લાની જેમ રેલવે દ્વારા પણ બિનઅધિકૃત વ્યક્તિઓની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જે અંતર્ગત ટ્રેનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે 26, એપ્રિલને શનિવારે મોડી રાત્રે 2 કલાકના આરસામાં ટીમોએ રેલવે પ્લેટફોર્મ નં – 1 પર આવેલી અમદાવાદ-હાવડા એક્સપ્રેસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન થ્રી ટાયર એસી કોસમાંથી ત્રણ પુખ્ય…

Read More

(જી.એન.એસ) તા. 27 મુંબઈ, ફિલ્મ નિર્માતા નિતશે તિવારી પોતાની બિગ બજેટ, રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણનું પોસ્ટર અથવા તો વિડીયો લોન્ચ કરવા માટે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન શિખર સંમેલન જે વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તેમ વિચારી રહ્યા છે, વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તે ૧થી ૪ મે સુધી આયોજિત કરવામાં આવી છે. આ બાબતે નિતેશ જલદી જ નિર્ણય લે તેવી શક્યતા છે. મીડિયા સૂત્રની માનીએ તો આવતા અઠવાડિયાની શરૂઆતમાં ફિલ્મ વિશે કોઇ નવી ઘોષણા કરવામાં આવશે. બિગ બજેટ ફિલ્મ રામાયણને ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ કરવાની યોજના છે. ગયા નવેમ્બર મહિનામાં નિર્માતાએ એક ટીઝર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રામાયણનો…

Read More

43 વિદ્યાર્થીને પ્રાઇઝ અપાશે : વર્ષ- 2024 ના 44 વિદ્યાર્થીને ગોલ્ડ, 12 ને સિલ્વર, 34 ને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અપાશે (જી.એન.એસ) તા. 27 ભાવનગર, આ મહિને તા.૨૯ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9 મો પદવીદાન સમારોહ યોજાશે જેમાં ૧૩૯૬૫ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તેમજ વિવિધ ફેકલ્ટીમાં ઝળહળતા તેજસ્વી છાત્રોને મેડલ તથા પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવશે. જે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ રહેશે. આગામી તા.૨૯ એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને અટલ ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે જેના અનુસંધાને આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવાઇ હતી જેમાં નવનિયુક્ત કુલપતિ ડો.ભરત રામાનુજે વિગતો આપતા જણાવ્યું…

Read More

(જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન/વિસ્કોન્સિન, અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે વસાહતીઓને મુદ્દે ચર્ચામાં છે ત્યારે હવે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા ગેરકાયદે વસાહતીને ઇમિગ્રેશન સત્તાવાળાઓની ધરપકડ ટાળવામાં મદદ કરવા બદલ મિલ્વોકીના જજની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે જજની ધરપકડ ભાગ્યે જ થતી હોવાથી આ ઘટના મોટાપાયા પર ચર્ચાનો વિષય બની છે ડેમોક્રેટ્સે તેની આકરી ટીકા કરતાં તેને લોકશાહી મૂલ્યો પર પ્રહાર ગણાવ્યો છે. આ સમગ્ર મામલે એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે આ કાર્યવાહીની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી હતી. આ ઘટનાએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચેના તણાવને વધાર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ…

Read More

(જી.એન.એસ) તા. 27 તેહરાન, ઇરાનના શાહીદ રાઝાઇ પોર્ટ પર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો તિવ્ર હતો કે દૂર સુધી તેની અસર જોવા મળી હતી. આ વિસ્ફોટમાં પાંચ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે ૭૦૦થી વધુ ઘવાયા છે. એક તરફ ઇરાન અને અમેરિકાની વચ્ચે ઓમનમાં વાટાઘાટો માટે બેઠક ચાલી રહી હતી ત્યારે બીજી તરફ ઇરાનમાં આ વિસ્ફોટ થયો હતો. જેને પગલે હાલ ઇરાનમાં તંગદીલી જેવી સ્થિતિ છે. આ વિસ્ફોટમાં પાંચ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે ૭૦૦થી વધુ ઘવાયા છે. એક તરફ ઇરાન અને અમેરિકાની વચ્ચે ઓમનમાં વાટાઘાટો માટે બેઠક ચાલી રહી હતી ત્યારે બીજી તરફ ઇરાનમાં આ વિસ્ફોટ થયો…

Read More