Author: devarshi

(જી.એન.એસ) તા.૮ અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા પ્રોજેક્ટ જેવા અનેક દાવા કરે છે, પરંતુ હકીકતમાં મહિલા પોલીસ પોતે જ સુરક્ષિત નથી. આનંદનગર વિસ્તારમાં સી ટીમની મહિલા જવાનોને લુખ્ખાઓએ જાહેરમાં ધમકાવી હતી. અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે અનેક પ્રકારના પ્રોજેક્ટ અને યોજનાઓ અમલમાં મૂકતી હોય છે. પરંતુ તાજેતરમાં બનેલી ઘટનાએ શહેરની મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ઘટનામાં, મહિલા પોલીસ જવાનોને જ લુખ્ખાઓએ ધમકાવી હતી. આ ઘટનાએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે જેટલા દાવા કરવામાં આવે છે, હકીકતમાં સ્થિતિ એટલી સુરક્ષિત નથી. સી ટીમની મહિલા જવાનો સીસીટીવી કેમેરા ચેક…

Read More

(જી.એન.એસ) તા.૮ અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવેલા નમસ્તે સર્કલની સામે AMC ગાર્ડનમાં મંગળવારની સાંજે કૌશિક મકવાણા નામના યુવકે ક્રિષ્ના મારવાડી નામની પરિણીતા પર છરી વડે 10થી વધુ છરીના ઘા મારીને તેની હત્યા કરી અમદાવાદ શહેરમાં થયેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. AMC ગાર્ડન જેવા જાહેર ઉદ્યાનમાં દિવસે એક પરિણીતાની નિર્દયતાથી હત્યા થઈ હોય તેવી ઘટના અત્યંત ચિંતાજનક છે. આ ઘટના સૂચવે છે કે આપણું શહેર હિંસાના સામાજિક રોગથી પીડાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં આવેલા નમસ્તે સર્કલની સામે AMC ગાર્ડનમાં મંગળવારની સાંજે કૌશિક મકવાણા નામના યુવકે ક્રિષ્ના મારવાડી નામની પરિણીતા પર છરી વડે 10થી વધુ છરીના ઘા મારીને…

Read More

(જી.એન.એસ) તા.૮ મહેસાણા, મહેસાણામાં બૂટલેગરનું સામ્રાજ્ય ધ્વસ્ત દારૂના ધંધામાં સંડોવાયેલા રમેશ માળીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો. મહેસાણાના પ્રદૂષણ પરામાં રહેતા રમેશ માળી છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. તેમણે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને દારૂ સંતાડવાનું અડ્ડું બનાવ્યું હતું. સ્થાનિક લોકો લાંબા સમયથી આ બાબતે હેરાન પરેશાન હતા. તેમણે અનેક વખત પોલીસ અને મનપા પાસે ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી. આ દરમિયાન રમેશ માળી અને તેની પત્ની બંને જણા ભીડ વચ્ચે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં હતાં અને રમેશ માળીએ કહ્યું હતું કે ‘મને રહેવાની જગ્યા નહીં કરી…

Read More

(જી.એન.એસ) તા.૮ જામનગર, પત્ની પર ખરાબ નજર નાખનાર એક યુવાન પર 4 શખ્સો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ગંભીર રીતે મારમારીને ઈજાઓ પહોંચાડીને ઘાયલ કરાયો છે. જામનગરના યુવાન પર 4 શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. યુવકને ઢોરમાર મારતી આ ઘટના રુવાડા ઉભા કરતાં CCTV પણ સામે આવ્યા છે. આ મામલે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકની પત્નીને ફેઝલ હેરાન કરતો હતો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવકની પત્નીને ફૈઝલ નામનો શખ્સ ફોન-મેસેજ કરીને…

Read More

(જી.એન.એસ) તા.૮ અમરેલી, લેટરકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે આ પત્ર મનીષ વઘાસીયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવાયો હતો અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરિયાને બદનામ કરવા માટે બનાવટી પત્રના કેસમાં નવા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. લેટરકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે આ પત્ર મનીષ વઘાસીયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવાયો હતો. મહત્વનું એ છે કે, આ કુરિયર ગુજરાતના ભાજપ કાર્યાલય કમલમ સહિત બીજાં કેટલાક સ્થળોએ પહોંચાડવામાં આવ્યો હતો. અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરિયાને બદનામ કરવા માટે બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. લેટરકાંડને લગતા પ્રકરણમાં ખળભળાટ મચાવતા સીસીટીવી…

Read More

(જી.એન.એસ) તા.૮ જામનગર, કાલાવડના ધુન ધોરાજી ગામમાંથી એક પરિવારનું અપહરણ કરી જનાર ચારેય આરોપીઓની અટકાયત બંધકોને મુક્ત કરાવામાં આવ્યા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના 3 સભ્યોનું અપહરણ કરીને લઈ જનાર 4અપહરણકારોને કાલાવાડ ગ્રામ્ય પોલીસે બોલેરો ગાડી સાથે ઝડપી લઈ 3 ભોગબનનારને સહી સલામત રીતે મુક્ત કરાવ્યા છે. કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કૈલાશભાઈ સપડભાઈ સોલંકી તથા કૈલાશભાઇના પત્ની ઉષાબેન તથા કૈલાશભાઈના પુત્રી નિશાબેનનું ગઇકાલે વહેલી સવારે અપહરણ થઈ ગયું હતું. અને આરોપી વિક્રમ શમશીંગભાઇ દેસાઇ તથા ગનુ માવી તથા 2 અજાણ્યા માણસો ત્રણેયને ખેંચીને બળજબરી પૂર્વક એક સફેદ કલરની બોલેરો કાર…

Read More

(જી.એન.એસ) તા.૮ કચ્છ, બોરવેલમાં પડી ગયેલી 22 વર્ષીય ઇન્દ્રા મિણાને બચાવવા માટે ચાલુ રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 34 કલાક બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો કચ્છના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલી 22 વર્ષીય ઇન્દ્રા મિણાને બચાવવા માટે ચાલુ રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 34 કલાક બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. યુવતી બોરવેલમાં ફસાઈ જવાના કારણે તેનું શરીર ફુલાઈ ગયું હતું. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવતીના પરિવારજનો શોકમાં ગરકાવ છે. હાલમાં પોલીસે આ મામલે હત્યા કે આત્મહત્યાની શક્યતાઓને નકારી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે યુવતીનું મૃત્યુ કઈ રીતે થયું હતું. ગઈકાલે સવારે ઇન્દ્રા મિણા…

Read More

(જી.એન.એસ) તા.૮ સુરત, સુમનસાગર આવાસ સોસાયટીના વહીવટકર્તાઓએ મેઈન્ટેનેન્સના હિસાબની માગણી કરીને પરિવાર પર હુમલો કર્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સુમનસાગર આવાસમાં રવિવારે એક તંગી ભરી ઘટના બની, જ્યાં સોસાયટીના વહીવટકર્તાઓએ મેઈન્ટેનેન્સના હિસાબની માગણી કરતા પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટના દરમિયાન વિમર્ષ કરનારાઓએ પરિવારની સ્ત્રીઓ અને પુરુષોને માર માર્યો હતો. સુરતમાં રહેતા અભિષેક સુદેશ તારણેકર અને તેમના પરિવારજનોએ જણાવ્યું કે, 64 ફ્લેટ ધારકો પાસેથી મેન્ટેનન્સના પૈસાની ઉઘરાણી થઈ રહી હતી. 2 મહિના પહેલા, અભિષેકની બહેનના પતિએ 11,500 રૂપિયાનું પેમેન્ટ બિલ્ડિંગના ખજાનચી અજીતસિંહના પુત્રને આપ્યું હતું. જ્યારે મેન્ટેનન્સનો હિસાબ માંગવામાં આવ્યો, ત્યારે ખજાનચી અને તેના પુત્રોએ ક્રૂરતા કરી, જેમાં…

Read More

(જી.એન.એસ) તા.૮ અમરેલી, અમરેલીમાં કલેક્ટરે ગેરકાયદેસર ખનીજ ચોરી અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ દોડતા વાહનો સામે તવાઈ બોલાવી, ટ્રક,ડમ્પર,ટ્રેક્ટર સહીત 40 જેટલા ભારે વાહનો જપ્ત કરી 3 કરોડ કરતા પણ વધુનો મુદામાલ જપ્ત કર્યો. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં નદીઓની આસપાસની વિસ્તાર અને માર્ગો પર તપાસ કરીને 40 જેટલા બિનઅધિકૃત વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ રૂ. 3 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, ખાંભા, લાઠી, રાજુલા સહિતના વિસ્તારોમાંથી આ વાહનો ઝડપાયા છે.…

Read More

(જી.એન.એસ) તા.૮ સુરત, જાણકારી મુજબ સુરતના અડાજણથી હજીરા જતી બસની સામે મહિલા રોંગ સાઇડમાં આવતા ડ્રાઈવરે બ્રેક મારી હતી. સુરતમાં એસ.ટી. બસના ડ્રાઈવરને મહિલા સાથે વાહન ચલાવવાની બાબતે બબાલ થતાં મહિલાએ જાહેરમાં તમાચો માર્યો હતો. સુરતના અડાજણથી હજીરા સ્થિત મોરા જતી એસ.ટી. બસમાં ઘટના બની હતી. સુરતમાં અજબ ઘટના બનવા પામી છે. બસ ડ્રાઈવરને મહિલાએ તમાચો માર્યો હતો. જાણકારી મુજબ સુરતના અડાજણથી હજીરા જતી બસની સામે મહિલા રોંગ સાઇડમાં આવતા ડ્રાઈવરે બ્રેક મારી હતી. બાદમાં STના ડ્રાઈવરે બ્રિજ ચડતા મહિલાને ટકોર કરી હતી. મહિલાને જણાવ્યું હતું કે તમે ખોટી દિશામાં આવી રહ્યા છો. તો આ સાંભળીને મહિલાએ જાહેરમાં ST ચાલકને તમાચા…

Read More