Author: devarshi

(જી.એન.એસ) તા.૯ ગાંધીધામ, ગાંધીધામ રહેતા લાકડાનાં વેપારી સાથે અંજારનાં વરસામેડી સીમમાં આવેલી ખાનગી કંપનીએ ૨.૯૧ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો હતો. જેમાં દિલ્હી રહેતા ખાનગી કંપનીનાં ડાયરેક્ટર પતિ – પત્નીએ ફરિયાદીની લાકડાની કંપનીમાંથી કુલ ૪.૯૩ કરોડ રૂપિયાનો લાકડું ખરીદયો હતો જેની સામે કુલ ૨.૯૨ કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકી નીકળતા વેપારીનાં બે કરોડ રૂપિયા ન ચૂકવી તેમના સાથે છેતરપિંડી આચરી હતી. જેથી વેપારીએ કંપનીનાં ડાયરેક્ટર પતિ – પત્ની અને તેમના બે મેનેજર સહિત કુલ ચાર વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાવ્યો હતો. ગાંધીધામનાં વોર્ડ – ૭બી ગુરુકુળમાં રહેતા ૫૨ વર્ષીય રાજેન્દ્રભાઈ ગિરધરભાઈ વિઠલાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગાંધીધામનાં મીઠીરોહર…

Read More

(જી.એન.એસ) તા.૯ જામનગર, જામનગર નજીક ઠેબા બાયપાસથી અલિયાબાડા તરફ જવાના માર્ગે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જીજે 10 બીઆર 6508 નંબરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત એટલો જોરદાર હતો, કે ધડાકાની સાથે કારનું એક્સાઇડનું પડખું ચિરાયું હતું, જ્યારે બાઇકનો પણ ભૂકકો બોલી ગયો હતો. બાઈક ચાલક યુવાન બેશુદ્ધ થઈને માર્ગ પર ઢળી પડ્યો હતો, અને માર્ગ પર લોહીનું ખાબોચિયું ભરાઈને રેલા ઉતર્યા હતા. આ અકસ્માતની જાણ થતાં અન્ય લોકો એકત્ર થઈ ગયા હતા, અને ઇજાગ્રસ્ત યુવાનને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, જ્યારે પોલીસને આ બનાવની જાણ થવાથી પંચકોશી એ.…

Read More

(જી.એન.એસ) તા.૯ બનાસકાંઠા, પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરના ઈદગાહ રોડ પર રૂપિયા 2.50 લાખની લૂંટ મચવા પામતા ભયનો માહોલ સર્જાયો છે. પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરમાં ઈદગાહ રોડ પર આવેલા નાણા ધીરનારના વેપારી સાથે લાખોની લૂંટ મચી હતી. પોતાના ઘરની પાસે વાહન પાર્ક કરતા અજાણ્યા ઈસમો રોકડ અને દાગીનાનો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. માહિતી પ્રમાણે થેલામાં 2.50 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના હોવાનું સામે આવ્યું છે. ભયભીત થયેલા વેપારીએ પાલનપુર પૂર્વ પોલીસમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી…

Read More

(જી.એન.એસ) તા.૯ વડોદરા, પરંતુ વિદ્યાર્થી અચાનક આવી જતાં બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી હતી. વડોદરાની અંબે વિદ્યાલયમાં એક વિદ્યાર્થીનીએ પોતાની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને હોબાળો મચાવ્યો હતો. જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને આ વાતની જાણ કરી ત્યારે રોષ ફેલાઈ ગયો. અહેવાલો અનુસાર, આ ઘટના 6 જાન્યુઆરીના રોજ બપોરે અંબે વિદ્યાલયના વર્ગખંડમાં બની હતી. જેમાં એક દીકરાએ ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વ્હિસ્કી લઈને આવી હતી અને તે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ હવામાં ઉછાળી રહ્યા હતા. બ્રેકનો સમય હોવાથી શિક્ષક કે અન્ય વિદ્યાર્થીઓ હાજર નહોતા. પરંતુ વિદ્યાર્થી અચાનક આવી જતાં બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી હતી. આ મામલો શાળા…

Read More

(જી.એન.એસ) તા.૯ સુરત, સુરતમાં સરથાણામાં સામુહિક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સરથાણા પોલીસે હત્યારાને સાથે રાખી ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યુ છે. સુરતમાં સરથાણામાં સામુહિક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. સરથાણા વિસ્તારમાં સૂર્યા ટાવરમાં રહેતા યુવાને પરિવારની સામુહિક હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્ની-પુત્રના મોત નિપજ્યા હતા અને માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. સ્મિતની ધરપકડ કરાયા બાદ તે સરથાણા પોલીસના લોકઅપમાં હતો. સાંજે તેને ખાવાનું આપવામાં આવ્યું તો તેને શીરો માંગ્યો હતો. તેમજ સૂવા માટે ઓશિકું માંગ્યું હતું.…

Read More

(જી.એન.એસ) તા.૯ સુરત, સુરત શહેરના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 બર્ડ ફ્લૂ વાયરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં HMPV વાયરસના કહેર વચ્ચે હવે ગુજરાતના સુરત શહેરના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 બર્ડ ફ્લૂ વાયરસે પણ કહેર મચાવ્યો છે. અહીંના પ્રાણીઓમાં H5N1 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને ઘણા પ્રાણી બીમાર પડી રહ્યા છે. આ નવી તબીબી પરિસ્થિતિથી ચિંતાનું વાતાવરણ મચી ગયું છે. H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકારે ઓળખાતો છે, જે મુખ્યત્વે પક્ષીઓમાં ફેલાય છે. આ વાયરસ માનવ અને પ્રાણીઓ માટે અત્યંત ખતરનાક થઈ શકે છે, અને એવિયનમાં મરઘાં, અન્ય પક્ષીઓ, અને ક્યારેક સસ્તન પ્રાણીઓ પર તેનો પ્રભાવ જોવા મળતો હોય છે. જાણવામાં…

Read More

(જી.એન.એસ) તા.૯ અમરેલી, અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે SP પર મોટો આરોપ લગાવ્યો છે. અમરેલી લેટરકાંડની ઘટના રાજ્યભરમાં ચર્ચામાં છે. જેમાં હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સંજય ખરાટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. યાજ્ઞિકે જણાવ્યું કે, પાયલ ગોટી અને અન્ય આરોપીઓને SPની હાજરીમાં માર મારવામાં આવ્યો હતો અને આ ઘટના દરમિયાન એસપી ઘટના સમયે હાજર હતા. યાજ્ઞિકે કહ્યું કે પાયલ અને અન્ય આરોપીઓની મરજી વિરુદ્ધ તેમના ફોટા ખીંચવામાં આવ્યા હતા. આ કેસમાં SIT પર પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે, અને વકીલએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ SITનો સ્વીકાર કરતાં નથી. તેમણે કહ્યું કે, “અમને પોલીસ રક્ષણની જરૂર…

Read More

(જી.એન.એસ) તા.૯ હિંમતનગર, હિંમતનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાંથી એક બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં HMPV વાયરસનો પ્રકોપ વધતો જાય છે. હિંમતનગરમાં 8 વર્ષના બાળકમાં આ વાયરસના કેસની શક્યતા સામે આવી છે. હવે અમદાવાદ બાદ પ્રાંતિજમાં પણ આ વાયરસના નવો કેસ સામે આવ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગામનું 8 વર્ષનું બાળક હાલમાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. બાળકને હાલ અમદાવાદ ખસેડાયો છે. હિંમતનગર તાલુકાના પ્રાંતિજમાં HMPV વાયરસની શંકાએ એક 8 વર્ષના બાળકને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળતા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકના સેમ્પલ…

Read More

(જી.એન.એસ) તા.૯ અમદાવાદ, પોલીસે આરોપીઓ પાસેથી 35 હજાર રૂપિયાની કિંમતની પ્રકિબંધિત દોરી કબજે કરી અમદાવાદ શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે. છત્તા કેટલાક શખ્સો ચોરીછુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેમાં ઝોન-5ના ડીસીપીના માર્ગદર્શન હેઠળ રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લીધા હતા. પોલીસે રામોલ CTM બરોડા એક્સપ્રેસ હાઈવે પરના નાકા પાસેથી બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 35,600 ની કિંમતના ચાઈનીઝ દોરીના 178 ટેલર કબજે કર્યા હતા. ધરપકડ કરેલા આરોપીઓના નામ ઈસનપુરમાં રહેતા સાહિલ અલીમભાઈ સીરોહી અને અલ્તાફ ઈદ્રીસભાઈ સીરોહી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓેએ ચાઈનીઝ…

Read More

(જી.એન.એસ) તા.૯ જામનગર, જામનગર મહાનગરપાલિકા સાથે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવ્યા બાદ ગેરકાયદે બાંધકામ કરનારની હાર થતાં આખરે આજે ડિમોલેશન કરાયું. જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને ૧૨ જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામા આવ્યું, ત્યારે ભારે પોલીસ બન્દોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાંધકામ કરનાર દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી હતી અને ત્યાં તેની હાર થઈ જતાં આખરે મહાનગર પાલિકાએ આજે 12 દુકાનની ૫,પ૫૦ ચોરસ ફૂટ જગ્યાને ખુલ્લી કરાવી છે. જામનગરના ગેલેક્સી સિનેમા નજીક મનસુખભાઈ નિમાવત કે જેની એક ટ્રસ્ટ હસ્તકની આશરે ૫,૫૦૦ ચોરસ ફૂટ જેટલી…

Read More