Author: devarshi

(જી.એન.એસ) તા.૯ અમદાવાદ, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના બની અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. ઘટનાને પગલે મોલમાં આવેલા લોકો વચ્ચે દોડધામ મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલ હિમાલયા મોલમાં આગની ઘટના બની. હિમાલયા મોલના બીજા માળે આગ લાગી છે. AC ના કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. નજીકના ફાયરસ્ટેશનની ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, તેમજ આગને કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ થઇ ગયો છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી…

Read More

(જી.એન.એસ) તા.૯ અમદાવાદ, શિક્ષણ વિભાગ કે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી HMPV વાયરસના કેટલાક કેસને પગલે હવે સ્કૂલ સત્તાવાળાઓ પણ સતર્ક થઈ ગયા છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ ગાઇડલાઈન બનાવવામાં આવી નથી. પરંતુ, અમદાવાદ અને રાજકોટની કેટલીક સ્કૂલોએ જાતે જ અગમચેતીના ભાગરૂપે સ્કૂલ માટે ગાઈડલાઈન બનાવી છે.જેમાં શરદી,ખાંસી કે તાવ જેવા લક્ષણ હોય તે વિદ્યાર્થીઓને સ્કૂલે ના આવવા જણાવવામાં આવ્યું છે.આ ઉપરાંત સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીઓમાં લક્ષણ જણાય તો તે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવે છે. સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છે જેમાં…

Read More

(જી.એન.એસ) તા.૯ કચ્છ, કચ્છ યુનિવર્સિટીમાં સત્તાધીશોએ ભરતી કૌભાંડ આચર્યું, સત્તાધીશોએ નિયમ ભંગ કરી હંગામી કર્મચારીઓને કાયમી કર્યા અને ગેરકાયદેસર ભરતી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કચ્છ યુનિવર્સિટીમાં સતાધીશોએ ભરતીમાં કૌભાંડ આચર્યું છે. કચ્છ યુનિવર્સિટીમાં ગેરકાયદે ભરતી કરાતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. સત્તાધીશોએ નિયમો ભંગ કરી કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કર્યા અને ગેરકાયદેસર ભરતી કરાતી હોવાની શિક્ષણ વિભાગમાં અરજી કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં ગેરકાયદેસર ભરતી કરાતી હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીમાં 1 આસિ.રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફીસરની ગેરકાયદે ભરતી કરવામાં આવી છે. પ્રદીપ નામના ઉમેદવાર દ્વારા કોર્ટમાં અરજી કરી છે. પ્રદીપની અરજી પર કોર્ટે જવાબ માંગતા સ્પેશિયલ કચ્છ…

Read More

(જી.એન.એસ) તા.૯ વડોદરા, વડોદરાના અલકાપુરીમાં એક યુવતીને ચાઈનીઝ એપમાંથી લોન લેવી ભારે સાબિત થઇ છે. જો તે લોન નહીં ચૂકવે તો યુવતીને તેનો અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. વ્યાજખોરીનું દુષણ સમાજમાં એટલું પ્રચલિત થઈ ગયું છે કે આ દુષ્ટ વર્તુળમાં ફસાયેલ વ્યક્તિ કંઈપણ કરીને તેમાંથી બહાર આવી શકતી નથી. દરરોજ રાજ્યના કોઈને કોઈ ખૂણેથી વ્યાજખોરોના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાંથી પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવતી લોન અને વ્યાજના ચક્કરમાં ફસાઈ ગઈ. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો મળતી માહિતી અનુસાર, વડોદરાના અલકાપુરીમાં એક યુવતીને ચાઈનીઝ એપમાંથી લોન લેવી ભારે…

Read More

(જી.એન.એસ) તા.૯ સુરત, સુરતના હજીરા રોડ પરના મોરા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયાની ઘટના સામે આવી છે. આ દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો. સુરતના હજીરા રોડ પરના મોરા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયાની ઘટના સામે આવી છે. આ દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો. ત્યારબાદ ભાવનગરથી આ ટ્રક બાય રોડ જૂનાગઢ જવાનો હતો અને અગાઉ પણ બે વાર રો-રો ફેરી મારફતે દારૂ મોકલાયો હતો.ગાંધીનગર SMC એ માહિતીના આધારે હજીરા રોડ L&T કંપનીના ગેટ નંબર 2 પાસે સ્મશાન ભૂમિ પાસે ચેકપોઇન્ટ ઉભી કરી અને ટ્રાફિક જામમાં ઉભેલા કન્ટેનર MH-04 EY-2163ને બાજુમાં ખેંચીને ચેકિંગ કર્યું હતું.…

Read More

(જી.એન.એસ) તા.૮ સુરેન્દ્રનગર, મુળી તાલુકાના ટીકર ગામ પાસે આવેલ મંદિર નજીક ત્રણ શખ્સને નજીવી બાબતે ચાર શખ્સોએ એકસંપ થઈ લાકડી, કુહાડી સહિતના હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર શખ્સે ગામમાં જ રહેતા ચાર શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. મુળીના ટીકર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ ઉદેશાના ભત્રીજા હિતેશભાઈ ઉદેશાના ઘરના ફોનમાં ભરતભાઈ ગંગારામભાઈ ગાળીયા અવાર-નવાર ફોન કરતા હોય તે બાબતે બે દિવસ પહેલા થયેલ બોલાચાલીનું સમાધાન કરવા રામજીભાઈ ઉદેશાના ભાઈ ઘનશ્યામભાઈ ઉદેશાને બોલાવવાનું કહેતા ફરિયાદીના ભાઈ ઘનશ્યામભાઈ ઉદેશા, ભત્રીજો હિતેશભાઈને રામાપીરના મંદિર પાસે આવ્યા હતા. દરમ્યાન ફરિયાદીના…

Read More

(જી.એન.એસ) તા.૮ ભાવનગર, ભાવનગર- સોમનાથ નેશનલ હાઈ-વે પર બુધેલ પાસે આવેલાં કોબડી ટોલ નાકા નજીકથી ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શેરડીની આડમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરી ભાવનગર થઈ મહુવા તરફ જઈ રહેલા ટ્રક સાથે ડ્રાઈવલ્કલિનરનેે ઝડપીરૂ.૭.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે, આ જથ્થો મંગાવનાર મહુવાના બે બુટલેગરો સહિત ચારેય વિરૂદ્ધ વરતેજ પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવનગર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, મહુવાના વતની મનોજગીરી ભુપતગીરી ગૌસ્વામી તથા પ્રભાત ભોળાભાઇ રાજયમાંથી શેરડીની આડમાં દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઇને કોબડી ટોલનાકા…

Read More

(જી.એન.એસ) તા.૮ ભાવનગર, તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે ગતે સાંજના સમયે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મજુરી કામેથી ઘરે જઈ રહેલા શ્રમિકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર ગચ સોમવારે સાંજના સુમારે મજુરી કામેથી પરત ફરી રહેલા સુરેશભાઈ જીણાભાઈ રાઠોડ નું મોત નિપજ્યું હતું. બપાડા ગામના પાટિયા પાસે તેઓ તેમની બાઈક પરથી રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે અને બાદમાં હાઈવે અકસ્માત સર્જાયા બાદ સુરેશભાઈ જીણાભાઈ રાઠોડને તળાજા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને…

Read More

(જી.એન.એસ) તા.૮ ભરૂચ, ભરૂચના અંકલેશ્વરમાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગમખ્વાર ઘટના અંકલેશ્વરના બાકરોલ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે કારની…

Read More

(જી.એન.એસ) તા.૮ અમદાવાદ, ગુજરાતમાં 48 કલાક કાતિલ ઠંડી પડશ ત્યારબાદ ઠંડીની તીવ્રતામાં થોડો ઘટાડો થવાની શરૂઆત થશે. હવામાન વિભાગના અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં થોડો વધારો થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, 48 કલાક પડશે કાતિલ ઠંડી, પછી તાપમાનમાં વધારો થશે, આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. જો કે, ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર…

Read More