Author: devarshi

(જી.એન.એસ) તા.૭ રાજકોટ, રાજકોટ ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મહિલાની એસીબીએ કરી ધરપકડ રાજકોટ ગાંધીગ્રામ-2 યુનિવપ્સિટી પોલીસ સ્ટેશનમાં પરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલાની એસીબીના અધિકારીઓએ લાંચ લેતા ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરિયાદીનો મોબાઈલ ખોવાઈ જતા તેણે ગાંદીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મોબાઈલ મળી જતા ફરિયાદી મોબાઈસ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ અનીતાબેન વાઘેલાએ મોબાઈલ ફોન પરત આપવા રૂ.1,000 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ગાંદીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર વિભાગ રૂમમાં જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ.1,000 ની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

Read More

(જી.એન.એસ) તા.૭ રાજકોટ, હુમલામાં ત્રણ પોલીસકર્મીઓને સામાન્ય ઈજા થઈ છે. રાજકોટ જિલ્લાના વિંછીયામાં સોમવારે એક ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરીને હત્યાના આરોપીઓને શહેરમાં જાહેરમાં પરેડ કરવાની માંગ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકર સિંહના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ 52 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હુમલામાં ત્રણ પોલીસકર્મીઓને સામાન્ય ઈજા થઈ છે. બે કલાક બાદ સ્થિતિ કાબુમાં આવી હતી. અમે હળવા બળનો ઉપયોગ કર્યો, દસ ટીયર ગેસના શેલ ફેંક્યા અને લાઠીચાર્જ કર્યો અને લગભગ 52 લોકોની અટકાયત કરી. આ તમામ સામે FIR દાખલ કરવાની પ્રક્રિયા ચાલી…

Read More

(જી.એન.એસ) તા.૭ રાજકોટ, રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની, સરકારી શાળામાં ધોરણ 5 અને 6 ની વિદ્યાર્થિનીઓની શિક્ષક છેડતી કરી હોવાનો આક્ષેપ રાજકોટ શહેરની એક સરકારી શાળામાં કામ કરતા શિક્ષક પર વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વાછકપર બેડી ગામમાં આવેલી આ શાળામાં ધોરણ 5 અને 6 ની વિદ્યાર્થિનીઓ સાથે કમલેશ અમૃતિયા નામના શિક્ષકે અયોગ્ય વર્તન કરીને વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાનો આક્ષેપ. પીડિત વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે, શિક્ષક તેમને ખરાબ વિડિયો બતાવતો હતો અને પોતાનું પેન્ટ ઉતારીને અર્ધનગ્ન થઈ જતો હતો. આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા…

Read More

(જી.એન.એસ) તા.૭ અમદાવાદ, આ ટોળકી વૃદ્ધ મહિલા અને અશક્ત લોકોને રિક્ષામાં બેસાડી તેમના સોનાના દાગીના કાપી ચોરી કરતી હતી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી સોનાના દાગીના ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં જ નવ જેટલા ગુનાને અંજામ આપી ટોળકીએ અમદાવાદ છોડી દીધું હતું. પરંતુ વધુ ગુનાને અંજામ આપવા આવતા ટોળકી ઝડપાઈ છે.આ ટોળકી વૃદ્ધ મહિલા અને અશક્ત લોકોને રિક્ષામાં બેસાડી તેમના સોનાના દાગીના કાપી ચોરી કરતી હતી. ક્રાઈમ બ્રાન્ચે રીક્ષા માલિક સલમાન ખાન પઠાણ તથા…

Read More

(જી.એન.એસ) તા.૭ દિવ, હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બુચરવાડામાં આવેલી ખાનગી હોટેલમાં પોલીસની ટીમે દરોડો પાડ્યો અને હોટેલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગત પળોને કેદ કરાતી હોવાના કારણે પોલીસે હોટલ સંચાલક અને મેનેજરની ધરપકડ કરી છે.દીવના બૂચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં દીવ પોલીસે દરોડો પાડતા હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે.દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ 6 મહિનાથી સંજય રાઠોડ નામનો શખ્સ ચલાવે છે. તેને રેન્ટ પર લીધી હતી, પરંતુ એકાદ મહિનાથી હોટલના એક રૂમની અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો, એટલું જ નહીં એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી.…

Read More

(જી.એન.એસ) તા.૭ આણંદ, દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનું માદર વતન કરમસદ ગામ છે, ત્યારે કરમસદ ગામે બંધ પાળીને સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો. આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરાયો છે, જેના વિરોધમાં આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. સત્તાવાર રીતે આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું હતું. આણંદ મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ અંતર્ગત આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. કરમસદ ગામના તમામ નાના-મોટા વેપારીઓ આ…

Read More

(જી.એન.એસ) તા.૭ સુરત, યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી અમરેલી લેટર કાંડનો મામલો ગરમાઈ રહ્યો છે. આ બનાવમાં એક યુવતીની ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેને પગલે રાજ્યભરમાં રાજકીય ગરમાવા સાથે ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા આજે મીની બજાર ખાતે જાહેર સભાનો આયોજન કરવામાં આવ્યું હતું. જનસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા. ગોપાલ ઇટાલીયા જનસભા ને સંબોધતી વખતે એવું કર્યું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. અમરેલી લેટર…

Read More

(જી.એન.એસ) તા.૭ વડોદરા, આ મામલે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરમાં એક નિવૃત્ત બેંક કર્મચારીની ડિજીટલ રીતે મુંબઈ પોલીસ અને સીબીઆઈ અધિકારીના નામની ખોટી ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડની ધમકી આપીને બેંક કર્મચારી પાસેથી 91 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેંક કર્મચારીએ કહ્યું કે, મને અન્ય અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ પોલીસના રાજેન્દ્ર પ્રધાન તરીકે આપી હતી અને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી અને કહ્યું હતું કે પાર્સલ વિશે વધુ પૂછપરછ માટે તમને બીજો કોલ આવશે. ત્યારબાદ મને અન્ય નંબર…

Read More

(જી.એન.એસ) તા.૭ ગાંધીનગર, *સગર્ભા તથા ધાત્રી માતાઓને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સેવાઓ વધુમાં વધું સુદ્રઢ બની રહી છે. રાજ્યમાં સગર્ભા બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. બાળમૃત્યુદર અને માતા મૃત્યુદરને ઘટાડવા માટે પણ સરકાર સતત ચિંતીત અને પ્રયાસરત છે.રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં “નમોશ્રી” યોજના શરૂ કરવાની જાહેરાત કરાઇ.*એપ્રિલ-૨૦૨૪ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ “નમો શ્રી”…

Read More

(જી.એન.એસ) તા.૭ ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યશ્રીઓ આજે તા. ૦૭ થી તા. ૧૦ જાન્યુઆરી સુધી દક્ષિણ ગુજરાતના સિંચાઈ વિભાગના વિવિધ ડેમના અભ્યાસ પ્રવાસ અર્થે ગાંધીનગર ખાતેથી રવાના થયા છે. આ સમિતિ તા. ૦૭ અને ૦૮ જાન્યુઆરીએ કેવડીયા, કરજણ ડેમ, કાકરાપાર પ્રોજેક્ટ, ઉકાઈ ડેમ તથા માંડવીની મુલાકાત કરશે. આ ઉપરાંત સમિતિ તા. ૦૯ જાન્યુઆરીએ સોનગઢ, ઉચ્છલ, પૂર્ણા ડેમ, મધુબન ડેમની મુલાકાત કરી તા. ૧૦ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે પરત ફરશે.

Read More