Author: devarshi

(જી.એન.એસ) તા.૮ વડોદરા, સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ કરાઈ છે. વડોદરાના સાવલીમાં ઈંટોના ભઠ્ઠાના માલિક સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વડોદરામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યની ઘટના બનતા ચકચાર મચી છે. ઈંટોના ભઠ્ઠાના માલિક કાલુ પઠાણ અને એનુલ પઠાણે મહિલાને ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં મહિલાને પતિને મારી નાખવાની ધમકી આપી હતી. ભઠ્ઠાના માલિક બે સગા ભાઈઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ કરાઈ છે. ઈંટોના ભઠ્ઠાના માલિક કાલું શરમ તુલ્લાહ પઠાણ અને એનુલ હસન શરમ…

Read More

(જી.એન.એસ) તા.૮ જૂનાગઢ, કર્મચારીઓની બેદરકારીના કારણે કર્મીનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જૂનાગઢમાં પીજીવીસીએલના કર્મચારીનું ચાલુ ફરજે મોત નિપજ્યું છે. વીજ પોલ પર ચડેલા કર્મીને વીજશોક લાગતા મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાં આજે દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર વિસાવદરના ચાપરડા ગામે પીજીવીસીએલ માં ફરજ બજાવતાં કર્મચારી વીજ ફોલ્ટ રિપેર કરવા થાંભલા પર ચડ્યા હતા. સાથી કર્મચારીઓની બેદરકારીના કારણે કર્મીનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતક રિપેર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ પુરવઠો શરૂ થઈ જતા ઘટના બની…

Read More

(જી.એન.એસ) તા.૭ અમદાવાદ, ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે* ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે* આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે* ગુજરાતમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લેશે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને ઉત્સવોના આયોજન થકી રાજ્યની કલાસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાપત્ય,…

Read More

(જી.એન.એસ) તા.૭ નડિયાદ, મહેમદાવાદ બસ સ્ટેશનમાં નાઈટ બસના ડ્રાઇવર કંડકટર બાંકડા પર સૂઈ રહ્યા હતા ત્યારે પાકગ કરવાની જૂની અદાવતને લઈ ત્રણ ઈસમોએ ડ્રાઇવર અને કંડકટરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મહેમદાવાદ તાલુકાના બાવરા ગામમાં રહેતા ભરતકુમાર મોતીભાઈ ચૌહાણ કન્ડક્ટર અને સફીમીયા બસીરમીયા શેખ ડ્રાઈવર તરીકે ખેડા એસટી ડેપોમાં ફરજ બજાવે છે. એસટી બસ લઈને સ્ટેશનમાં આવેલા. બાદમાં ડ્રાઇવર અને કંડકટર મહેમદાવાદ બસસ્ટેશનમાં જમીને બાકડા ઉપર ઊંધી ગયા હતા. ત્યારે રાત્રીના સાડા બારેક વાગે મહેમદાવાદ જુના જીન ખાતે રહેતા સાગર બિપીનભાઇ પરમાર તથા મેહુલ બિપીનભાઈ…

Read More

(જી.એન.એસ) તા.૭ સુરત, હાલ 3 લોકોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં પુણાની રાધાકૃષ્ણ સોસાયટીમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. ગેસનો બાટલો ફાટતાં 6 લોકો ઘાયલ થયા હતા. ઘરમાં આગ લાગતા નજીકના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. લાશ્કર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ બૂઝાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં અચાનક વહેલી સવારે ગેસનો બાટલો ફાટતાં ઘરમાં 6 લોકો દાઝી ગયા હતા. સિલિન્ડરની આગ ઝડપથી ઘરમાં પ્રસરાઈ ગઈ હતી. આગ લાગતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ આગ બૂઝાવવાનું કામ શરૂ કરી દીધું છે. દાઝેલા…

Read More

(જી.એન.એસ) તા.૭ સુરત, માહિતી મુજબ ઘટના મૂળ મહારાષ્ટ્રના લોનખેડામાં સાહદાના મલોની ગામમાં ઘટના બની હતી. સુરતમાં પરિણીત મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. સુરત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે. માહિતી મુજબ ઘટના મૂળ મહારાષ્ટ્રના લોનખેડામાં સાહદાના મલોની ગામમાં ઘટના બની હતી. ઘરની બહાર નશો કરતા યુવકોને ઠપકો આપ્યો હતો. જેથી અંગત અદાવત રાખી વિધર્મી પાડોશીએ 29 ડિસેમ્બરના રોજ ચપ્પા વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવતીના શરીર પર ચપ્પાના ઘા મારી મહિલાને લોહીલુહાણ કરી…

Read More

(જી.એન.એસ) તા.૭ સુરત, સુરતમાં મનપા દ્વારા લિંબાયત ઝોનમાં વેરા વસૂલવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સુરત લિંબાયત વિસ્તારમાં સુરત મનપાએ વેરા વસૂલાત કરવા ઝુંબેશ હાથ ધરી છે. કોમર્શિયલ મિલકતધારકોએ લાંબા સમયથી વેરો ન ભરતા મિલકતો ટાંચમાં લીધી છે. એક જ દિવસમાં 79 લાખની વસૂલાત કરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં મનપા દ્વારા લિંબાયત ઝોનમાં વેરા વસૂલવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કોમર્શિયલ મિલકતધારકોએ લાંબા સમયથી વેરો ભર્યો નહતો. જેથી નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નોટિસનો કોઈ જવાબ ન આપતા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની ઝુંબેશ થકી રૂપિયા 78.90 લાખની વસૂલાત કરાઈ છે. મનપા દ્વારા મિલકતોને ટાંચમાં લઇ…

Read More

(જી.એન.એસ) તા.૭ સુરત, લોકોને સરળતા રહે તેથી રેલ્વે તંત્રએ QR કોડ પણ જાહેર કર્યા છે. સુરત રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે. પ્લેટફોર્મ 2, 3 પર કોન્કોર્સ વર્કને લંબાવવા 60 દિવસ એટલે કો બે મહિના પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે. લોકોને સરળતા રહે તેથી રેલ્વે તંત્રએ QR કોડ પણ જાહેર કર્યા છે. 8 જાન્યુઆરીથી પ્લેટફોર્મ બંધ રહેશે. પ્લેટફોર્મ બંધ રહેતા બધી ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડશે, 201 ટ્રેનો દોડાવવામાં આવશે. અન્ય 164 ટ્રેનો પ્લેટફોર્મ 1 અને 4 પરથી દોડશે. વંદેભારત, રાજધાની, તેજસ, શતાબ્દી, અવધ જેવી 62 ટ્રેનો પ્લેટફોર્મ 1, 4 પરથી દોડશે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના સ્ટેશનના વિવિધ એરિયામાં…

Read More

(જી.એન.એસ) તા.૭ રાજકોટ, ટીઆરપી ગેમઝોન મામલે અપ્રમાણસર મિલકતના ગુનામાં ઈડી ઊંડી તપાસ કરશે રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી હવે ઈડી કરશે. તપાસ માટે ટીમ રાજકોટ પહોંચી કોર્ટમાં અરજી કરી છે. મંજૂરી મળતાં સાગઠિયાની પૂછપરછ શરૂ થશે. રાજકોટ અગ્નિકાંડમાં 30 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો. રાજકોટ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠીયા સામે ગેરરીતિના પાના ઉકેલાતા ગયા તેમ તેમ તપાસ વધુ તેજ થઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સી ED રાજકોટ પહોંચી છે. તપાસ માટે કોર્ટમાં અરજી કરી છે. મંજૂરી બાદ ઈડી મહાનગરપાલિકાની કચેરી, ઘર, પેટ્રોલ પંપ જેવા ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરે તેવી સંભાવના છે. ટીઆરપી ગેમઝોન મામલે…

Read More

(જી.એન.એસ) તા.૭ અમદાવાદ, આગામી 48 કલાક રાજ્યમાં શીત લહેરની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. ગુજરાતીઓને આગામી 48 કલાક થરથરાવી દેતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રવિવાર રાત્રિથી ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 48 કલાક રાજ્યમાં શીત લહેરની શક્યતા રહેશે. મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીત લહેરની શક્યતા જોવા મળશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડના અનેક ભાગોમાં હાજા ગગડાવશે એવી કાતિલ ઠંડી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનનો પારો ગગડવાની સંભાવના છે. અનેક જીલ્લામાં તાપમાન…

Read More