(જી.એન.એસ) તા.૮
ભાવનગર,
તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે ગતે સાંજના સમયે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મજુરી કામેથી ઘરે જઈ રહેલા શ્રમિકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર ગચ સોમવારે સાંજના સુમારે મજુરી કામેથી પરત ફરી રહેલા સુરેશભાઈ જીણાભાઈ રાઠોડ નું મોત નિપજ્યું હતું. બપાડા ગામના પાટિયા પાસે તેઓ તેમની બાઈક પરથી રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે અને બાદમાં હાઈવે અકસ્માત સર્જાયા બાદ સુરેશભાઈ જીણાભાઈ રાઠોડને તળાજા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અકસ્માતમાં અકસ્માત સર્જનાર વાહન ચાલકને પણ ઈજા પહોંચી હતી જેમને પણ સારવાર માટે તળાજા ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે દિનેશભાઈ ફાંફાભાઈ રાઠોડે અલંગ પોલીસ મથકમાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

