Author: devarshi

(જી.એન.એસ) તા.૧૦ વડોદરા, મધ્યપ્રદેશથી અફીણ લઇને વડોદરા ડિલીવરી કરવા માટે આવતા કેરિયર અને ગ્રાહકને એસ.ઓ.જી.એ ઝડપી પાડયા હતા. પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે. એસ.ઓ.જી. પોલીસની માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રહેતો ભંવરલાલ જયપાલ કાળા સિલ્વર કલરની બાઇક પર અફીણ લઇને વડોદરામાં રહેતા દેવજી ખોડાભાઇ પ્રજાપતિને આપવા આવવાનો છે. મોડીરાતે તે ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાનો છે.જેથી,પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે વોચ ગોઠવીને (૧) ભંવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૬.૦૯૦ કિલો અફીણ કિંમત રૃપિયા ૬.૦૯ લાખ કબજે કર્યુ છે. આ ઉપરાંત પોલીસે બે મોબાઇલ ફોન, એક બાઇક, એક મોપેડ તથા…

Read More

(જી.એન.એસ) તા.૧૦ સુરત, સુરતમાં ગઈકાલે ઈન્ટર્નશીપ કરતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ માં ઈન્ટર્નશીપ કરતી 24 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી છે. જાનવી નામની યુવતીએ પોતાના ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વરાછા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ગઈકાલે ઈન્ટર્નશીપ કરતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. નવી સિવિલ હોસ્પિટલમાં 24 વર્ષીય જાનવીએ હાલમાં જ MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં શોક ફેલાયો છે. વરાછા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી…

Read More

(જી.એન.એસ) તા.૧૦ ભાવનગર, 28 શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં લઘુ ઉદ્યોગ શરૂ કરવા લઘુ ઉદ્યોગકારોને નાણાકીય સહાય મળે તે માટે સરકારની વિવિધ યોજના, કાર્યક્રમ અંતર્ગત મળતી સબસીડી કે લોનનો બેંક ઓફ બરોડા ની મોખડાજી સર્કલ બ્રાંચમાં દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બિલોની મદદથી છેતરપિંડી કરવામાં આવી છે. લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આર્થિક સહાય આપવા કેન્દ્ર સરકાર PM એમ્પલોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ, PM મુદ્રા યોજના અને બાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ યોજનાનો દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને નકલી ઈનવોઈસ બિલો રજૂ કરી સરકારી યોજનાનો ગેરકાયદેસર લાભ લઈ સરકાર…

Read More

(જી.એન.એસ) તા.૧૦ અમદાવાદ, ટલીય વખત સાબરમતી નદીને પ્રદૂષિત કરવા બાબતે હાઈકોર્ટે ફટકાર લગાવી છે, પરંતુ તેમ છતાં અમદાવાદ મહાનગરપાલિકાનું પેટનું પાણી હલ્યું નથી. અમદાવાદ શહેરને આઘુનિક બનાવવા કેટલીય કવાયતો થઈ રહી છે. જેમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેટલું પૂર્વ અમદાવાદ માં તંત્ર ઊંઘતું ઝડપાયું છે તેમ સ્થાનિકોનું માનવું છે. કરોડો રૂપિયાની કામગીરી માત્ર કાગળ પર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેરના પૂર્વ ભાગમાં પ્રદૂષણ, ધૂળના કારણે શહેરમાં રહેતા હોવા છતાં લોકોને ગામડામાં રહેતા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. અગાઉ સરકારે કહ્યું હતું કે, એસ.જી. હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવાનું વિચારી રહ્યા છે. તો પૂર્વના વિસ્તારનું શું,…

Read More

(જી.એન.એસ) તા.૧૦ રાજકોટ, ફેક્ટરીમાં મોટી માત્રમાં નકલી બીડી બનાવવાનો કાચો માલ અને મશીનરી મળી આવી. રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાંથી SOG પોલીસે મોટા પ્રમાણમાં નકલી બીડી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડી આ કારખાનું બંધ કરાવ્યું છે. આ કારખાનામાંથી મોટી માત્રમાં નકલી બીડી, બીડી બનાવવાના કાચા માલ અને મશીનરી મળી આવી છે. પોલીસે આ સંદર્ભમાં એકથી વધુ શખ્સોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગેંગ લાંબા સમયથી નકલી બીડી બનાવીને બજારમાં વેચતી હતી. આ કારખાનામાં બનાવેલી નકલી બીડીઓને પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામથી બજારમાં વેચવામાં…

Read More

(જી.એન.એસ) તા.૧૦ બનાસકાંઠા, 34 વર્ષની ફરજ દરમિયાન ડૉ. ભેદરૂ હંમેશા વિવાદમાં રહ્યા હતા બનાસકાંઠા ના દાંતીવાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. બિજોલ ભેદરૂને ફરજીયાત નિવૃત કરી દેવામાં આવ્યા છે. 34 વર્ષથી ફરજ દરમિયાન હંમેશા વિવાદમાં રહેતા ડોક્ટરની અગાઉ પણ પોલીસે ધરપકડ કરી હતી. બનાસકાંઠા જીલ્લામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ મામલે ડોક્ટર બિજોલ ભેદરૂનું નામ સામેલ હોવાનું જોવા મળ્યું છે. અહેવાલ મુજબ ખોટા સર્ટિફિકેટ બનાવવા, સરકારી ઓફિસમાં વીડિયો બનાવવા, બોગસ ડોક્ટરો ઝડપાવા જેવા ગેરકામોમાં તેમની સીધી કે આડકતરી સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આરોગ્ય અધિકારીને ફરજીયાત નિવૃત કરી દેવાયા છે. 34 વર્ષની ફરજ દરમિયાન ડૉ. ભેદરૂ હંમેશા વિવાદમાં રહ્યા હતા. 10 વર્ષ…

Read More

(જી.એન.એસ) તા.૧૦ મુન્દ્રા, આરોપીઓએ ટ્રામાડોલ નામની સાયકોટ્રોપિક દવાને ડિક્લોફેનાક અને ગેબેડોલ ગોળીઓના નામે છુપાવીને આફ્રિકા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. મુન્દ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે એક મોટી કાર્યવાહીમાં 110 કરોડ રૂપિયાની કિંમતની ડ્રગ્સની દાણચોરી ઝડપી પાડી હતી. આ મામલે રાજકોટના એક વેપારી નિકાસકારના 27 વર્ષીય ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતીના આધારે, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચએ જુલાઈ 2024માં પશ્ચિમ આફ્રિકન દેશોમાં જતી એક જ નિકાસકારના બે કન્સાઇન્મેન્ટ અટકાવ્યા હતા. આરોપીઓએ ટ્રામાડોલ નામની સાયકોટ્રોપિક દવાને ડિક્લોફેનાક અને ગેબેડોલ ગોળીઓના નામે છુપાવીને આફ્રિકા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. કસ્ટમ્સ વિભાગે ગુપ્ત માહિતીના આધારે આ શિપમેન્ટને જપ્ત કર્યું હતું. આ ઘટના 2018માં ટ્રામાડોલને…

Read More

(જી.એન.એસ) તા.૧૦ રાજકોટ, હાલ પનીર ડૂબલિકેટ છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટમાં પનીરની ફેક્ટરી પર દરોડા, 800 કિલો પનીરનો જથ્થો કરાયો સીલ રાજકોટમાં એક ફેક્ટરીમાં પનીરનો જથ્થો તૈયાર કરવામાં આવતો હોવાની માહિતી SOG પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડીને પનીર બનાવતી ફેક્ટરી પકડી પાડી આવી હતી. જ્યારે ફેક્ટરીમાંથી લાખોની કિંમતના 800 કિલો પનીરનો જથ્થો સીલ કરાયો છે.રાજકોટમાં SOG પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પનીર બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. જ્યારે ફેક્ટરીમાંથી લાખોની કિંમતના 800 કિલો પનીરનો જથ્થો સીલ કરાયો છે. હાલ પનીર ડુપ્લિકેટ છે કે કેમ તેને લઈને તપાસ…

Read More

(જી.એન.એસ) તા.૧૦ મહેસાણા, પૂજાએ યુવાનને એપ્લિકેશનમાં રોકાણ કરાવવાનું કહીને, 4500 કરોડની કમાણીનો લાલચ આપી 80 લાખ લઈને રફુચક્કર થઈ ગયા. સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો રૂપિયાની ઠગાઈ કરવાના કિસ્સાઓ સામે આવવાનું બંધ થતું નથી. તાજેતરમાં જ મુંબઈની એક યુવતીએ મહેસાણાના યુવકને લગ્ન અને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપીને 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.આ મામલે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે. મહેસાણાના કુકરવાડાના જીગર પટેલ નામના યુવકને મુંબઈની પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા જાળવી કરી હતી. પૂજાએ જીગરને વિશ્વાસમાં લઈને એક એપમાં રોકાણ કરી કરોડો રૂપિયા કમાઈ શકાય છે…

Read More

(જી.એન.એસ) તા.૯ સુરત, સુરતના શ્રમજીવી વર્ગનું પ્રભુત્ત્વ ધરાવતા વિસ્તારોમાં લાંબા સમયથી ક્લીનીક ખોલી કોઈપણ ડિગ્રી વિના ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી લોકોના જીવન સાથે રમત રમતા બોગસ ડોકટરો વિરુદ્ધ સુરત પોલીસની ઝુંબેશ યથાવત છે.ગતરોજ સુરતની ગોડાદરા અને ભેસ્તાન પોલીસે તેમના વિસ્તારમાંથી કોઈપણ ડિગ્રી વિના ક્લીનીક ચલાવતા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા માટે 27 ટીમ બનાવી તપાસ કરતા બે મહિલા સહિત 11 બોગસ ડોક્ટર મળ્યા હતા.પોલીસે તમામની ક્લીનીકમાંથી દવા અને મેડીકલનો સામાન મળી કુલ રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત પોલીસે બોગસ ડોક્ટર્સ સામે ઝુંબેશ હાથ ધરી હતી અને તેમને ડિગ્રી વિના…

Read More