Author: devarshi

(જી.એન.એન) તા.૧૨ જામનગર, જામનગર જિલ્લામાં ૧૩ સ્થળોએ જીવામૃત અને ઘન જીવામૃતના વેચાણની વ્યવસ્થા : ૧૩૭૭ જેટલા લાભાર્થીઓને દેશી ગાય નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા સહાય અપાય છે.જો પ્રાકૃતિક ખેતી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક; આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધુ, ગુણવત્તાસભર અને સારું ઉત્પાદન મળે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછા ખર્ચે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. પરિણામે ખેડૂતોને નહિવત ઉત્પાદન ખર્ચમાં રસાયણમુક્ત ખેત પેદાશ અને વધારે ભાવ મળે છે.…

Read More

(જી.એન.એન) તા.૧૨  ગાંધીનગર, યુવાનો માટે આદર્શરૂપ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની ૧૬૨ મી જન્મજયંતી ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તૈલચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.ગુજરાત વિધાન સભા અધ્યક્ષશ્રી શંકર ભાઇ ચૌધરી પણ મુખ્ય મંત્રીશ્રી સાથે સ્વામી વિવેકાનંદજીને ભાવાંજલિ આપવામાં જોડાયા હતા.આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી. બી. પંડ્યા ,ગુજરાત વિધાનસભાના અધિકારીશ્રીઓ તથા શાળાના વિદ્યાર્થીઓએ પણ સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પો અર્પણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Read More

(જી.એન.એસ) તા.૧૧ નડિયાદ, ખેડા-નડિયાદ રોડ પર ગેરેજમાં પાછળના ભાગે અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું. ખેડા એસઓજીએ એક શખ્સને રૂ.૩૧ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. મામલતદારે ઘટનાસ્થળે પહોંચી સીઝર મેમો આપતા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ખેડા-નડિયાદ રોડ પર શાંતિનગર સોસાયટી સામે આવેલા નવકાર ઓટો ગેરેજમાં પાછળના ભાગે અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કામ ચાલતું હોવાની ખેડા એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે એસઓજીએ દરોડો કરતા બનાવસ્થળેથી પાર્થ મહાવીરભાઈ ચોપડા ને ભારત ગેસ કંપનીના રાંધણ ગેસની પાંચ ભરેલી અને એક ખાલી બોટલ, અલગ અલગ કંપનીની પાંચ નાની રાંધણ ગેસની બોટલ, ૯ રેગ્યુલેટર, ૯ પ્રેશલ વાલ્વ, ગેસ…

Read More

(જી.એન.એસ) તા.૧૧ ગાંધીનગર, હાલમાં સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને પોલીસ કે અન્ય કોઈ એજન્સીની ઓળખ આપી રૃપિયા પડાવી રહ્યા છે ત્યારે સરગાસણમાં રહેતા દંપતીને પણ ૨૦૦ કરોડના મનીલોન્ડરિંગ કેસમાં ૫૬ એફઆઇઆર નોંધાવી હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ગઠિયાઓએ અઢી લાખ રૃપિયા પડાવી લીધા છે. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં હાલ ડિજિટલ એરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગરના સરગાસણમાં રહેતું દંપતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યું છે. અહીં સ્વાગત ક્વીન્સલેન્ડ વસાહતમાં રહેતા અને ઇન્ફોસિટીની કંપનીમાં પ્રોજેક્ટ લીડ તરીકે કાર્યરત વિજયભાઈ વિશ્વકર્મા અને તેમના પત્ની રેખાબેનને સાયબર ગઠિયાઓએ ૨૪ કલાક…

Read More

(જી.એન.એસ) તા.૧૧ ગાંધીનગર, ગાંધીનગર શહેરના સેક્ટર-૬માં ઘ-૩ના પેટ્રોલપંપ પાસે સરકારી જમીન યોગી એજ્યુટ્રાન્ઝિટ નામની બસ સર્વિસની બસના પાર્કિંગ માટે ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે જેની સામે પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે કે, અહીં ઘણા વખતથી આ એજન્સીની બસો મંજુરી વગર ગેરકાયદે પાર્ક થાય છે તેવા કિસ્સામાં પહેલા તેમની પાસેથી એપ્રિલ-૨૦૨૪થી અત્યાર સુધી આ આઠ હજાર ચોરસ મીટર જેટલી જગ્યાનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ કોમર્શીયલ ભાડું વસુલવું જોઇએ. મહાનગરપાલિકા એક બાજુ નાના વેપારીઓ અને ફુટપાથના ફેરીયાને ઉઠાવી દબાણો હટાવી દિધા હોવાનો રૃઆબ કરે છે તો બીજીબાજુ કોર્પોરેશનની બસ એજન્સી દ્વારા જ ઘણા સમયથી સરકારી જમીન ઉપર ગેરકાયદે પાર્કિંગ…

Read More

(જી.એન.એસ) તા.૧૧ સુરેન્દ્રનગર, વઢવાણ-કોઠારીયા હાઈવે પર ગત ડિસેમ્બર મહિનામાં કાર ચાલકે બાઈકને અડફેટે લેતા ચાલક સહિત બે શખ્સને ઈજાઓ પહોંચી હતી. કાર ચાલક અકસ્માત બાદ નાસી છુટયો હતો. જે અંગે બાઈક ચાલકે વઢવાણ પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વઢવાણ સુડવેલ સોસાયટી મફતીયાપરા વિસ્તારમાં રહેતા અબ્દુલશા શુભરાતીનશા દિવાન અને મિત્રનો દિકરો મોઈન ખાન સોસાયટીમાંથી ગેબનશાપીર સર્કલ તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન હાઈવે પર બાઈકના શો-રૂમ પાસે પહોંચતા પાછળથી આવતી એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી બાઈકને અડફેટે લેતા ફરિયાદીના હાથે અને પગે ફ્રેકચર થયું હતું. જ્યારે મોઈન ખાનને…

Read More

(જી.એન.એસ) તા.૧૧ સુરત, સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. તેવા સમયે સચિન જી.આઇ.ડી.સીમાં ૨૭ વર્ષીય યુવાન, વરાછામાં હીરાના કારખાનામાં ૩૯ વર્ષીય યુવાન અને પુણામાં ૪૧ વર્ષના યુવકની એકાએક તબિયત લથડતા બેભાન થયા બાદ મોતને ભેટયા હતા. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સચિન જી.આઇ.ડી.સીમાં ગીતાનગરમાં રહેતો ૨૭ વર્ષીય દરોગા વિજય પટેલ ગત રાતે નોકરી ઘરે આવીને ભોજન કરીને સુઇ ગયો હતો. જોકે આજે વહેલી સવારે તે નહી ઉઠતા પરિચિત ગભરાઇ ગયા હતા. જેથી તેને સારવાર માટે ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત…

Read More

(જી.એન.એસ) તા.૧૧ ભરૂચ, બનાવની જાણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.અલીખાન લોહાનીને થતા તેઓએ જંબુસર પોલીસ મથક ખાતે જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલબંધ RTPCR લેબોરેટરીમાં લગાવેલ 6 એ.સી. જે ઈન્ડોર/આઉટડોર સાથે, એક લેનોવો કંપનીનું લેપટોપ, સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્ક્યુલેટર મળી આશરે કુલ કિંમત રૂપિયા 171000ની ચોરી થઈ હોવાની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાતા જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.બી.રાઠવા તથા સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં બે ઈસમોને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસર પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમા આવેલ આરટીપીસીઆર લેબ કે…

Read More

(જી.એન.એસ) તા.૧૧ સાબરકાંઠા, આજે સવારે પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો, આજે સવારે પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. ટેન્કર ડ્રાઈવરનું મૃત્યુ થતાં પરિવારમાં શોક ફેલાયો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રક સાથે વન્ડર સિમેન્ટ ટેન્કર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપભાઈ પ્રહલાદભાઈ ચોકીદારના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પ્રાંત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કરવામાં આવ્યા હતા અને મૃતદેહને પ્રાંતજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. આ…

Read More

(જી.એન.એસ) તા.૧૧ અમદાવાદ, અમદાવાદ માં રાણીપમાં પત્નીના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરતાં મૃતકના પિતાએ પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી છે. પતિએ આત્મહત્યા કરતા પૂર્વે ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું જે તેને તાના મિત્રને મોકલ્યું હતું. જેમાં પત્નીએ તેને રૂમમાં પૂરી દીધો હતો અને જમવાનું પણ આપતી નહોતી, અને મરવાની વાત કરી તો કહ્યું, જા મરી જા તેમ કહ્યું હતું. પત્ની પતિના ચરિત્ર પર શંકા રાખી ઝઘડો કરતી હતી. એવો પણ ખુલાસો થયો છે કે મહિના પહેલા પણ પતિએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાણીપ પોલીસે મહિલા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ નવા વાડજમાં રહેતા 69…

Read More