Author: devarshi

(જી.એન.એન) તા.૧૨ વડોદરા, રાજ્યમાં દોરી માંજવામાં વપરાતા પ્રતિબંધિત કાચના પાવડરને લઇ પોલીસ સતર્ક, વડોદરા પોલીસે કરી 1ની ધરપકડ ઉતરાયણ પર્વ નજીક આવતાં દોરી માંજવામાં વપરાતા પ્રતિબંધિત કાચના પાવડરનો ઉપયોગ રોકવા માટે વડોદરા પોલીસે કડક પગલાં ભર્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં જ ચોખંડી વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન મિતુલ રંગવાલા નામના શખ્સને અંદાજિત 35 કિલો કાચના પાવડર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કાચના પાવડરનો ઉપયોગ કરીને બનાવેલી દોરીથી પક્ષીઓ અને માનવીઓને ઇજા થવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. આવા પ્રકારની…

Read More

(જી.એન.એન) તા.૧૨ અમદાવાદ, દાણીલીમડાના ફૈઝલનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું અમદાવાદના રામોલ વિસ્તારમાં CTMક્રોસ રોડ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ના અધિકારીઓએ એક શખ્સ શસ્ત્રો સાથે આવવાનો છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે સીટીએમ ક્રોસ રોડ ઓવરબ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં આરોપી શસ્ત્રો સાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી પોલીસે રૂ.15,000 ની કિંમતની રિવોલ્વર, રૂ.10,000 ની કિંમતની પિસ્ટલ , બે કાર્ટીજીસ અને રોકડા રૂ.400 મળીને કુલ રૂ. 25,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપીનું નામ સાજીદ એહેમદભાઈ શેખ અને તે દાણીલીમડાના ફૈઝલનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. મુળ આરોપી રાજસ્થાનનો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીએ આશસ્ત્રો ક્યાંથી…

Read More

(જી.એન.એન) તા.૧૨ દાહોદ, દાહોદમાં નકલી ઈન્મકટેક્ષ અધિકારી બનીને 6 શખ્સોએ એક વેપારી પાસેથી 25 લાખની માંગણી કરી. દાહોદ જિલ્લાના સુખસર ગામમાં નકલી ઇન્કમટેક્સ રેડમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ નાણા ધિરનાર વેપારીને નિશાન બનાવી રૂ.25 લાખની માંગણી કરી હતી અને રૂ. 2 લાખ રોકડા પણ લીધા હતા. આ મામલે મળતી માહિતી મુજબ, 6 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ વેપારી અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને રેડ પાડી હતી. નકલી ઇન્કમટેક્સ અધિકારીઓના વેશમાં આવેલા આ શખ્સોએ વેપારીને ધમકાવી દાગીના અને ચોપડા જમા કરવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવા માટે વેપારી પાસેથી રૂ. 25 લાખની માંગણી કરવામાં આવી હતી અને રૂ. 2…

Read More

(જી.એન.એન) તા.૧૨ સુરત, સુરતમાં લિફ્ટ દુર્ઘટના બની, 1 ઓપરેટરનું મોત નીપજ્યું. સુરત અડાજણ વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં આજે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક લિફ્ટનું કેબલ અચાનક તૂટી જતાં લિફ્ટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં લિફ્ટ ઓપરેટરનું મોત થયું છે. અડાજણમાં લિફ્ટનું કેબલ તૂટતા લિફ્ટ ઓપરેટરનું મોત થયુ છે. અચાનક કેબલ તૂટી જતા લિફ્ટ નીચે પડી હતી. ગંભીર ઈજાને કારણે સારવાર મળે તે પહેલા જ ઓપરેટરનું મોત કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. મળતી માહિતી મુજબ, લિફ્ટમાં કોઈ તકનીકી ખામી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક લિફ્ટ ઓપરેટરના પરિવારજનોએ લિફ્ટના મરામત કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરની બેદરકારીને…

Read More

(જી.એન.એન) તા.૧૨ અમદાવાદ, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ હુમલાખોરો ભાગી ગયા હતા. અમદાવાદના એસજી હાઇવે પર પેલેડિયમ મોલ નજીક તલવારો લઈને 15 જેટલા બદમાશોએ આતંક મચાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જાણકારી મુજબ 10 જાન્યુઆરીના રોજ જૂની દુશ્મનાવટને કારણે બદમાશોએ બે લોકો પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી છે. વાયરલ થયેલા હુમલાના વીડિયોમાં, લગભગ 10 થી 15 લોકો ત્રણ કારમાં આવે છે અને રસ્તા પર ઉભેલા બે યુવાનો પર તલવારો અને લાકડીઓ લઈને હુમલો કરે છે અને બાદમાં નજીકમાં ઉભેલા અન્ય ડ્રાઇવરો પર હુમલો કરવાનો પ્રયાસ કરે…

Read More

(જી.એન.એન) તા.૧૨ સાબરકાંઠા, ગાંઠીયા ખાધા બાદ બાળકીને ઝાડા અને ઉલટી થયાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા ખોરાક અને ઔષધી નિયમન વિભાગની કામગીરી કાગળ ઉપર જોવા મળી છે. હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીન ના ગાંઠીયા ખાધા બાદ બાળકીને ઝાડા અને ઉલટી થયાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા. એક નાની બાળકી અને તેની મમ્મીએ ગાંઠીયા ખાધા હતા. અચાનક ગાંઠીયા ખાધા બાદ નાની બાળકીને ઝાડા અને ઉલટી થતાં બાળકીના પિતા બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો હતો.…

Read More

(જી.એન.એન) તા.૧૨ સુરત, સુરતીઓના ઉમંગના પર્વ મકરસંક્રાંતિની અસર અત્યારથી જ જણાઈ રહી છે ઓલપાડ પોલીસે મકરસંક્રાંતિ પૂર્વનો ઉમંગ માતમમાં ન છવાઈ જાય તે માટે તકેદારી રાખવાના ભાગરૂપે જાગૃતિ આણવાના ભાગરૂપે ઓલપાડ ટાઉનમાંથી પસાર થતાં ટુ-વ્હીલર ચાલકોની બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવવાની સરાહનીય કામગીરી હાથ ધરી હતી. સુરતીઓના ઉમંગના પર્વ મકરસંક્રાંતિની અસર અત્યારથી જ જણાઈ રહી છે. આ સમયે રોડ પરથી પસાર થતાં નિર્દોષ બાઈક ચાલકોના ગળાઓ પતંગની લટકતી કાતિલ દોરીથી કપાતા અકસ્માત ઘટનામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેથી એક્શનમાં આવેલ સરકારના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ મથકોને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓનો વેચાણ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરવા ઉપરાંત…

Read More

(જી.એન.એન) તા.૧૨ રાજકોટ, છેડતી કરી કાળા જાદુ કાયદા હેઠળ વિંછીયા પોલીસ ફરિયાદ નોંધી છે. વિંછિયા ના ઢેઢુકીમાં પરિણીતાએ દાણા જોવાના બહાને છેડતીની ફરિયાદ કરતા વિંછીયા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ ના ચોટીલા પંથકની મહિલાની પેટની બીમારી દૂર કરવા ઢેઢુકીના ભુવાએ દાણા જોતી વેળાએ છેડતી કરતાં હોવાનો મહિલાએ આરોપ મૂક્યો છે. ભુવાના ઘરે ધસી આવેલ શખ્સોએ હુમલો કરી ઢસડયો હતો. ઉપરાંત, પત્નીની સાડી ખેંચી છેડતી કરી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. વિશાલ સહિતના 7 શખ્સોએ મકાનની અંદર પ્રવેશી કયાં છે ભૂવા? તેમ કહી છેડતીનો આરોપ નાખી ધારીયા-છરીથી ઇજા કરતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ…

Read More

(જી.એન.એન) તા.૧૨ સુરત, સુરતમાં ફરી એકવાર નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતમાં ફરી એકવાર નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઓલપાડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. માસમા ગામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હતું. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડતા નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. સુરતમાં સતત નકલી વસ્તુઓના વેચાણ છેલ્લા કેટલાક સમયથી જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે ખાવા પીવાની વસ્તુની વેચાણ બજારમાં પણ ડુપ્લિકેશન થઈ રહ્યાનું સામે આવ્યું હતું. હલકી ગુણવતાવાળી વસ્તુ બજારમાં વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વધુ એક નકલી અને મિલાવટી ઘી બનાવવાનું કારખાનું પોલીસે…

Read More

(જી.એન.એન) તા.૧૨ જામનગર, પરંતુ આરોપી દ્વારા તે રકમ આપવામાં આવી ન હતી જામનગર ના બે બ્રાસપાર્ટના કારખાનેદારોએ મૂળ વલસાડ ના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ તેની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જેમાં પોલીસે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતા અને ઉદ્યોગ નગર વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા હિરેનભાઈ મનસુખભાઈ પટેલે પોતાના કારખાનામાં તૈયાર કરેલો માલ સામાન ઉપરાંત અન્ય કારખાનેદાર ચિરાગભાઈ પટેલે પણ પોતાને ત્યાં પિત્તળનો માલ સામાન તૈયાર કરીને વલસાડના વેપારી મયુરભાઈ હરીશભાઈ દૂધૈયાને સપ્લાય કર્યો…

Read More