Author: devarshi

(જી.એન.એન) તા.૧૨ ગાંધીનગર, ચૈતન્ય સ્કૂલ લેકાવાડા ગાંધીનગર મુકામે સ્વામી વિવેકાનંદની 162 મી જન્મ જયંતી નિમિત્તે મેરેથોન (મીની) વોક – દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર દેશમાં તારીખ ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રના યુવાઓ માટે પ્રેરણાદાઈ રહ્યા છે. વિશ્વ વિભૂતિ શ્રી સ્વામી વિવેકાનંદની ૧૬૨ મી જન્મ જયંતી ની પૂર્વ સંધ્યાએ ચૈતન્ય સ્કૂલ દ્વારા એરાઈજ , અવેક એન્ડ રિયલાઈજ ધ પાવર યુ હોલ્ડ થીમ ઉપર મેરેથોન (મીની) દોડનું આયોજન તા.૧૧ મી જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કુડાસણ ખાતેથી કરવામાં આવ્યું હતું. ચૈતન્ય સ્કૂલ દ્વારા આયોજિત મેરેથોન (મીની) વોક – દોડનો આરંભ અરબેનિયા સર્કલ…

Read More

(જી.એન.એન) તા.૧૨ (જી.એન.એન) તા.૧૨ ફોર લેન – સિક્સ લેન માર્ગો પર રોડ સેફ્ટીને ધ્યાને લઈને એન્‍ટીગ્લેર સિસ્ટમના કુલ ૭૬ કામો ૭૮૬ કિલોમીટર લંબાઈના માર્ગો પર કરવા માટે રૂ।. ૮૭.૫૨ કરોડ મંજૂર કર્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના માર્ગો પર ની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને રૂ।. ૧૮૮ કરોડના કામો હાથ ધરવા મંજુરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી…

Read More

(જી.એન.એન) તા.૧૨ સુરેન્દ્રનગર , ધ્રાંગધ્રા તાલુકાના નીમકનગર ગામના વાડી વિસ્તારમાંથી એક આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આધેડનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલખસેડી વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આધેડની હત્યા નીપજાવી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું હતું. ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામની સીમમાં આવેલી વાડી વિસ્તારમાં બપોરના સમયે એક આધેડની લાશ પડી હોવાની આસપાસના ખેડૂતો ગ્રામજનોને જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ મામલે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસ કરતા મૃતક આધેડ મુળ ધ્રાંગધ્રાના કંકાવટી ગામના અને હાલ નિમકનગર વાડી વિસ્તારમાં રહેતા માવજીભાઈ કાનાભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.…

Read More

(જી.એન.એન) તા.૧૨ અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મનું આ છેલ્લુ વર્ષ છે. 20 જાન્યુઆરીથી મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન સંસ્થાઓ સહીત મુખ્ય અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. 20 ફેબુ્આરી પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ અંદાજપત્ર બેઠકમાં તમામ વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરી દેવાશે. વર્ષ-૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં આગામી વર્ષના આરંભમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી હોવાથી શહેરીજનો ઉપર કરવેરાનો બોજ લાદવાથી મ્યુનિસિપલ કમિશનર અને શાસકપક્ષ દુર રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ-૨૦૨૪-૨૫ના વર્ષનું રુપિયા ૫૫૦૧ કરોડના વિકાસકામો સાથે કુલ રુપિયા ૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને ગત વર્ષે ૩૧ જાન્યુઆરી-૨૪ના રોજ રજૂ કર્યુ હતુ.મ્યુનિસિપલ કમિશનરના ગત વર્ષના ડ્રાફટ અંદાજપત્રમાં સૌ પ્રથમ વખત એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ શહેરીજનો ઉપર નાંખવામાં…

Read More

(જી.એન.એન) તા.૧૨અમદાવાદ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. મહાકુંભ માટે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું રૂપિયા 14 હજારને પાર થઈ ગયું છે. દર 12 વર્ષે યોજાતા મહાકુંભમાં ભાગ લેવાનો લહાવો લેવા માટે ગુજરાતથી અનેક લોકો ખાનગી બસ, કાર દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રેનોમાં વેઈટિંગ પણ સતત વધી રહ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ માટે જે નિયમિત ટ્રેન ચાલે છે…

Read More

(જી.એન.એન) તા.૧૨ ગાંધીધામ, ગાંધીધામનાં બે અલગ અલગ વિસ્તારમાં પોલીસે બે દરોડા પાડી કુલ ૪૩ હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયા હતો. જેમાં મહેશ્વરીનગરનાં મકાનમાંથી ૫૯ બોટલ અને ભારતનગરનાં મકાનમાંથી ૫૩ બોટલ કબ્જે કરી એક બુટલેગરની ઝડપી લીધો હતો જ્યારે એક નાસી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતો નિતેશ ઉર્ફે નીતિન ગાંગજીભાઈ મહેશ્વરી પોતાના કબ્જાનાં મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે મકાન પર દરોડો પાડી મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૫૭ બોટલો જેની કિંમત રૂ. ૨૮,૯૯૫નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે દારૂનો…

Read More

(જી.એન.એન) તા.૧૨ જામનગર, આધારે ગઈકાલે સાંજે ધ્રોલના સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં વિદેશી દારૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી ગયો હોવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી એલસીબીની ટુકડીએ કારચાલકને પકડી પાડ્યો હતો અને પાછળની સીટમાં બનાવેલા ચોર ખાનામાંથી 78 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ, મોબાઈલ ફોન કાર સહિતનો રૂપિયા 1,36,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જામનગરમાં શાંતિનગર શેરી નંબર પાંચમા રહેતા રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા કે જેના દ્વારા એક કારમાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો રાજકોટથી જામનગર લાવવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતના આધારે ગઈકાલે સાંજે ધ્રોલના સોયલ ટોલનાકા…

Read More

(જી.એન.એન) તા.૧૨ ગીર સોમનાથ, ચેક બાઉન્સના ગુનામાં કેસ પરત ખેંચવા અને ચાર્જશીટ ઝડપથી કરવા માટે 20 હજાર રૂપિયાની લાંચ માંગી વેરાવળમાં ચેક બાઉન્સના ગુનામાં કેસ પરત ખેંચવા અને ચાર્જશીટ ઝડપથી કરવા માટે 20 હજાર રૂપિયાની લાંચ લેતા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈની એસીબીએ અટક કરી છે.આ કેસની વિગત મુજબ ફરીયાદીએ માસીક ૧૨% લેખે માસીક વ્યાજે રૂ.૮૭૦૦૦/- ઉછીના લીધેલા, તેની સીક્યુરીટી પેટે માંગરોળ SBI બેંકના બે કોરા ચેક મારી પાસેથી લઇને આપેલ હતા, જે નાણાં વ્યાજ સહિત ફરીયાદીએ ચુકવી દીધેલ તેમ છતાં ફરીયાદીએ આપેલા ચેક પરત આપેલ નહી અને વ્યાજે આપનાર વ્યક્તિએ બે ચેક કરી ભરી બેંકમાં નાખેલા પરંતુ ફરીયાદીના ખાતામાં…

Read More

(જી.એન.એન) તા.૧૨ સુરત, SMC ની ટીમે ડુપ્લિકેટ ઘી બનાવતી ઈન્ડસ્ટ્રી પર દરોડો પાડ્યો સુરત ગ્રામ્યમાં SMC ની ટીમે ડુપ્લિકેટ ઘી તૈયાર કરતી ફેક્ટરી ઝડપી લીધી છે. પોલીસને માહિતી મળી હતી કે સુરતના ઓલપાડ ખાતે માસમા હની ઈન્ડસ્ટ્રીઝ ખાતે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવે છે. જેને આધારેSMCના અધિકારીઓએ આ ઠેકાણે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. 23,84,700 ની કિંમતનો 496 બોક્સ ભરેલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય રૂ.69,67,800 ની કિંમતનું ડુપ્લિકેટ ઘી બનાવવાનું રો મટિરીયલ, રૂ. 16,59, 800 ની કિંમતની મશીનરી, રૂ.7,55,841 ની કિંમતનું પેકીંગ મટિરીયલ, બે મોબાઈલ વગેરે મળીને કુલ રૂ. 1,17,97,641 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ…

Read More

(જી.એન.એન) તા.૧૨ સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલા એક ગામની સીમમાં આવેલા કુવામાંથી સગા ભાઈ-બહેન 2 બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલા એક ગામની સીમમાં આવેલા કુવામાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકો સગા ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ છે. બંને બાળકોના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હોવાનું જણાતું નથી. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ…

Read More