(જી.એન.એસ) તા.૧૧
અમદાવાદ,
અમદાવાદ માં રાણીપમાં પત્નીના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરતાં મૃતકના પિતાએ પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી છે. પતિએ આત્મહત્યા કરતા પૂર્વે ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું જે તેને તાના મિત્રને મોકલ્યું હતું. જેમાં પત્નીએ તેને રૂમમાં પૂરી દીધો હતો અને જમવાનું પણ આપતી નહોતી, અને મરવાની વાત કરી તો કહ્યું, જા મરી જા તેમ કહ્યું હતું. પત્ની પતિના ચરિત્ર પર શંકા રાખી ઝઘડો કરતી હતી. એવો પણ ખુલાસો થયો છે કે મહિના પહેલા પણ પતિએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાણીપ પોલીસે મહિલા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ નવા વાડજમાં રહેતા 69 વર્ષના મનસુખભાઈ સોનીગરા તેમના 41 વર્ષના પુત્ર આશિષના લગ્ન મનિષા સાથે થયા હતા. જોકે, અમિષાના આ બીજા લગ્ન હતા. પહેલા લગ્નથી એક પુત્ર હતો તેને લઈને આવી હતી. પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, આશિષ પિતાના ઘરે જતો ત્યારે તેની પત્ની તેના પર ખોટી શંકા કરતી હતી. લગ્નેતર સંબંધમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ જોવા મળ્યા હતા. આથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફરીથી 4 જાન્યુ.એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આશિષે આપઘાત પૂર્વે મિત્રને ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યું હતું. ઓડિયોમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.

