Author: devarshi

(જી.એન.એસ) તા.૧૧ અમદાવાદ, મળતા અહેવાલો મુજબ CGST,આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આયકર વિભાગે ગઈકાલ સવારથી સોલા, સાયન્સ સિટી, રતન પોળ, નવરંગપુરા, સી.જી. રોડ પર આવેલી કમલેશ શાહ, મીના શાહ, દેવાંગ વ્યાસ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર,, NR એન્ડ કંપની, ND ગોલ્ડ જ્વેલરી LLPના રેસીડેન્સિયલ અને ઓફિસ સહિત 15 સ્થળોએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. મળતા અહેવાલો મુજબ CGST,આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દેશના ટોચના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સર્ચ અને સર્વે દરમિયાન જપ્ત થતી રોડક રકમનો ક્લેઈમ કરાયો હોવાના આક્ષેપો કરાયા છે. કમલેશ શાહે આ પ્રકારે રેડમાં જપ્ત કરાયેલી રકમ પોતે પક્ષકારને સાચવવા માટે આપી હોવાનો દાવો…

Read More

(જી.એન.એસ) તા.૧૧ સુરત, ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ બ્રિજ નીચે વાહન ચેંકિંગ ચાલી રહ્યું હતું ઉત્તરાયણના તહેવારને પગલે સુરત પોલીસે વાહન ચેકિંગ રાખ્યું હતું. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ બ્રિજ નીચે વાહન ચેંકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે રોયલ એન્ફિલ્ડ બુલેટ પર જઈ રહેલા બે શખ્સોને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે તપાસ કરતા શુભમ શ્યામબિહારી તિવારી તથા પ્રેમ રાજકિશોર પાઠક પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી.બન્ને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે. આરોપી શુભમ મુળ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે. જ્યારે પ્રેમ પાઠક વારાણસીનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.25,000 ની કિંમતની…

Read More

(જી.એન.એસ) તા.૧૧ અમદાવાદ, અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 મહિનાના બાળકને HMPV વાયરસ પોઝિટિવ આવ્યો. રાજ્યમાં HMPV વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 મહિનાના બાળકને HMPV વાયરસ થયો છે. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં 6 જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. 9 જાન્યુઆરીએ બાળકનો HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં HMPV વાયરસના કુલ કેસોની સંખ્યા ત્રણ થઈ છે. અગાઉ અમદાવાદમાં જ બે અન્ય કેસ નોંધાયા હતા. આ વાયરસને કારણે બાળકોમાં શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને બાળકોને ઠંડીથી…

Read More

(જી.એન.એસ) તા.૧૧ મહેસાણા, આરોપી મહિલાએ પોતાના મિત્રોની મદદથી પતિની હત્યા કરી અને મૃતદેહ ગામની સીમના તળાવમાં ફેંકી દીધો હતો. મહિસાગરના લુણાવાડા તાલુકાના ખારોલ ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો કિસ્સો થયો છે. આરોપી મહિલાએ પોતાના મિત્રોની મદદથી પતિની હત્યા કરી અને મૃતદેહ ગામની સીમના તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન મૃતકની પત્ની અને તેના પ્રેમી સહિત 4આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ…

Read More

(જી.એન.એસ) તા.૧૧ અમદાવાદ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા મુજબ જાહેર માર્ગો પર દોડીને પતંગ પકડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, પરંતુ આ વર્ષે ઉત્સાહ સાથે સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ જાહેર માર્ગો પર દોડીને પતંગ પકડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામા અનુસાર, શહેરમાં ઉત્તરાયણના તહેવારના અનુસંધાને તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાડી શકશે નહીં. આ સિવાય જાહેર…

Read More

(જી.એન.એસ) તા.૧૧ આણંદ, કણજરીની મહિલા સાથે રૂ. 18.40 લાખની છેતરપિંડી લોકોને વિદેશમાં જવાની ભારે ઘેલછા હોય છે. આ ઘેલછા ક્યારેક ભારે પણ પડતી હોય છે. આણંદમાં બનેવલા આ પ્રકારના એક કેસમાં વિદેશ જવાની લાલચમાં મહિલા છેતરપિંડીનો બોગ બની હતી.જેમાં આણંદના કણજરી વિસ્તારમાં રહેતી મહિલા સાથે રૂ. 18.40 લાખ ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મહિલાને UKના વિઝા અપાવવાના બહાને ઠગ ટોળકીએ નાણાં પડાવ્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ સંદર્ભે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં આ શખ્સો વિદ્યાનગર અને વડોદરામાં ઓફિસો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઈમીગ્રેશન ઓફિસ ધરાવતા આ ચારેય ગઠિયાઓ…

Read More

(જી.એન.એસ) તા.૧૧ મહેસાણા, મંડળીના મંત્રી અને સ્ટોરમેને મળીને 43.66 લાખની ઉચાપત કરી, બંનેએ પોતાના સ્વાર્થ માટે સહકારી મંડળીના નાણાંનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો. વડનગર તાલુકાના ઉણાદ ગામની દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં મોટા પાયે ઉચાપતનો ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. મંડળીના મંત્રી અને સ્ટોરમેને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની રકમ ઉચાપત કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મળતી માહિતી અનુસાર, મંત્રી લવજી ચૌધરીએ રૂ. 18.99 લાખ અને સ્ટોરમેન જેસંગ ચૌધરીએ રૂ. 24.67 લાખ મળીને કુલ રૂ. 43.66 લાખની રકમ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. આ બંને કર્મચારીઓએ પોતાના સ્વાર્થ માટે સહકારી મંડળીના નાણાંનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે.…

Read More

(જી.એન.એસ) તા.૧૧ વડોદરા, ઓનલાઇન મંગાવેલા ફુડના ડિલિવરી બોયે છેડતી કરી વડોદરામાં ડિલીવરી બોયે એક પરણિત યુવતીની છેડતી કરતા ચકચાર મચી છે. યુવતીએ ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું. જેમાં ડિલીવરી કરવા આવેલા યુવકે તેની છેડતી કરી હતી.આ બનાવ ગોત્રી વિસ્તારમાં બન્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં ડિલીવરી બોયે સરનામુ પુછવાને બહાને યુવતીનો હાથ પકડીને તેની છેડતી કરી હતી. જેને પગલે ગભરાઈ ગયેલી યુવતીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. જેને પગલે યુવક અહીંથી ચાલ્યો ગયો હતો. આ અંગે પોલીસે પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે ગણતરીના કલાકમાં જ ડિલીવરી બોયને ઝડપી લીધો હતો. પોલીસે આ કેસમાં મોહમ્મદ અકમલ નામના…

Read More

(જી.એન.એસ) તા.૧૧ અમદાવાદ, અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલની 8 વર્ષની ગાર્ગી રાણપરાનું અવસાન થવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યે સીડી ચડતી વખતે વિદ્યાર્થીનીને છાતીમાં દુ:ખાવો થતાં સીડી પરથી પડી ગઈ હતી. અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલની 8 વર્ષની ગાર્ગી રાણપરાનું અવસાન થવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યે સીડી ચડતી વખતે વિદ્યાર્થીનીને છાતીમાં દુ:ખાવો થતાં સીડી પરથી પડી ગઈ હતી. આ પછી વિદ્યાર્થીનીને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળામાં પહોંચીને CCTV કેમેરા દ્વારા તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થીનીના માતા-પિતા હાલ…

Read More

(જી.એન.એસ) તા.૧૧ સુરત, “સ્થળ પર ભેળસેળયુકત ઘી નો ૭.૪ ટન જથ્થો તથા એડલ્ટ્રન્ટ (વેજ ફેટ, ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ, અને ઘી ના એસેન્સ) નો અંદાજીત ૧૭.૫ ટન એમ કુલ ૨૫ ટન જથ્થો જપ્ત કરી ૦૫ નમુના લેવામાં આવ્યા.” • “ઓલપાડ, સુરત ખાતેથી મે. વીર મિલ્ક પ્રોડક્ટસ અને મે. શ્રી. આર. કે એન્ટરપ્રાઈઝ દ્વારા ભેળસેળયુકત અને બનાવટી ઘી બનાવવાનુ કોભાંડ પકડાયુ.” “શુધ્ધ ઘીના નામે વેચાતા ભેળસેળયુક્ત શુભ બ્રાન્ડ ગાય ના ઘી નો જથ્થો પકડાયો.” • ખોરાક અને અને ઔષધ નિયમન તંત્ર, સુરત કચેરી દ્વારા મે. વીર મિલ્ક પ્રોડક્ટસ અને મે. આઈ કે એન્ટરપ્રાઇઝ ખાતેથી કૂલ ૫ નમુના લઈ રુ.…

Read More