Author: devarshi

(જી.એન.એસ) તા.૧૧ ગાંધીનગર, અમદાવાદ મહાપાલિકા – નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે, સુરત – વાપી અને નવસારી, વડોદરા – આણંદ, રાજકોટ – મોરબી અને ગાંધીધામ, જામનગર – પોરબંદર, ગાંધીનગર – મહેસાણાનું હેન્ડ હોલ્ડિંગ કરશે. * નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને રૂ. 20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે અપાશે.મુખ્યમંત્રીશ્રી એ ક્હ્યું હતું કે, નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણના ટ્રાન્ઝિશનલ પિરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય*રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા, લાઈટ જેવા લોકોને બદલાવ દેખાય તેવા સુવિધાકારી કામો હાથ ધરાય*નવી મહાનગરપાલિકાઓ નગર વિકાસનો રોડમેપ તૈયાર કરે*વિકાસ કામો માટે નાણાની તંગી ક્યારેય નહીં…

Read More

(જી.એન.એસ) તા.૧૧ અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વોકલ ફોર લોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યો- ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે દેશ અને દુનિયામાં ગુજરાતને ઓળખ મળી – આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો- ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઊડાન ભરશેઆ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો :- પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા- આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લીધો- ગુજરાત…

Read More

(જી.એન.એસ) તા.૧૧ ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથોસાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે.વધું વિગતો આપતા કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ…

Read More

(જી.એન.એસ) તા.૧૦ ભાવનગર, હરિયાણાથી ઓક્સિજન ટેન્કરમાં મસમોટો વિદેશી દારૂનો જથ્થો ભરીને દારૂની ડિલિવરી આપવા જઈ રહેલા રાજસ્થાનના શખ્સને લોકલ ક્રાઈમબ્રાંચ ભાવનગરની ટીમે ગત મોડી રાત્રે ઉમરાળા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ ૧૫ હજારથી વધારે વિદેશી દારૂની બોટલ અને બે હજારથી વધારે બિયરના ટીન મળી કુલ રૂ.૫૩.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને બનાવ સંદર્ભે ઉમરાળા પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પાલિતાણા ડિવિઝન વિસ્તારમાં ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલી ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વિદેશી દારૂ ભરલું એચઆર-૬૫-એ-૦૪૯૭ નંબરનું સફેદ કલરનું ટેન્કર વલ્લભીપુર તરફથી આવી રહ્યું છે. જેના આધારે ઉમરાળા બસ…

Read More

(જી.એન.એસ) તા.૧૦ ગાંધીનગર, ગાંધીનગર શહેર નજીક કોબાના કમલમ પાસે ગઈકાલે બપોરમાં સમયે મોપેડ ઉપર જઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું. જે ઘટના સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોબા પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ન્યુ રાણીપ આકાશ રેસીડન્સીમાં રહેતા તેજશભાઇ નાગરભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘરેથી કૃષિ ટ્રાવેલ્સ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના માતાપિતા છેલ્લા પાંચ- છ…

Read More

(જી.એન.એસ) તા.૧૦ ગાંધીનગર, હાલમાં સાયબર ગઠિયાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી યુવતીને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ગઠિયાઓ દ્વારા ૫.૯૪ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા છે. જે સંદર્ભે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં છેલ્લા થોડા સમયથી ડિજિટલ એરેસ્ટના નામે સાઇબર ગઠિયાઓ દ્વારા લોકોને અલગ અલગ કેસમાં ફસાવવાની ધમકી આપીને લાખો કરોડો રૃપિયા પડાવી લેવામાં આવે છે ત્યારે આ વખતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી આઈ બી એમકંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી મૂળ સૌરાષ્ટ્રની અને હાલ રાદેસણમાં પીજીમાં…

Read More

(જી.એન.એસ) તા.૧૦ મોરબી, મોરબી જિલ્લામાં વધુ ત્રણ વ્યક્તિનાં અપમૃત્યુથી અરેરાટી પ્રસરી ગઇ છે. જેમાં સાઢુભાઇને આઇસ્ક્રીમ લાવવાનું કહ્યા બાદ યુવાનને હાર્ટએટેક આવી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે ઘૂટું ગામે બોરમિલ મશીનમાં ફસડાઇ પડતા અને રાતાવીરડા ગામે લેબર ક્વાર્ટર પરથી પડી જતાં યુવકનાં મોત નીપજ્યા હતા. તલાવીયા શનાળા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ કગથરા નામના યુવાને ગઇકાલે સવારે પોણા અગિયાર વાગ્યે પોતાના સાઢુભાઈ હરખાભાઇને આઈસ્ક્રીમ લાને આવવા કહ્યું હતું. જેથી હરખાભાઇ આઈસ્ક્રીમ લઈને આવ્યા હતા. એ સમયે ભરતભાઈ કગથરા પોતાના રૃમમાં સુતા હતા. જેને જગાડતા તેઓ જાગ્યા ના હોવાથી રીક્ષામાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર…

Read More

(જી.એન.એસ) તા.૧૦ અમરેલી, સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં ટ્રક ખાલી કરવા બાબતે વિધર્મીઓના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં ૬ થી વધુ શખ્સોએે રહેણાંક મકાનમાં ઘુસી તોડફોડ કરી બે મહિલા અને બે પુરૃષનેલોખંડના પાઈપ ,ટોમી, ધોકાઓ વતી માર માર્યો હતો.આ અંગે એક મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી. સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં ટ્રક ખાલી કરવા બાબતે થયેલ બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં જોહુકમી આચરી એક જૂથ ડેલો તોડી ઘરમાં ઘુસી ગયું હતું.મણિનગર વિસ્તારમાં રહેતી નમીરાબેન શબ્બીરભાઈ જાદવ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેના જેઠ શિરાજભાઈને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અરમાનભાઈ બેલીમ સાથે ટ્રક ખાલી કરવા બાબતે બોલાચાલી થઇ…

Read More

(જી.એન.એસ) તા.૧૦ સુરત, વરાછામાં રહેતી અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ઇન્ટન ડોકટરે બુધવારે રાતે અભ્યાસના લીધે ટેન્શનમાં આવીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ અમરેલીમાં ધામેલગામની વતની અને હાલમાં વરાછા રોડ પર હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી. જોકે બુધવારે રાતે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે કહ્યુ કે, જાનવીએ છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના લીધે માનસિક તાણ અનુભવતી હોવાથી સારવાર કરતા હતા અને દવા ચાલતી હતી. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ…

Read More

(જી.એન.એસ) તા.૧૦ સુરત, સચીનમાં તલંગપુર ખાતે બુધવારે બપોરે હાઈટેન્શન લાઇનમાં ફસાયેલો પતંગ કાઢતી વખતે ૧૧ વર્ષથી બાળક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી જતા ટુંકી સારવાર મોત નિપજયું હતું. જેના લીધે તેના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીન ખાતે તલંગપુરગામ પાસે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા પિન્ટુ ચૌધરીની પત્ની સીમાદેવી બુધવારે બપોરે તેમનો ૧૧ વર્ષીય પુત્ર પ્રિન્સ લઇને ઘરની પાસેના ગીતા નગરમાં સંબંધીને મળવા ગયા હતા. જોકે સીમાદેવી સંબંધી સાથે વાચચિત કરતા હતા. બીજી તરફ પ્રિન્સ ત્યાં પતંગ ઉડાવી રહ્યો હતો. તેવાળાએ પતંગ હાઈટેન્શન લાઈનમાં ફસાઈ જતાં તેને કાઢતો હતો. તે સમયે જોરદાર ધડકા સાથે પ્રિન્સને કરંટ…

Read More