Author: devarshi

(જી.એન.એસ) તા. 24 ભંડારા, મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે વિસ્તારના લોકો તેનાથી હચમચી ગયા હતા. ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી નાગરિકો ગભરાઈ ગયા હતા. જો કે હજી સુધી બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી. આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી પહોંચ્યો. ઘણા લોકો ફેક્ટરીમાં દોડી ગયા. આ અવાજ 3 થી 4 કિલોમીટર દૂર સુધી સંભળાયો. વિસ્ફોટ પછી ભીષણ આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાતા હતા. ઘણા વાહન માલિકોએ આ જ વાત તેમના મોબાઇલ ફોનમાં ફિલ્માવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ સવારે 11 વાગ્યાની આસપાસ થયો હતો. જવાહરનગરમાં ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ…

Read More

(જી.એન.એસ) તા. 24 સુરત, શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા બાબતે કરવામાં આવતી મન માની નો વધુ એક કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે જેમાં હવે વાલીઓ દ્વારા ડીઇઓ કચેરી પહોંચી પોતાની રજુઆત કરી હતી. સુરતની શાળાઓએ હોલ ટિકિટને ઉઘરાણા કરવાનો કે હેરાન-પરેશાન કરવાનું એક સાધન બનાવી દીધું હોવાનો વાલીઓનો આક્ષેપ છે. પહેલા દસમા અને બારમાં ધોરણમાં હોલ ટિકિટ આપવામાં આવતી હતી. હવે વાલીઓનો સ્કૂલો પર આરોપ છે કે આ હોલ ટિકિટનો ઉપયોગ હવે વાલીઓ ફી ઉઘરાવવા માટે કરે છે. શાળા દ્વારા અપાતી હોલ ટિકિટ જાણે વાલીઓ સામે શાળાના હાથમાં આવેલું હથિયાર બની ગયું છે. તેઓ આ માટે ફક્ત વાલીઓને જ નહીં પણ…

Read More

(જી.એન.એસ) તા. 23 અમદાવાદ, આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા એક મીટિંગ યોજવામાં આવી હતી જેમાં ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કોન્સર્ટમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચકલુ પણ ફરકે નહી તેવી ચુસ્ત તૈયારી કરી છે. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 3825 સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે સિવાય સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહી સઘન સુરક્ષા માટે કોન્સર્ટ દરમ્યાન એનએસજી ની 1 ટીમ પણ બંદોબસ્તમા જોડાશે.…

Read More

પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ (જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે. 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક…

Read More

ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર  ભ્રષ્ટાચારના આરોપ બાદ (જી.એન.એસ) તા. 22 જુનાગઢ/ગાંધીનગર, ગુજકોમાસોલ પર ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લગાવ્યા હતા જે બાદ ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે. બારદાન સંદર્ભે નાફેડની જવાબદારી છે. બારદાન આપવામાં મોડું થયેલું. બારદાન સંદર્ભે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરાયા છે. આ સાથે દિલીપ સંઘાણીએ કહ્યું કે, ગુજકોમાસોલ એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે. દિલીપ સંઘાણીએ કહ્યું કે મને નરેન્દ્રસિંહે જણાવ્યું કે, આવા ખોટા આક્ષેપ કરીને વ્યક્તિગત અને ગુજકોમાસેલને જે રીતે બદનામ કરવામાં…

Read More

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ/ગાંધીનગર, એસ.ટી. નિગમના ઇન્ચાર્જ મુખ્ય કામદાર અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, ઈ-પાસ સિસ્ટમની વિદ્યાર્થી જાતે જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. pass.gsrtc.in વેબસાઈટ પરથી પાસ માટે અરજી કરી શકશે. જે-તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મંજૂર કરવામાં આવે છે. મંજૂર થયેલા ફોર્મ વિદ્યાર્થીએ નક્કી કરેલા એસ.ટી. વિભાગના કાઉન્ટર પર જતું રહે છે અને ત્યાં જઈને ફોર્મ નંબર આપી જરૂરી પાસના પૈસા ઓનલાઈન-કેશમાં ચૂકવી પાસ કલેક્ટ કરી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓ માટે પાસ કાઢવાનું સરળ બની રહે છે. અરજી નંબરના આધારે વિદ્યાર્થી તેની અરજી અંગે લેટેસ્ટ સ્ટેટસ પણ ચેક કરી શકે છે. શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનો સમયની બચત…

Read More

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, સુરતનાં ગોડાદરામાં ફી મુદ્દે સ્કૂલ દ્વારા ટોર્ચર કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કરતા આખા રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ને ધ્યાનમાં લઇ અમદાવાદ ડીઇઓએ ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ આપ્યા છે. સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. ભાવના ખટકે નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. ત્યારે આ ઘટનાને લઇ અમદાવાદ DEOએ તમામ શાળાઓમાં આદેશ જાહેર કર્યો હતો. જેમાં ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ…

Read More

(જી.એન.એસ) તા. 22 રાજકોટ, રાજકોટ શહેરમાં આવેલા રેસકોર્સ મેદાનમાં દેવાયત ખવડનો ડાયરો યોજાયો હતો, જેમાં ખુબજ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ડાયરામાં ઉમટી પડ્યાં હતા. રાત્રે યોજાયેલ ડાયરા દરમિયાન દેવાયત ખવડે શિવતાંડવ ગાવાની શરૂઆત કરી કે, ઘણા બધા લોકો પૈસા ઉડાડવા સ્ટેજ પર ધસી ગયા હતા. જેના કારણે ચાલુ ડાયરે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી. દેવાયત ખવડે શિવતાંડવની શરૂઆત કરી કે, તરત જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. લોકો પૈસા ઉડાડવા માટે સ્ટેજ તરફ ધસી આવ્યા હતા. જેના કારણે સ્ટેજ પર કેપેસિટી કરતા વધારે લોકો ચડી ગયા. આ કારણે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી…

Read More

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાત દિવસ બાદ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તારીખ 14-15-16 જાન્યુઆરી ગુજરાતમાં વિવિધ લોકાર્પણ અને ખાતમૂહ્રતના કાર્યો તેમણે કર્યા હતા. ત્યારે આજે 23 જાન્યુઆરી ને ગુરુવારના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ, આજે 651 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર છે. આ દિવસે ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસના કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરશે. મળતી માહિતી મુજબ ઝુંડાલમાં 100 કરોડના આઇકોનિક રોડનું લોકાર્પણ કરવામાં આવશે, થલતેજ વોર્ડમાં 13 કરોડમાં શિલજ તળાવનું અને બોડકદેવ વોર્ડમાં 3.35 કરોડના ખર્ચે બનાવેલું વેજિટેબલ…

Read More

(જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, છેલ્લા 48-72 કલાકથી રાજ્યના અનેક જિલ્લાઓમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અચાનક જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ છે. પરંતુ ઠંડી ગાયબ નથી થઇ. હવામાન ખાતાનું અને હવામાન આગહીકાર નું માનીએ તો રાજ્યમાં હજુ પણ એક ઠંડીનો રાઉન્ડ આવશે. જેના માટે ગુજરાતવાસીઓ એ તૈયાર રહેવાની જરૂર છે. આટલું જ નહીં ઠંડીની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન આગહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 જાન્યુઆરી સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે.…

Read More