Author: devarshi

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, પ્રવાસીઓ અને મુસાફરોની સુવિધા તેમજ ધસારાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને બાંદ્રા રેલ્વે ટર્મિનસ વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.જેમાં ટ્રેન નંબર 09462 અમદાવાદ બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ અમદાવાદથી રાત્રે 8 વાગ્યે ઉપડશે અને બીજે દિવસે સવારે 4.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 5.35 વાગ્યે ઉપડશે અને તેજ દિવસે 13.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ,,વાપી,દહણું રોડ અને બોરીવલી રેલ્વે સ્ટેશનો પર ઉભી રહેશે. આ…

Read More

(જી.એન.એસ) તા. 22 સુરત, સુરતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં વાવમાં એક 36 વર્ષીય પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસ, તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. વાલિયા એસઆરપી ફોર્સ ગ્રુપ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત 36 વર્ષીય સંજય કુમાર રસિકભાઈ ગામિતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા આપી હતી. સવારે 4:45 વાગ્યે પહેલી બેચમાં 5 કિમી દોડ દરમિયાન, 12મા રાઉન્ડમાં દોડતી વખતે તે અચાનક બેભાન થઈને પડી ગયો, ત્યાં ફરજ પરના ડો. ચિરાગ કટારિયાએ તાત્કાલિક સીપીઆર, ઓક્સિજન…

Read More

(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર, તા. ૨૦/૦૧/૨૦૨૫ થી ૨૫/૦૧/૨૦૨૫ સુધી સંપૂર્ણ ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૫ની શરુઆત કરવામાં આવી છે. જેમા ગાંધીનગર જિલ્લામા પણ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ ઉધોગ ભવન ગાંધીનગર, અને જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,કલેકટર કચેરી, ગાંધીનગરના સહયોગથી શાળા સલામતી સપ્તાહની શરુઆત કરવામા આવી છે, જેના પ્રથમ દિવસે શેરથા ગામની પ્રાથમિક શાળા નંબર ૧ અને ૨,માં કાર્યક્રમ કરવામા આવ્યો જેમા મુખ્ય મેહમાન તરીકે નીરુબેન પટેલ (ટી.પી.ઓશ્રી), રાજેશ્રી.એન.પરમાર (મામલતદાર ડિઝાસ્ટરશ્રી), પ્રવિણાબેન પટેલ (ઉપ-સરપચશ્રી),મૌલિક.પી.પડ્યા (ડિઝાસ્ટર-ડી.પી.ઓશ્રી), વિષ્ણુ પ્રજાપતી(સી.આર.સીશ્રી), મુખ્ય મેહમાન તરીકે હાજર રહ્યા હતા. ત્યાર બાદ શાળા સલામતી સપ્તાહની શરુઆત રાજુ પટેલ (સબ ફાયર ઓફિસરશ્રી‌, ગાધીનગર), સાવન્ત.આર.ગોરસીયા(ફાયર મેન, કલોલ) દ્વારા કરવામા આવી…

Read More

(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર, કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન તા.૨૦/૦૧/૨૦૨૫ ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત ઓવરલોડ વહન કરતા ૦૨ વાહનો જપ્ત કરવામાં આવેલ છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ઉવારસદ, પાસેના કર્ણાવતી યુનિવર્સીટી પાસેથી ડમ્પર નં- GJ-02-ZZ-1642 માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે. અને ગાંધીનગર પાસેના ઝુંડાલ સર્કલ પાસેથી ડમ્પર નં- GJ-02-ZZ-8372 માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા…

Read More

(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર, હાલમાં ૨૪ મોબાઇલ મેડિકલ વાન કાર્યરત જ્યારે વધુ નવી ૬ વાન શરૂ કરાશે શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે મળી રહી છે પ્રાથમિક તબીબી તપાસ-સારવાર“મોબાઇલ મેડિકલ વાન” યોજના થકી માસિક સરેરાશ ૨૦૦૦થી વધુ પ્રતિવાન શ્રમયોગીઓની તબીબી તપાસ અને સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ આ યોજનાનો લાભ લીધો છે. કોરોના મહામારી દરમિયાન મોબાઇલ મેડિકલ વાન દ્વારા રાજ્યના તમામ નાગરિકોના હિતાર્થે જરૂરી ટેસ્ટ તેમજ દવાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું, તેમ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું. મંત્રી શ્રી રાજપુતે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના સંગઠિત ક્ષેત્રના…

Read More

(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર, મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મંત્રીશ્રીઓ પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર વિનિમય માટે કેબિનેટ કક્ષાના તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષસ્થાને ૧૧ ધારાસભ્યોની પરામર્શ સમિતિની રચના કરવામાં આવી છે. તેમ, નાયબ સચિવ શ્રી, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું છે.

Read More

(જી.એન.એસ) તા.૨૧ UIDAIના ચેરમેન, નીલકંઠ મિશ્રાએ જણાવ્યું હતું કે, UIDAI-આધાર દ્વારા વિકસાવવામાં આવેલ એઆઈ/એમએલ આધારિત ફેસ ઓથેન્ટિકેશન સોલ્યુશન, જે વર્ષ ૨૦૨૧ના ઓક્ટોબરમાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું હતું તે હાલ ૧૦૦ કરોડ ટ્રાન્ઝેક્શનો પાર કરી ચુક્યું છે. ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન અકડા પર નજર કરીએ તો છેલ્લા ૫ મહિનામાં ૫૦ કરોડથી વધીને ૧૦૦ કરોડ સુધી પહોંચ્યો છે. આ સિદ્ધિ આધારની ભૂમિકા અને મહત્વને પુનઃપ્રતિષ્ઠિત કરે છે.ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ.કૃષ્ણ અને UIDAIના સીઈઓ ભુવનેશ કુમારે તેમના સંબોધનમાં આધારની સ્વીકૃતિ અને ઉપયોગને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આધાર ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું મહત્વનો સ્તંભ છે. આધાર ફેસ ઓથેન્ટિકેશન માટે સરકારી અને…

Read More

(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વધુ ગતિશીલ બનાવીને પ્રવાસીઓને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાનો વ્યુહ અપનાવ્યો છે. આ ઉપરાંત તેમણે રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે ૨૨૬૮.૯૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ ૫૮ માર્ગો પર અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓની સર્કિટના વિકાસ દ્વારા આવા પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી અને સુલભતા વધારવાનો અભિગમ પણ રાખ્યો છે. ૫૮ માર્ગોની સુધારણાથી આ અભિગમને વેગ મળવા સાથે પ્રવાસીઓને…

Read More

(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને લોકોને અને ઉદ્યોગ વ્યાપારને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના ૧૧ કામો માટે ૪૬૭.૫૦ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.નાગરિકોને વાહનવ્યવહાર માટે સરળ અને સલામત માર્ગો મળે તથા પરિવહન ઝડપી બનાવી શકાય તેવો હેતુ મુખ્યમંત્રીશ્રીએ આ માર્ગો-પુલોના સ્ટ્રેન્ધનીંગ અને વાઈડનીંગમાં રાખ્યો છે. તેમણે આ અગાઉ સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા ૨૦ રસ્તાઓના કામો માટે ૨૪૫.૩૦ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે હવે વધુ ૧૧ માર્ગોને પહોળા કરવા ૪૬૭.૫૦ કરોડ રૂપિયા તેમણે…

Read More

(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર/અમદાવાદ, હાલ ગુજરાતમાં હિમોફિલિયાના 3000 દર્દીઓ, રાજ્યનું એકમાત્ર હિમોફિલિયા કેર સેન્ટર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત વિશ્વભરમાં લાખો લોકો દુર્લભ હિમોફિલિયાની બીમારીથી પીડાય છે. હિમોફિલિયા એ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું ન હોવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી એટલે તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર સારવાર આપવી જરૂરી છે. હાલમાં ગુજરાતમાં 3,000થી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે જેમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વિનામૂલ્યે ઇન્જેક્શન પ્રદાન કરી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને વિના મૂલ્યે ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી હતી, જેના કારણે હિમોફિલિયાના દર્દીઓ આજે વધુ…

Read More