(જી.એન.એસ) તા. 22
રાજકોટ,
રાજકોટ શહેરમાં આવેલા રેસકોર્સ મેદાનમાં દેવાયત ખવડનો ડાયરો યોજાયો હતો, જેમાં ખુબજ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ડાયરામાં ઉમટી પડ્યાં હતા. રાત્રે યોજાયેલ ડાયરા દરમિયાન દેવાયત ખવડે શિવતાંડવ ગાવાની શરૂઆત કરી કે, ઘણા બધા લોકો પૈસા ઉડાડવા સ્ટેજ પર ધસી ગયા હતા. જેના કારણે ચાલુ ડાયરે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી.
દેવાયત ખવડે શિવતાંડવની શરૂઆત કરી કે, તરત જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. લોકો પૈસા ઉડાડવા માટે સ્ટેજ તરફ ધસી આવ્યા હતા. જેના કારણે સ્ટેજ પર કેપેસિટી કરતા વધારે લોકો ચડી ગયા. આ કારણે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી ગયો હતો. સ્ટેજ તૂટતાં જ દેવાયત ખવડે શહેરીજનોને ટોણો મારતા કહ્યું કે, આ રંગીલું રાજકોટ છે, સ્ટેજ ભાંગી પણ નાંખે. ચાલુ ડાયરામાં જ તેમણે લોકોને નીચે ઉતરવાની અપીલ પણ કરી હતી.

