Author: devarshi

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનો મામલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં અનેક મોત ખુલાસા થવા પામ્યા છે, જેમાં આરોપી કાર્તિક પટેલને, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની સાથે રાખી ક્રોસ પૂછપરછ કરતા અનેક મોત અને ચોકાવનારા ખુલાસા થયા છે. જેમાં કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં વધુ ધંધો લાવવા માટે ચિરાગ અને રાહુલને દબાણ કરતો હતો. અમદાવાદમાં નરોડા, સાબરમતી, ગોતા અને પૂર્વ વિસ્તારમાં બીજી ચાર નવી હોસ્પિટલ ખોલવાનું પ્લાનિગ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં પણ નવી હોસ્પિટલ માટે ખ્યાતિ મેડીકેર નામની કંપની ચાલુ કરી હતી. જેના ડાયરેકટર કાર્તિક પટેલ હતા.

Read More

(જી.એન.એસ) તા. 24 સુરત, સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને એક મોટી સફળતા મળી છે જેમાં, છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાંચાલી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં આરોપીને પકડવામાં આવ્યો છે. સુરત અને અન્ય જિલ્લામાં 50થી વધુ ચોરી કરનારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડથી ઘણી ચોરીઓના ખુલાસાઓ થયા છે. આ મામલે મળતી માહિતી મુજબ સુરત પોલીસે 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓના માસ્ટરમાઇન્ડ વિજય હિંમત મકવાણાની અઠવાલાઈન્સની ન્યુ કોર્ટ બિલ્ડીંગ પાસેથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને સોનાનું બ્રેસલેટ સહિત કુલ રૂપિયા 2,39,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં…

Read More

(જી.એન.એસ) તા. 24 મહેસાણા, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેસાણા ખાતે ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયામાં એક બોગસ ઉમેદવારને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પકડાયેલ વ્યક્તિએ તેના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરી, ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં નામ અને સરનામાની વિગતોમાં એડિટિંગ કરી, પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરતાં પકડી પાડવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ 15 ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા તા.08/01/2025થી શરુ થઇ છે. જેમાં શારીરિક કસોટી દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ…

Read More

(જી.એન.એસ) તા. 24 રાપર, કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ છે. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો પણ નોંધાયો છે. ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ 17મીએ સવારે 10:30થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી. સગીરાએ પોતે સ્યુસાઇડ નોટમાં આ વાત લખી છે. 15…

Read More

(જી.એન.એસ) તા. 24 ભાવનગર, ભાવનગરના રેલ્વે મુસાફરોને એક ખૂબ મોત સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીના પ્રયત્નો સફળ થતાં હવે રેલવેના મુસાફરોને મળશે વધુ એક સારી સગવડ. ભાવનગર હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન ફાળવવામાં આવશે. રાજ્ય મંત્રીય અને સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયત્નોથી આ ટ્રેન ફાળવવામાં આવશે. આ ટ્રેન ભાવનગરથી હરિદ્વાર સપ્તાહમાં બે વખત દોડશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેનની ઓફિસેથી આ માહિતી આપવામાં આવી છે. રેલ્વે વિભાગ આ માટે ટાઇમટેબલ સાથે સત્તાવાર જાહેરાત કરશે. ભાવનગરને વધુ એક ટ્રેન ફાળવવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભાવનગરવાસીઓની લાંબા સમયથી માંગ હતી કે તેમને હરિદ્વારથી વધુ એક ટ્રેન ફાળવવામાં આવે. હવે તે માંગ…

Read More

(જી.એન.એસ) તા. 24 મુંબઈ, જસ્ટિસ એ. એસ. ગડકરી અને ન્યાયાધીશ એસ. સી. ચાંડકની બેન્ચે જણાવ્યું હતું કે વધુ અવાજ સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે અને કોઈ પણ વ્યક્તિ એવો દાવો કરી શકે નહીં કે જો તેને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવામાં આવે તો તેના અધિકારો કોઈપણ રીતે પ્રભાવિત થશે. બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, લાઉડસ્પીકર્સનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક ભાગ નથી. કોર્ટે કાયદા અમલીકરણ એજન્સીઓને ધ્વનિ પ્રદૂષણના ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું, “અમે એ હકીકતની ન્યાયિક નોંધ લઈએ છીએ કે સામાન્ય રીતે લોકો/નાગરિકો કોઈ પણ બાબતમાં…

Read More

(જી.એન.એસ) તા. 24 આણંદ, આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો છે. ATSએ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા છે. ફેકટરી માલિક સહિત 5 લોકોની ધરપકડ કરાઈ છે. ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. ફેકટરીમાંથી ઘેનની ગોળી બનાવવાના રો મટીરીયલની આડમાં ડ્રગ્સ બનાવતું હતું. ગુજરાત એટીએસના DYSP હર્ષ ઉપાધ્યાયને માહિતી મળી હતી કે આણંદ જિલ્લામાં ખંભાતના નેજા ગામમાં આવેલી એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે નશીલી દવાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેના આધારે એટીએસ દ્વારા ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફેક્ટરીમાં તપાસ કરતા મોટી માત્રામાં દવા બનાવવાનો પાવડર મળી આવ્યો હતો,…

Read More

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, યોગગુરુ રામદેવની તકલીફોમ ફરી એકવાર વધારો થયો છે, પતંજલિ ફૂડ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં, FSSAIએ કંપનીને લાલ મરચાંના પાવડરની આખી બેચ પરત બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. FSSAI અનુસાર, કંપનીએ સલામતી ધોરણોનું પાલન કર્યું નથી. પતંજલિએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે. કંપનીએ કહ્યું- FSSAIએ પતંજલિ ફૂડ્સ લિમિટેડને ખાદ્ય સુરક્ષાનું પાલન ન કરવાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓની સંપૂર્ણ બેચ એટલે કે બેચ નંબર – AJD2400012 નું લાલ મરચું પાઉડર (પેક) પાછા બોલાવવા નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ ગ્રુપની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડ દેશની અગ્રણી ખાદ્ય તેલ કંપનીઓમાંની એક છે.…

Read More

(જી.એન.એસ) તા. 24 વડોદરા, વડોદરા ખાતે આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સંચાલકો સહિત વાલીઓ, શિક્ષકો અને આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. વડોદરામાં ત્રણ જગ્યાએ આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી છે. ધમકી મળતાની સાથે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ધમકીને કારણે સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને પણ આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારે સ્કૂલમાં ન આવવા માટે સૂચના અપાઈ હતી.

Read More

(જી.એન.એસ) તા. 24 વિશ્વના પ્રતિષ્ઠિત પુરસ્કાર ઑસ્કર માટે આ વર્ષે નોમિનેશનની જાહેરાત થઈ ગઈ છે. 23 જાન્યુઆરીના રોજ લૉસ એંજલિસમાં એક કાર્યક્રમનું આયોજન થયું, જ્યાં એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયંસિઝે એ નામ પરથી પડદો હટાવ્યો છે, જે ઑસ્કર 2025 માટે નોમિનેટ થયા છે. આ નોમિનેશનમાં ભારત માટે ખાસ વાત એ છે કે ઈંડિયન અમેરિકન ફિલ્મ અનૂજા (હિન્દી ભાષાની ફિલ્મ)એ પણ બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જગ્યા બનાવી છે. બેસ્ટ એક્ટર બેસ્ટ એક્ટ્રેસ બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ બેસ્ટ પિક્ચર બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ બેસ્ટ લાઈવ એક્શન…

Read More