Author: devarshi

‘નારી શક્તિ સપ્તાહ’ના અંતર્ગત પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે મહિલા કર્મચારીઓને ઉત્તમ સેવા માટે કર્યા સન્માનિત (જી.એન.એસ) 3 અમદાવાદ, નારી સર્જન, સન્માન અને શક્તિનનું અનોખુ પ્રતીક છે. નારી આજે માત્ર સશક્ત બનતી નથી, પરંતુ અન્ય લોકોને પણ સશક્ત બનાવી રહી છે. નારીને સમાજમાં તેનું યોગ્ય સ્થાન આપીને જ નવા પરિમાણોનું નિર્માણ કરી શકાય છે. નારી સશક્તિકરણ માટે ટપાલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, અને વિવિધ બચત યોજનાઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સપોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને કારણે આજે મહિલાઓ સામાજિક અને આર્થિક પરિવર્તનની નવી વાર્તાઓ રચી રહી છે. ‘અહર્નિશ સેવામહે’ હેઠળ, ડાક વિભાગ હવે ફક્ત લોકોને પત્રો જ પહોંચાડી રહ્યું નથી, પરંતુ સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો લોકો સુધી પહોંચાડી રહ્યું છે અને આમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નારી સશક્તિકરણ દ્વારા જ સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવી શકાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપી કે ગુજરાત પરિમંડલમાં, 15 લાખથી વધુ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા કાર્યરત છે, જ્યારે 3,500થી વધુ ગામડાઓને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. 1.40 લાખથી વધુ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતા ખોલવામાં આવ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ૩૭ લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી ૪૮% ખાતા મહિલાઓના છે. જો મહિલા શક્તિ આત્મનિર્ભર બનશે તો ‘આત્મનિર્ભર ભારત’ ની વિભાવના પણ સાકાર થશે. આવી સ્થિતિમાં, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ ફક્ત આજની જરૂરિયાત નથી, પરંતુ વિકાસ અને પ્રગતિનું એક આવશ્યક તત્વ પણ છે. બેંક અને ડાક જીવન વીમામાં મહિલાઓને રોકાણ માટે પ્રેરણા આપી તેમનામા આર્થિક સશક્તીકરણની પ્રેરણા આપવામાં આવી રહી છે. ઉપરોક્ત લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના સંદર્ભમાં શરૂ કરેલા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)ના શુભારંભના અવસરે 3 માર્ચ, 2025ના રોજ વ્યક્ત કરી. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, ખાનપુર, અમદાવાદના સભાગારમાં યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે શ્રી યાદવે ડાક સેવાઓમાં શ્રેષ્ઠ કાર્ય કરનારી મહિલાઓને ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા. *સન્માનિત થનારી મહિલાઓની યાદી-* આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સિટી મંડળના આઈ.આઈ.એમ. મહિલા પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર કૃતિબેન મહેતા, શાહીબાગ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર હેતલબેન ભટ્ટ, બોપલ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર રૂચિબેન પરીખ, અમદાવાદ સિટી મંડળ કાર્યાલયની કાર્યાલય સહાયક પિનલબેન સોલંકી, માણેકબાગ પોસ્ટ ઓફિસના પોસ્ટમેન વર્ષાબેન ઠાકોર, મણિનગર પોસ્ટ ઓફિસ ના એમટીએસ સુરેખાબેન રાવલ, કુજડના બ્રાન્ચ પોસ્ટમાસ્ટર દિવ્યાબેન પટેલ, ગાંધીનગર મંડળના સાણંદ પોસ્ટ ઓફિસના ડાક સહાયક મહેશ્વરી ડોડિયા, ગાંધીનગર મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટમેન મિત્તલ પ્રજાપતિ, કલોલ મુખ્ય પોસ્ટ ઓફિસના એમટીએસ બિનલ ચૌધરી, ટ્રેન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર કુંજલ માલામડી, કડાદરા બ્રાંચ પોસ્ટમાસ્ટર પ્રગતિબેન સાધુ, અમદાવાદ જીપીઓની ડાક સહાયક રિંકલબેન શાહ, પોસ્ટમેન ભૂમિબેન પટેલ, એમટીએસ પારુલ રાઠવા, અમદાવાદ રેલવે ડાક સેવા ના સહાયક અધિક્ષક પ્રેયલ શાહ, ડાક નિરીક્ષક નિલોફર ઘોરી, સુપરવાઇઝર એન એમ ખરાડી, સોર્ટિંગ અસિસ્ટન્ટ દેવાંગી સોલંકી, સલમા વહોરા, જીડીએસ એસ એચ રાજપૂતને તેમના ઉત્તમ કાર્ય માટે સન્માનિત કર્યા. આ અવસરે, અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી વિકાસ પાલ્વે, ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી પિયૂષ રજક, અમદાવાદ સિટી મંડળના ડિપ્ટી સુપરિન્ટેન્ડન્ટ શ્રી વી.એમ. વહોરા, ગાંધીનગર મંડળના ડેપ્ટી સુપરિન્ટેન્ડન્ટ સુશ્રી મંજૂલાબેન પટેલ, અમદાવાદ જીપીઓના ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ શાહ, મેનેજર નેશનલ સોર્ટીંગ હબ શ્રી એન જી રાઠોડ, સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધી અને શ્રી એમ એમ શેખ, સહાયક અધિક્ષક સુશ્રી પ્રેયલબેન શાહ, શ્રી હેમંત કંતાર, શ્રી વિશાલ ચૌહાણ, ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, યોગેન્દ્ર રાઠોડ સહિત અનેક અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

Read More

ભૂતિયા ગામે તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં લેખિત અરજી   (જી.એન.એસ) સાબરકાંઠા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા ના ભૂતિયા ગામે તબીબે પ્રસુતાની ડિલિવરી કરાવતા મહિલાને ગર્ભાશયમાં નુકસાન પહોંચ્યું હતું, તે બાદ તે મહિલા ની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમ છતાં, મહિલાની તબિયત નાજુક જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રસુતાની તબિયત બગડતાં પતિ સહિત પરિવાર રોષે ભરાયો હતો. પરિવારે બોગસ તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં રજૂઆત કરી હતી અને કાર્યવાહી કરવા અરજી કરી હતી. ગ્રામજનો નું કહવું છે કે ખેડબ્રહ્મા, તાલુકાના ભૂતિયા ગામે નકલી તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે અને તેમના પર અંકુશ મેળવવો ખૂબ જરૂરી…

Read More

(જી.એન.એસ) તા. 3 પુણે, મહારાષ્ટ્ર પોલીસ પુણેમાં ચંદનના લાકડાની મોટા પ્રમાણમાં દાણચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસ વિભાગ દ્વારા આશરે 25 કરોડ રૂપિયાના ચંદનનું લાકડું પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી રવિવારે બપોરે કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અર્પિત સિંહ નામના વ્યક્તિ અને કન્ટેનર ડ્રાઈવરની અટકાયત કરી છે. હાલમાં પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. આ મામલે સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે બપોરે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ઉર્સે ટોલ નાકા પર ખંડણી વિરોધી ટુકડીએ મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનરને પકડ્યું. પોલીસને બાતમી મળી હતી કે કન્ટેનરમાં મોટા પ્રમાણમાં ચંદનની દાણચોરી થઈ રહી છે. પોલીસને…

Read More

નવી દિલ્હી અને પાંચ પ્રાદેશિક કેમ્પસના 478 વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને શ્રેષ્ઠતા પુરસ્કારોથી સન્માનિત કરવા માટે કોન્વોકેશન (જી.એન.એસ) તા. 3 નવી દિલ્હી, આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) નો મહાત્મા ગાંધી મંચ, IIMC, નવી દિલ્હી ખાતે તેનો 56માં દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. IIMCના ચાન્સેલર અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. 2023-24 બેચના વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને શ્રેષ્ઠતા પુરસ્કારોથી સન્માનિત કરવા માટે દીક્ષાંત સમારોહ આ દીક્ષાંત સમારોહમાં 2023-24 બેચના 9 અભ્યાસક્રમોના 478 વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિપ્લોમા પ્રમાણપત્રો એનાયત કરીને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવશે. સમારોહ દરમિયાન IIMC નવી દિલ્હી અને તેના પાંચ પ્રાદેશિક કેમ્પસ – ઢેંકનાલ, આઇઝોલ, અમરાવતી, કોટ્ટાયમ અને જમ્મુના વિદ્યાર્થીઓને તેમના ડિપ્લોમા એનાયત કરવામાં…

Read More

દુર્ઘટનામાં આઠ કામદારોના મોત થયા, જ્યારે 46 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા (જી.એન.એસ) તા. 3 ચમોલી, ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાને કારણે હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને બચાવવા માટેનું અભિયાન 60 કલાક બાદ પૂર્ણ થયું હતું. આ દુર્ઘટનામાં આઠ કામદારોના મોત થયા હતા, જ્યારે 46 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત વિવિધ એજન્સીઓના 200 થી વધુ લોકો સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા હતા. રવિવારે સાંજે ગ્લેશિયર નીચે ફસાયેલા એક મૃત મજૂરને બચાવી લેવામાં આવ્યો હતો. જે બાદ ઓપરેશન પૂર્ણ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વહીવટીતંત્ર દ્વાર પૂરજોશમાં બચાવ કામગીરી કરવામાં આવી હતી. શરૂઆતમાં, અવરોધિત…

Read More

બહુજન સમાજવાદી પાર્ટી એક્શનમાં; 24 જ કલાકમાં બીજી મોટી કાર્યવાહી (જી.એન.એસ) તા. 3 લખનૌ, ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીને ઘણાં સમયથી એવું લાગી રહ્યું હતું કે, આકાશ આનંદ જેને તેમણે પોતાની પાર્ટીના ઉત્તરાધિકારી જાહેર કર્યાં છે, તે સંપૂર્ણ રીતે પોતાના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં છે. રાષ્ટ્રીય કોઑર્ડિનેટર રહેતા આકાશ પર અશોક સિદ્ધાર્થનો પ્રભાવ વધારે છે અને અશોક સિદ્ધાર્થ માયાવતીના નાક નીચે પોતાની સમાંતર સિસ્ટમ ચલાવી રહ્યાં છે. જેમાં દેશના મોટા કોઑર્ડિનેટર અને નેતા વિના માયાવતીની જાણકારી વિના જ તેમની સિસ્ટમનો ભાગ બની ચુક્યા હતાં. ત્યારે હવે, માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. આ પહેલાં…

Read More

ખોટા નામે થી પસપોર્ટ કઢાવીને યુવક કેનેડા થઈ અમેરિકા પહોંચ્યો હતો (જી.એન.એસ) 3 અમદાવાદ, બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોનો દેશનિકાલ પણ કરવામાં આવ્યો છે ત્યારે હવે, અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગાંધીનગરના કલોલના રહેવાસી મૂળ નામ જીગ્નેશ જગદીશ પટેલ વસીમ ખલીલ નામના પાસપોર્ટથી કેનેડા થઈ અમેરિકા ગયો હતો. અમેરિકાથી પરત અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે પોલીસને જાણ કરી હતી. કોઈ પણ દેશમાં ગેરકાયદેસર રીતે જવું તે એ દેશના કાયદા પ્રમાણે ગેરકાનૂની છે. અત્યારે આ લોકો કેવી રીતે ગયા તેને…

Read More

(જી.એન.એસ) તા. 3 લોસ એન્જલસમ, 97મા ઓસ્કાર એવોર્ડ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસે શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રીઓ સહિત અનેક શ્રેણીઓમાં પુરસ્કારો આપ્યા. હોલીવુડ અભિનેતા કિરન કલ્કિનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘ફ્લો’ એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો છે અને શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ ૩ માર્ચે ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે યોજાયો હતો. 97મા ઓસ્કાર એવોર્ડ ના વિજેતાઓની યાદી:- – શ્રેષ્ઠ એક્શન લાઈવ શોર્ટ ફિલ્મ – આઈ એમ નોટ અ રોબોટ – શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ – આઈ…

Read More

(જી.એન.એસ) તા. 3 નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સલાહ આપી હતી કે તેમના (ઝેલેન્સકી) દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ રસ્તો શોધવો જોઈએ. નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે ઝેલેન્સકીને કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યાર સુધી યુક્રેન માટે જે કર્યું છે તેનું તેણે ખરેખર સન્માન કરવું જોઈએ. નાટોના સેક્રેટરી જનરલ યુક્રેનને જેવલિન એન્ટિટેન્ક મિસાઇલો સપ્લાય કરવાના 2019 માં ટ્રમ્પ વહીવટીતંત્રના અગાઉના નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેનો ઉપયોગ યુક્રેન 2022ના આક્રમણની પ્રથમ તરંગમાં રશિયન ટેન્કો સામે ઘાતક અસર માટે કરે છે. તેમજ માર્ક રુટેએ કહ્યું કે મને વિશ્વાસ છે કે અમેરિકા યુક્રેનમાં…

Read More

યુદ્ધવિરામ કરારનો પહેલો તબક્કો પૂરો થયા બાદ અને બીજા તબક્કા અંગે કોઈ સમજૂતી ન થતાં (જી.એન.એસ) તા. 3 યુદ્ધવિરામ કરારનો પહેલો તબક્કો પૂરો થયા બાદ અને બીજા તબક્કા અંગે કોઈ સમજૂતી ન થતાં હવે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માનવતાવાદી સહાયનો પ્રવેશ અટકાવી દીધો છે. આ અગાઉ ઈઝરાયેલે જાહેરાત કરી હતી કે તેણે કેટલાક બંધકોના બદલામાં યુદ્ધવિરામને રમઝાન સુધી લંબાવવાના અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. ઈઝરાયેલના આ પગલાંથી ગઝાના લોકોનો જીવ ફરી જોખમમાં મુકાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે 15 મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાને કારણે ગાઝામાં લગભગ બધું જ નાશ પામ્યું છે અને તેઓ મૂળભૂત સુવિધાઓ માટે પણ બહારની મદદ…

Read More