Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

ક્રિપ્ટોકરન્સી બજારમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે અફરાતફરી જોવા મળી હતી. સતત વેચવાલીના દબાણ વચ્ચે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન તૂટી ૮૮૫૨૦ ડોલર સુધી નીચે સરક્યો હતો, જે છેલ્લા સાત મહિનાનું તળિયું છે. જો કે નીચા સ્તરેથી થોડી રિકવરી નોંધાઈ હતી અને મોડી સાંજ સુધી બિટકોઈનનો ભાવ ફરી વધીને ૯૧૯૦૦ ડોલર આસપાસ કવોટ થવા લાગ્યો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે એવી અપેક્ષાઓ હવે ધૂંધળી બની રહી છે. એક મહિના પહેલા જ્યાં વ્યાજ ઘટાડાની સંભાવના ૯૮% હતી, તે હવે ઘટીને માત્ર ૩૦% રહી છે. આ પરિસ્થિતિમાં રોકાણકારો જોખમી એસેટસ, ખાસ કરીને ક્રિપ્ટોમાંથી પૈસા કાઢીને ડોલર તરફ સામું વળવા લાગ્યા છે.…

Read More

ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બરમાં રશિયાથી ભારત ખાતે ક્રુડ તેલના પૂરવઠામાં લગભગ ૫૦%નો મોટો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં જ્યાં પ્રતિદિન ૧૮.૯૦ લાખ બેરલ ક્રુડ મળતું હતું, ત્યાં નવેમ્બરમાં ઘટાડો થઈ તે માત્ર ૯.૪૮ લાખ બેરલ પ્રતિદિન પર આવી ગયું છે. આ ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકાએ ૨૧ નવેમ્બરથી રશિયાની બે મોટી ક્રૂડ ઓઈલ કંપનીઓ – રોઝનેફ્ટ અને લુકઓઈલ – પર લગાવેલા નવા પ્રતિબંધો છે. પ્રતિબંધ લાગુ થાય તે પહેલાં જ ભારતીય રિફાઈનરીઓએ રશિયાથી ક્રુડની ખરીદીમાં ધીમો વલણ અપનાવ્યું હતું. પરિણામે, આવતા મહીનાઓમાં ભારતના ક્રુડ પુરવઠેદારોમાં મોટા ફેરફારો સર્જાઈ શકે છે. રશિયા પર યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા સતત પ્રતિબંધો લાગતા…

Read More

નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં ભારતીય સિક્યુરિટીઝ માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)નું હોલ્ડિંગ મૂલ્ય વધીને ૧૪ મહિનાની ટોચે પહોંચી ગયું છે. જોકે આ ગાળામાં FPI નેટ વેચવાલ રહ્યા હતા, તેમ છતાં શેરબજારમાં થયેલા વધારા અને મજબૂત બજાર ભાવનાને કારણે તેમના કુલ હોલ્ડિંગના મૂલ્યમાં ઉછાળો નોંધાયો છે. એફપીઆઈની ‘એસેટ અન્ડર કસ્ટડી’ (AUC) નવેમ્બરના પ્રથમ પંદર દિવસમાં વધીને રૂ.૮૧.૫૩ લાખ કરોડ થઈ, જે સપ્ટેમ્બર ૨૦૨૪ બાદનું સર્વોચ્ચ સ્તર છે. કુલ AUCમાંથી રૂ.૭૪.૨૮ ટ્રિલિયન ઈક્વિટીમાં રોકાયેલા છે, જ્યારે બાકીનો મૂડીપ્રવાહ ડેબ્ટ અને હાઈબ્રિડ સાધનો તરફ વળ્યો છે, જેની પુષ્ટિ એનએસડીએલના તાજેતરના આંકડાઓ કરે છે. આ ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ બંનેમાં આશરે ૧.૫% જેટલો વધારો…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૩૨ સામે ૮૫૩૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૧૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૨૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૨૦ સામે ૨૬૧૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૬૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

દેશની નિકાસ ઓક્ટોબર મહિનામાં નોંધપાત્ર ઘટીને ૧૧.૮% નીચે આવી ૩૪.૩૮ અબજ ડોલર પર પહોંચી છે, જ્યારે આયાતમાં ૧૬.૬૩%નો ઉછાળો નોંધાયો છે અને કુલ આયાત ૭૬.૦૬ અબજ ડોલર સુધી થઈ છે. આ વધઘટના સીધા પ્રભાવ રૂપે દેશનો વ્યાપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) વધી ૪૧.૬૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ટ્રેડ ડેફિસિટ ૩૧.૧૫ અબજ ડોલર સુધી વધ્યો હતો. વાણિજ્ય મંત્રાલયે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. કુલ આયાતમાં થયેલા વધારા પાછળ મુખ્યત્વે સોનું, ચાંદી, પાસ, ખાતર અને સલ્ફર જેવી વસ્તુઓની આયાતમાં વધારો જવાબદાર રહ્યો હતો. ખાસ કરીને, સોનાની આયાત ઓક્ટોબરમાં દોઢગણી કરતાં પણ વધારે રહી હતી. સોનાની આયાત ૧૯૯.૨%ના જોરદાર…

Read More

દેશમાંથી જેમ્સ – જ્વેલરીની નિકાસ ઓક્ટોબર મહિનામાં નોંધપાત્ર ઘટીને રૂ.૧૯૧૭૩ કરોડ પર આવી ગઈ છે, જે ગત વર્ષની સરખામણીએ ૩૦.૫૭% ઓછું છે. જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા આ આંકડા મુજબ ગત વર્ષે આ જ ગાળામાં નિકાસ રૂ.૨૬૨૩૭ કરોડ રહી હતી. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ સેગમેન્ટમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. આ કેટેગરીની નિકાસ ૨૬.૯૭% ઘટીને રૂ.૯૦૭૧ કરોડ રહી, જ્યારે ગત વર્ષે તે રૂ.૧૧૮૦૬ કરોડ હતી. તે જ રીતે, પોલિશ્ડ લેબ-ગ્રોવ્ન ડાયમંડની નિકાસ ૩૪.૯૦% ઘટીને આશરે રૂ.૮૩૪ કરોડ રહી છે. ગોલ્ડ જ્વેલરીની નિકાસ પણ દબાણ હેઠળ રહી હતી અને ૨૮.૪% ઘટાડા સાથે રૂ.૭૫૨૦ કરોડ પર આવી ગઈ, જ્યારે ગત…

Read More

એસબીઆઈ રિસર્ચના નવા રિપોર્ટ અનુસાર દેશનો જીડીપી ગ્રોથ વર્તમાન નાણાં વર્ષના જુલાઈ -સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૭.૫% સુધી પહોંચી શકે છે. જીએસટીમાં થયેલા ઘટાડા, તહેવારોની સિઝનની શરૂઆત અને અંતિમ દિવસોમાં વધેલી માંગને કારણે અર્થતંત્રમાં નોંધપાત્ર ગતિ જોવા મળી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃત્તિમાં વધારો, ગ્રામીણ વપરાશમાં રિકવરી, સર્વિસીઝ અને મેન્યુફેક્ચરિંગમાં મજબૂત સ્થિતિ તેમજ જીએસટીનું તર્કસંગતકરણ – આ તમામ પરિબળોએ અર્થતંત્રને વધારાનો બળ આપ્યો છે. એસબીઆઈના ઈકોનોમિક રિસર્ચ વિભાગ અનુસાર કૃષિ, ઉદ્યોગ અને સર્વિસીઝ ક્ષેત્રોના કુલ ૮૩ મહત્વના વપરાશ અને માંગના ઇન્ડિકેટર્સ બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે પ્રથમ ત્રિમાસિકમાં આ ઇન્ડિકેટર્સ ૭૦ હતાં. આ આધારે રિપોર્ટમાં ૭.૫% જીડીપી ગ્રોથનો અંદાજ…

Read More

જુલાઈ થી સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન એફએમસીજી સેક્ટરે પોતાની ગતિ ગુમાવી છે. ડેટા એનાલિટિક્સ ફર્મ નીલ્સન IQના રિપોર્ટ મુજબ આ ત્રિમાસિકમાં સેક્ટરના વોલ્યૂમ ગ્રોથમાં ઘટાડો થઈને તે ૫.૪% પર આવી ગયો છે. જીએસટી દરોમાં થયેલા ફેરફારોને કારણે બજારમાં બનેલી અવ્યવસ્થાએ વેચાણની ગતિને અસર કરી છે. જોકે, ભાવવધારા વચ્ચે મૂલ્યની દૃષ્ટિએ સેક્ટરે મજબૂત ૧૨.૯નો ગ્રોથ નોંધાવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ વૃદ્ધિ ધીમી રહી છે. અહીં વોલ્યૂમ ગ્રોથ ૮.૪% નોંધાયો, જે ગત વર્ષની સરખામણીમાં થોડો ઓછો છે. તેમ છતાં, સતત સાતમા ક્વાર્ટરમાં ગ્રામીણ માંગ શહેરી વિસ્તારો કરતાં વધારે જ રહી છે. નાના પેકેજની માંગ વધતા યુનિટ ગ્રોથ કુલ વોલ્યૂમ ગ્રોથ કરતાં ઊંચો રહ્યો,…

Read More

અમેરિકામાં તાજેતરમાં લાગુ કરાયેલા ટેરિફ અને વૈશ્વિક સ્તરે વધી રહેલી આર્થિક અનિશ્ચિતતા કારણે બિઝનેસ વિઝાની કામગીરી પર આંશિક અસર થઈ રહી છે. જિયો-પોલિટિકલ મુદ્દાઓ, વૈશ્વિક મેક્રો અસ્થિરતા અને ટ્રમ્પના સતત બદલાતા નિવેદનોએ વિશ્વના અર્થતંત્રમાં સ્પષ્ટ અસર પાડી છે. તેમ છતાં, ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને દેશની કંપનીઓ વૈશ્વિક સ્તરે પોતાની હાજરી વધારવા સક્રિય બની છે. ભારતની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ યુએસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપ જેવા બજારોમાં ઓફિસ શરૂ કરીને આંતરરાષ્ટ્રીય બિઝનેસ મેળવવા પ્રયત્નશીલ છે, જે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત ટેકો આપી રહ્યું છે. કંપનીએ માત્ર ૨૦૨૫માં યુએસ માટે ૨૫ બિઝનેસ વિઝા ફાઇલ્સ પૂર્ણ કરી છે, જ્યારે ૬૦ થી…

Read More

સપ્ટેમ્બર ૨૦૨૫માં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાનો વલણ વધુ ઝડપી બન્યો છે. વિશ્લેષણ મુજબ, ક્વાર્ટરના અંત સુધીમાં આશરે ૪.૬% કંપનીઓમાં પ્રમોટરોએ પોતાનો ૧% અથવા વધુ હિસ્સો વેચી દીધો, જે એપ્રિલ-જૂન ગાળાની સરખામણીએ ઊંચો અને માર્ચ ક્વાર્ટરમાં નોંધાયેલા સ્તર કરતાં બમણા કરતાં વધુ છે. સ્ટોક ઓપ્શન જેવા નાના લેવડદેવડ દ્વારા પણ હિસ્સો ઘટવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ વિશ્લેષણ છેલ્લા દાયકાથી વધુ સમયગાળાના ૯૩૨ કંપનીઓના શેરહોલ્ડિંગ પેટર્ન પર આધારિત છે, જેમાં બીએસઈ-૫૦૦, બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ સૂચકાંકોની કંપનીઓનો સમાવેશ થાય છે. બજારમાં આવેલા ઊંચા મૂલ્યાંકન અને ઉદ્યોગોની વધતી મૂડીની જરૂરિયાત વચ્ચે પ્રમોટરોએ નફાકારક સ્તરે હિસ્સો વેચવાની…

Read More