(જી.એન.એસ) તા. ૨૯
ખેડા,
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI), પ્રાદેશિક કચેરી મુંબઈ દ્વારા ગુજરાતના ખેડા જીલ્લામાં એક નવા આધાર સેવા કેન્દ્ર (ASK) નું ખેડાનાં સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાઓ પ્રદાન કરવાના અને ડિજિટલ ઇન્ડિયાના વિઝનને મજબૂત કરવાના તેના મિશનને વધુ વેગ આપે છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદ (ખેડા), શ્રી મનીષભાઈ પટેલ, મેયર (નડિયાદ-ખેડા), શ્રી નિર્ભય ગોંડલિયા, એસડીએમ, શિક્ષણ વિભાગના નોડલ ઓફિસર શ્રીમતી મુક્તિબેન પંચાલ તેમજ UIDAI રાજ્ય કચેરી ગુજરાતના નિયામક શ્રી રાજેશ કુમાર ગુપ્તા અને ગુજરાત સરકારના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે બોલતા માનનીય સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે “ખેડામાં આ આધુનિક ASK આપણા નાગરિકો માટે ઝડપી, વધુ અનુકૂળ અને પારદર્શક આધાર સેવાઓ સુનિશ્ચિત કરશે. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા અને આપણા રાષ્ટ્રીય પ્રભાવને વિસ્તારવા તરફ આ એક અન્ય મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”
ઉદ્ઘાટન દરમિયાન, નજીકની શાળાઓના બાળકોએ આધાર સેવા કેન્દ્ર (ASK) ની મુલાકાત લીધી હતી અને માનનીય સાંસદ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમનું મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું, જે બાળકો માટે સમયસર આધાર અપડેટ કરવા પ્રત્યેની UIDAIની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
તમામ આધાર સેવા કેન્દ્રો સમાન સેવા ધોરણો, મજબૂત ડેટા સુરક્ષા અને ફરિયાદોનું સમયસર નિવારણ સુનિશ્ચિત કરવા માટે તેમના ભાગીદાર દ્વારા સીધા UIDAI દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે દરેક નાગરિકને વિશ્વસનીય ડિજિટલ ઓળખ પ્રદાન કરવાના તેના મેન્ડેટને પુનઃપુષ્ટ કરે છે.
મુખ્ય હાઇલાઇટ્સ
- સરળ પહોંચ: નેક્સસ 7 કોમ્પ્લેક્સ, યોગી નગર, નડિયાદ, ગુજરાત ખાતે આવેલું આ આધાર સેવા કેન્દ્ર (ASK) અઠવાડિયાના 7 દિવસ કાર્યરત રહેશે, જે નોંધણી (એનરોલમેન્ટ), 5 થી 17 વર્ષની વયના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા આપશે.
- સમાવેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર: કેન્દ્ર આધુનિક સુવિધાઓ, વ્હીલચેરની સુવિધા, સુલભ શૌચાલય અને સીમલેસ (અવરોધરહિત) સેવા વિતરણ સુનિશ્ચિત કરવા માટે એક સમર્પિત એએસકે (ASK) મેનેજરથી સજ્જ છે.
- ડિજિટલ ટૂલ્સ: નાગરિકો UIDAI એપોઇન્ટમેન્ટ પોર્ટલ (https://bookappointment.uidai.gov.in) પર અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે, જ્યારે જીઓ-ટેગ કરેલા ASK લોકેશન ભુવન આધાર પોર્ટલ (https://bhuvan-app3.nrsc.gov.in/aadhaar) પર ઉપલબ્ધ છે.
- ભવિષ્ય માટે તૈયાર સેવાઓ: આગામી પેઢીની ડિજિટલ ઓળખને સુરક્ષિત કરવા માટે શાળાઓમાં વિશેષ બાયોમેટ્રિક અપડેટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

