કુખ્યાત મોન્ટુ નામદારને ફર્લો રજા મંજૂર થયાના ગણતરીના કલાકોમાં જ ફરી જેલભેગા થવાનો વારો આવ્યો
(જી.એન.એસ) તા. ૧૦
અમદાવાદ,
શહેરના ખાડિયા વિસ્તારમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર વિરુદ્ધ વધુ બે ગુનો નોંધાયા. મોન્ટુ સહિત 3 વ્યક્તિઓએ ખાડિયા વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો હતો. આરોપી મોન્ટુ નામદાર ફર્લો રજા પરથી ખાડિયા આવીને રોડ પર ફટાકડા ફોડીને આતંક મચાવ્યો હતો. પોલીસ કંટ્રોલ મેસેજ મળતા જ પોલીસ પહોંચી હતી. ખાડિયા પોલીસ મોન્ટુને પકડવા ગઈ હતી, પોલીસને જોઈ ભાગવા જતા આરોપી મોન્ટુ નામદાર ધાબા પરથી પટકાયો હતો.
આરોપીના પગમાં ફ્રેકચર થતા ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ. દારૂના નશામાં હોવાનું સામે આવતા ખાડિયા પોલીસે મોન્ટુ નામદાર સામે અલગથી પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો. મર્ડરના ગુનામાં સાક્ષીને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. મર્ડરના ગુનામાં ફર્લો રજા પર બહાર આવ્યો હતો આરોપી મોન્ટુ. ફર્લો રદ થાય તે માટે ખાડિયા પોલીસે કરી કાર્યવાહી. મોન્ટુ સામે અત્યાર સુધી 9 અલગ અલગ ગુના નોંધાયેલા છે. હત્યા, છેતરપિંડી, ખોટા દસ્તાવેજના ગુના, જાનથી મારી નાખવાની ધમકી, પ્રોહીબિશન, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો ગુનો નોંધાયેલા છે. આરોપી મોન્ટુ નામદાર હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેની બે કેસમાં ધરપકડ કરવામાં આવશે. ખાડિયા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

