પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો: અમુલ
(જી.એન.એસ) તા. ૧૯
આણંદ,
દેશ અને વિદેશમાં પ્રખ્યાત એવી અમુલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, અમુલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
અમુલ ડેરીના આ નિર્ણયના કારણે જૂનો ભાવ જે રૂ. 865 હતો, તે હવે વધીને રૂ. 875 થઈ ગયો છે. ડેરી પ્રશાસન દ્વારા લેવાયેલો આ નવો ભાવ વધારો 1 June 2026 થી સમગ્ર જિલ્લામાં અમલી બનશે. અમુલ ડેરીના આ આર્થિક નિર્ણયથી ઉનાળાની સિઝનમાં લાખો પશુપાલકોની આવકમાં મોટો વધારો થશે અને તેમના જીવનધોરણમાં સુધારો જોવા મળશે.

