(જી.એન.એસ) તા.૭
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યશ્રીઓ આજે તા. ૦૭ થી તા. ૧૦ જાન્યુઆરી સુધી દક્ષિણ ગુજરાતના સિંચાઈ વિભાગના વિવિધ ડેમના અભ્યાસ પ્રવાસ અર્થે ગાંધીનગર ખાતેથી રવાના થયા છે. આ સમિતિ તા. ૦૭ અને ૦૮ જાન્યુઆરીએ કેવડીયા, કરજણ ડેમ, કાકરાપાર પ્રોજેક્ટ, ઉકાઈ ડેમ તથા માંડવીની મુલાકાત કરશે. આ ઉપરાંત સમિતિ તા. ૦૯ જાન્યુઆરીએ સોનગઢ, ઉચ્છલ, પૂર્ણા ડેમ, મધુબન ડેમની મુલાકાત કરી તા. ૧૦ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે પરત ફરશે.

