Author: gujdesk

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશોને પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પૂરતા પ્રબંધ કર્યા (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પૂરવઠો સરળતાએ મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીશ્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવશ્રી આર. સી. મીનાએ જણાવ્યુ છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ માટે ૩૮ આવશ્યક…

Read More

(જી.એન.એસ) તા. 09 વોશિંગ્ટન, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સામેલ નહીં થાય. અમારે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી.’ એક ટીવી ઈન્ટરવ્યૂમાં જે.ડી. વેન્સે આ નિવેદન આપ્યું. કાશ્મીરના પહલગામમાં મોટા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમેરિકાના ઉપ પ્રમુખનું આ નિવેદન મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યું છે. વિશ્વભરના મોટા ભાગના દેશો ખાસ કરીને મહાસત્તા ગણાતા દેશો તરફથી ભારતને સમર્થન મળતાં પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઈ છે. વેન્સે કહ્યું હતું કે,…

Read More

કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધી તેમના પ્રશ્નોને શાંતિ પૂર્વક સાભળી નિરાકરણની ખાતરી આપી હતી આ ઉપરાંત થયેલા કામો ની સમીક્ષા પણ કરી હતી (જી.એન.એસ) તા. 9 સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વડાલીના મદારી વસાહત ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા ભારત સરકાર કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે “ચૌપાલ સભા” યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે મદારી વસાહત ખાતે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધ્યો હતો. સંવાદ દરમિયાન લોકોની વચ્ચે ઉપસ્થિત રહી તેમના પ્રશ્નોને શાંતિ પૂર્વક સાંભળી પ્રશ્નોના નિરાકરણ અર્થે ખાતરી આપી હતી. આ સભામાં કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓ માટે ભારત…

Read More

(જી.એન.એસ) તા. 09 ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. ગુરુવારની નાટકીય ઘટનાઓ પછી – જ્યાં ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની રમત અધવચ્ચે જ છોડી દેવી પડી હતી – IPL 2025 માં સામાન્ય સ્થિતિ પાછી આવવાની અપેક્ષા હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે આઈપીએલ-2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હોવાનું બીસીસીઆઈના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુકલાએ જણાવ્યું છે. રાજીવ શુકલાએ નિવેદન આપ્યું છે કે, ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આઈપીએલની તમામ મેચો એક અઠવાડિયા સુધી મોફૂક કરવામાં આવી છે. આગામી…

Read More

(જી.એન.એસ) તા. 09 નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoK સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી ગયો છે. એવામાં વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાણકારી આપી છે. મહત્વનું છે કે, વિદેશ મંત્રાલયની આ 3 દિવસમાં આ ત્રીજી મહત્ત્વની પ્રેસ બ્રીફિંગ છે. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ આ પ્રેસ બ્રીફિંગમાં ઉપસ્થિત છે. વિદેશ સચિવ વિક્રમ મિસરી…

Read More

સરહદી જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓએ પોતાના જિલ્લામાં હાથ ધરાયેલા સુરક્ષા સલામતી પ્રબંધનની વિગતો વિડિયો કોન્ફરન્સથી આપી (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી શુક્રવારે સવારે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ગૃહ રાજ્ય…

Read More

વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ ૨૭૬ પ્રજાતિઓના સૌથી વધુ ૬.૯૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આજે ૧૦ મે એટલે કે, ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ ૨૦૨૫ (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ એમ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે એટલે કે, તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે જે સૌ…

Read More

(જી.એન.એસ) તા. 09 નવી દિલ્હી, ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. એવામાં શુક્રવારે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોટી બેઠક યોજી છે. આ સમગ્ર ઘટના પર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સાઉથ બ્લોકમાં સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં ભાગ લેવા માટે ત્રણેય સેનાના વડાઓ સંરક્ષણ મંત્રાલય પહોંચ્યા હતા. આજની બેઠકમાં પાકિસ્તાન સાથેના તણાવને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે…

Read More

તંત્રને સહકાર આપવા રાજ્યના નાગરિકોને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અપીલ સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણયનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે: શ્રી વિકાસ સહાય (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી ૯૬ કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા તેમજ આગામી તા.૧૫-મે, ૨૦૨૫ સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જરૂરી…

Read More

કૃષિ યાંત્રિકીકરણ યોજના અમદાવાદના ખેડૂત માટે વરદાન રૂપ સાબિત થઈ (જી.એન.એસ) તા. 9 અમદાવાદ/ગાંધીનગર, અમદાવાદના ખરાંટી ગામના અનુસૂચિત જાતિના એક સામાન્ય ખેડૂત, મહેશભાઇ રામજીભાઇ દુલેરા, આજે માત્ર પોતાના ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામોમાં પણ એક સફળ ખેડૂત તરીકે ઓળખાય છે. તેમની આ સફળતાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેમને કેન્દ્ર/રાજ્ય સરકારની એક મહત્વકાંક્ષી યોજના સબ-મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન (SMAM) વિશે જાણકારી મળી. મહેશભાઇ જણાવે છે કે, એક સમયે તેમની પાસે આધુનિક ખેતીના સાધનો ખરીદવા માટે પૂરતા પૈસા નહોતા. તેઓ હાર્વેસ્ટર ખરીદવા માંગતા હતા, પરંતુ તેમને આ માટેની કોઈ સરકારી સહાય યોજના વિશે ખબર નહોતી. એક દિવસ તેમની મુલાકાત ગ્રામસેવક સાથે…

Read More