Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
(જી.એન.એસ) તા. 10 ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તૈનાતી વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે રાત્રે 1:40 વાગ્યે પાકિસ્તાની હાઇસ્પિડ મિસાઇલ પંજાબના એસબેઝ સ્ટેશન પર છોડવામાં આવી હતી, જેને નષ્ટ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનોએ પાકિસ્તાનની 6 જગ્યાએ હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. આ…
(જી.એન.એસ) તા. 10 છેલ્લા ઘણા દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વચ્ચે પાકિસ્તાન તરફથી દાવા અને નકલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખૂબ જ વાઈરલ થઇ રહી છે. પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે ભારતે અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ દાવા પહેલા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, ‘પાકિસ્તાન અફઘાનિસ્તાન પર ભારતના હુમલાની વાત કરીને અફવાઓ ફેલાવી રહ્યું છે, બધા જાણે છે કે અફઘાનિસ્તાન પર કોણ હુમલો કરે છે.’ આ બધા દાવા વચ્ચે, અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાનું એક નિવેદન પણ સામે આવ્યું છે. હવે અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારજમીએ રેડિયો વાતચીત દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે, ‘પાકિસ્તાને કરેલા…
કુદરત પણ પાકિસ્તાનથી નારાજ હોય તેમ ભૂકંપની ઘટના બની (જી.એન.એસ) તા. 10 ઇસ્લામાબાદ, શનિવારે વહેલી સવારે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી હતી. જોકે હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવાર અને શનિવારે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે લગભગ 01.44 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે આજે બપોરે 01.44 વાગ્યે…
(જી.એન.એસ) તા. 10 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું “પ્રધાનમંત્રી @narendramodi ની અધ્યક્ષતામાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી @rajnathsingh, NSA અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.”
કંગાળ પાકિસ્તાનમાં તો અંદર અંદર જ ડખા, ફેરવેલ ટુ પાકિસ્તાન, વેલકમ ટુ બલૂચિસ્તાન (જી.એન.એસ) તા. 09 બલૂચિસ્તાન, કવેટા, કંગાળ પાકિસ્તાની સૈન્યને હાલત ખુબજ કફોળી થઈ ગઈ છે. પૂર્વીય સરહદે ભારત સામે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બલૂચિસ્તાનમાં બલોચ બળવાખોરો પાકિસ્તાની સૈન્ય સામે તેનું આક્રમણ પૂર જોશમાં વધાર્યું છે. ભારત સાથે સરહદ પર યુદ્ધ વચ્ચે પાકિસ્તાની સૈન્ય ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. આવા સમયે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું છે. ભારત સાથે યુદ્ધ વચ્ચે ગુરુવારે બલોચ પત્રકાર મિર યાર બલોચે એક્સ પર એક પોસ્ટ શૅર કરીને દાવો કર્યો હતો કે, બલૂચિસ્તાનમાં લોકોએ ઈમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો…
મેષ આજે તમે ભરપૂર મહેનત કરીને સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે તે તમારી માટે કશુંક સારૂં કરશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે, પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે. આજે તમે ગુસ્સે થયી કુટુંબ ના કોઈ…
તિથિ ત્રયોદશી (તેરસ) – 17:32:52 સુધી નક્ષત્ર ચિત્રા – 27:15:53 સુધી કરણ તૈતુલ – 17:32:52 સુધી પક્ષ શુક્લ યોગ સિદ્ધિ – 27:59:52 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:01:19 સૂર્યાસ્ત 19:10:50 ચંદ્ર રાશિ કન્યા – 13:42:56 સુધી ચંદ્રોદય 17:18:59 ચંદ્રાસ્ત 28:49:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 27 મહિનો પૂર્ણિમાંત વૈશાખ મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:09:30 અશુભ સમય દુર મુહુર્ત 06:01:19 થી 06:53:58 ના, 06:53:58 થી 07:46:36 ના કુલિક 06:53:58 થી 07:46:36 ના દુરી / મરણ 12:09:46 થી 13:02:24 ના રાહુ કાળ 09:18:42 થી 10:57:23 ના કાલવેલા/અર્ધ્યામ 13:55:02 થી 14:47:40 ના યમ ઘંટા…
સિંધુ જળ સંધિ સસ્પેન્શન: ‘સહાયકતા સિવાય કોઈ ભૂમિકા ભજવવાની નથી’, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા કહે છે
(જી.એન.એસ) તા. 09 વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ શુક્રવારે (9 મે) સિંધુ જળ સંધિના સસ્પેન્શન પર પોતાના મંતવ્યો શેર કર્યા, જેને ભારત દ્વારા સ્થગિત કરવામાં આવ્યું હતું, જે 22 એપ્રિલ (મંગળવાર) ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ બેંકના અધ્ય અજય બંગાએ કહ્યું છે કે, આ સંધીમાં અમારી ભૂમિકા માત્ર ફેસિલિટેટર એટલે કે મધ્યસ્થીની છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં જ આ સમજૂતી મામલે ઘર્ષણ થયું છે, જોકે અમે તેને ઉકેલવા માટે હસ્તક્ષેપ નહીં કરીએ. અજય…
108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત; આ વર્ષે નવીન 119 જેટલી ઉમેરાશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલની સામાન્ય એમ્બ્યુલન્સનું સંચાલન 108 સેવા દ્વારા થશે (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના પ્રજાજનો માટેની આકસ્મિક મેડિકલ સેવાઓ વધું સુદ્રઢ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આરોગ્ય મંત્રીશ્રીની સૂચનાને પગલે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રથી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટ્લ હસ્તકની સામાન્ય એમ્બ્યુલન્સ પૈકીની 542 જેટલી એમ્બ્યુલન્સને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સંચાલન કરવાનો નિર્દેશ જાહેર કરાયો છે. દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ(ઇન્ટર-ફેસિલીટી ટ્રાન્સફર-IFT) ખાતે રેફરલ કરવા તેમજ નજીકના ઇમરજન્સી…
જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ જિલ્લાનો સમાવેશ ૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫ (જી.એન.એસ) તા. 9 ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ આવતીકાલ તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ તા.૧૦ થી ૧૧ મે અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ…
