Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
(જી.એન.એસ) તા. 13 વૃંદાવન, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે (12 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. બંને જણ સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતાં. ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ અને શ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોહલીના રિટાયરમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી. બીસીસીઆઈ સતત તેને મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું, પણ કોહલીએ સોમવારે સત્તાવાર ધોરણે ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ જાહેરાતની થોડી જ ક્ષણો બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે મુંબઈ એરપોર્ટ પર હળવાશની પળોમાં જોવા મળ્યો હતો. ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા…
(જી.એન.એસ) તા. 13 કોલકાતા, પશ્ચિમ બંગાળના કોલકતાથી મહારાષ્ટ્રના મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાથી અફવાથી દોડધામ મચી જવા પામી હતી તે પછી આ મામલે એક મુસાફરની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોલકાતાથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એ સમયે અફરા- તફરી મચી ગઈ હતી જ્યારે ટેકઓફ પહેલા એક મુસાફરે ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત કરી. આ ઘટના કોલકાતા એરપોર્ટ પર બની હતી, જ્યાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફ્લાઇટને રોકી દીધી હતી. આ ઘટના અંગે CISF દ્વારા એક શંકાસ્પદ જણાતા મુસાફરની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં, ફ્લાઇટને…
આપણી આદિવાસી સંસ્કૃતિ અદ્ભુત છે; આપણી આદિવાસી સંસ્કૃતિ આપણી સંપત્તિ છેઃ ઉપરાષ્ટ્રપતિ (જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે નવી દિલ્હી ખાતે કહ્યું હતું કે, “મફત ભેટો આપવી, દાન આપવું અને કોઈના ખિસ્સા ભરવા એ સાચું સશક્તીકરણ નથી. સાચું સશક્તીકરણ એ છે જ્યારે તમે તે વ્યક્તિનો હાથ પકડીને તેમને સશક્ત બનાવો છો. તે ખુશી, સંતોષ, આંતરિક શક્તિ લાવે છે અને તમને તમારા પરિવારો પર ગર્વ પણ કરાવે છે.” મંગળવારે નવી દિલ્હીમાં ગારો હિલ્સ, ખાસી હિલ્સ અને જયંતિયા હિલ્સ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મેઘાલયના સ્વ-સહાય જૂથો (SHGs)ના સભ્યોને સંબોધતા શ્રી ધનખરે કહ્યું, “આપણા દેશનો ઉત્તર-પૂર્વ ભાગ આપણું રત્ન છે. 90ના દાયકામાં, એટલે કે લગભગ ત્રણ…
(જી.એન.એસ) તા. 13 અમૃતસર, પંજાબના અમૃતસરમાં આવેલ મજીઠામાં એક મોટી ઘટના બની હતી જેમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 5ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’ આ ઘટના મામલે અમૃતસરના એસએસપી મનિન્દર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રભજીત…
(જી.એન.એસ) તા. 13 પેન્સિલવેનિયા, પેન્સિલવેનિયામાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેન્સિલવેનિયામાં એક કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના દુઃખદ મોત થયા હતા, કારણ કે તેમનું વાહન ઝાડ સાથે અથડાયું હતું અને પછી પુલ સાથે અથડાયું હતું. આગળની પેસેન્જર સીટ પર બેઠેલા અન્ય એક મુસાફરને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શનિવારે સવારે (૧૦ મે) લેન્કેસ્ટર કાઉન્ટીમાં પેન્સિલવેનિયા ટર્નપાઇક પર થયેલા અકસ્માતમાં ઓહિયોના ક્લેવલેન્ડના વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું.એક કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના દુઃખદ મોત થયા હતા, કારણ કે તેમનું વાહન ઝાડ સાથે અથડાયું હતું અને પછી પુલ સાથે અથડાયું હતું. આગળની પેસેન્જર સીટ પર બેઠેલા અન્ય એક…
(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, તા. 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરાયું હતું. ત્યાર પછી અમુક રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું ન હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેર ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા 28,112 રિક્ષા ચાલકો વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ₹ 1.56 કરોડનો દંડ વસૂલ કર્યો છે. પોલીસ કમિશનરદ્વારા અપીલ છે કે, તમામ રિક્ષા ચાલકો દ્વારા મીટર ફરજિયાત લગાવવામાં આવે જેથી તેઓ દંડથી બચી શકે. આ બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું હતું કે, ‘રિક્ષાચાલક પેસેન્જરો પાસેથી પૈસા વધુ લેતા હોવાની ફરિયાદો…
(જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, છેલ્લા ઘણા દિવસો ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી હતી અને રજા પર ગયેલાને તાત્કાલિક ફરજના સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા. જોકે 10મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સામાન્ય બનતાં હવે રાજ્ય સરકારે કમર્ચારી અને અધિકારીઓની રજા મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રવર્તી છે. જો કે, તમામ લોકોએ અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર થવું પડશે. એટલું જ નહીં, રજાઓ દરમિયાન તમામે ફોન-ઈ મેલ પર પણ સતત ઉપલબ્ધ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બધા જ વિભાગો…
(જી.એન.એસ) તા. 13 ફિલ્મમેકર ઋષભ શેટ્ટી માટે વધુ એક મોટા આંચકા સ્વરૂપ દુખણાં સમાચાર આવ્યા છે, ફિલ્મ ‘કાંતારા ટૂ’નું શૂટિંગ શરુ થયું ત્યારથી આ ફિલ્મનાં યુનિટને એક પછી એક ટ્રેજેડીનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉ શૂટિંગની ટીમને બસ અકસ્માત, બાદમાં હજુ થોડા દિવસો પહેલાં એક કલાકારનું ડૂબી જતાં મોત અને હવે એક કલાકારનું ૩૪ વર્ષની વયે જ હાર્ટ એટેકથી મોત થતાં ફિલ્મની ટીમ આઘાતમાં સરી પડી છે. ફિલ્મના એક કલાકાર રાકેશ પુજારીને હાર્ટ એટેક આવતાં તેનું મોત નીપજ્યું હતું. તેણે થોડા સમય પહેલાં જ ‘કાંતારા ટૂ’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તે તેના એકમિત્રના લગ્નના મહેંદી ફંકશનમાં ગયો હતો જ્યાં તેની…
(જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ મંગળવારે ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો 2025 જાહેર કર્યા હતા. વિદ્યાર્થીઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ્સ – cbse.gov.in, cbseresults.nic.in, અને results.cbse.nic.in પર ચકાસી શકે છે. બોર્ડના એક પ્રકાશન મુજબ, ધોરણ 12 માટે કુલ પાસ ટકાવારી 88.39 ટકા છે, જે ગયા વર્ષ કરતા વધુ છે. ધોરણ 10 માટે, આ વર્ષે કુલ પાસ ટકાવારી 93.66 ટકા નોંધાઈ છે. CBSE પરિણામ 2025 ની માર્કશીટ પરીક્ષાર્થીના રોલ નંબર, પ્રવેશ કાર્ડ ID, શાળા કોડ અને જન્મ તારીખ જેવા લોગિન ઓળખપત્રોનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. 2024-25 શૈક્ષણિક સત્રથી, CBSE એ શૈક્ષણિક દબાણ…
(જી.એન.એસ) તા. 13 શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. તેમજ તેની બાતમી આપનારા માટે રૂ. 20 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી હુમલાખોર આતંકવાદીઓની ધરપકડ કરવાની આકરી કવાયત હાથ ધરી છે. તેમ છતાં તેઓ હજુ સુધી પકડ્યા નથી. પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પર્યટકો પર અંધાધૂધ ગોળીબાર કરી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં 26 નિર્દોષની તેમના જ પરિવારની સામે હત્યા કરી હતી.…
