Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
- વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની: આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે : મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ
Author: dhrumit
ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે ઉત્તરાખંડના દરેક જિલ્લામાં રમતગમતની માળખાગત સુવિધા પૂરી પાડીને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવભૂમિને, ‘ખેલ ભૂમિ’ પણ બનાવી (જી.એન.એસ) તા. 15 હલ્દવાની, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઉત્તરાખંડનાં હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે 38માં ‘રાષ્ટ્રીય રમતો’નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, મેઘાલયનાં મુખ્યમંત્રી શ્રી કોનરાડ સંગમા અને કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી શ્રી અજય ટમ્ટા સહિત અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોના સફળ…
(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ’ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પખવાડીયાનો શુભારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫એ કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ અંગે નાગરીકોમાં જનજાગૃતિ વધારવા અને પશુધનના કલ્યાણને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, “પ્રાણી કલ્યાણ પખવાડીયા- ૨૦૨૫” અંતર્ગત જનજાગૃતિ માટે પશુપાલકો અને દૂરના ગામડાઓમાં વસતા નાગરીકોમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ આવે…
પોલીસમાં ખાલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે (જી.એન.એસ) તા. 15 અમદાવાદ/ગાંધીનગર, ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે. પોલીસમાં ખાલી રહેલ જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરી આ માહિતી આપવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. પોલીસમાં ખાલી પડેલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, * વડાપ્રધાનશ્રીએ ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું તેથી કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યાં છે * એરંડા ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે * વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં ગુજરાતનો સિંહફાળો છે * વડાપ્રધાનશ્રીના માળખાકીય વિકાસના અને નીતિગત પ્રયાસોથી ગુજરાતમાં એરંડાના વાવેતર વિસ્તારમાં માતબર વધારો થયો * રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેક્નોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે “23મી…
ઉત્તર ગુજરાતના વડનગરમાં સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI) L&T દ્વારા રૂ. 22 કરોડના અંદાજિત ખર્ચે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના વતન વડનગરમાં ઈન્સ્ટિટ્યુટનું નિર્માણ થશે (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં ધરોઈ વિસ્તારના વિવિધ વિકાસકામો-ભારતમાલા પ્રોજેક્ટ તથા બાંધકામ ક્ષેત્રના અન્ય મોટા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાન-કૌશલ્યથી સજ્જ કુશળ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો L&T લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા. આ MoU અન્વયે L&T ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની સ્થાપના કરશે. રાજ્ય સરકારના…
બે બાળકોને ત્યજી દેનારો અને તેમની માતાની ક્રુરતાપુર્વક હત્યા કરનારો બીજો કોઇ નહી પરંતુ પોતાનો જ પિતા “ઉદય” નિકળ્યો (જી.એન.એસ) તા. 14 ખેડા નડિયાદ, ખેડા-નડિયાદ જિલ્લામાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દિકરીને લાશની બાજુમાં પટકીને ચાલ્યો ગયેલો હત્યારો આખરે પકડાઇ ગયો છે. મૃતદેહની બાજુમાં તરછોડી દેવાયેલી માસુમ બાળકીનો ચહેરો અને રડમસ આંખો એક હેડ કોન્સ્ટેબલના મગજમાં ઘર કરી ગઇ હતી, તેવી જ આંખો સાથેના એક બાળકના ફોટોની ઇન્સ્ટાગ્રામમાં આવેલી એક પોસ્ટથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે. જાણીએ તે જ હેડ કોન્સ્ટેબલના શબ્દોમાં. હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ…
(જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬ ફેબ્રુઆરી૨૦૨૫, રવિવારના રોજ સવારના ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી- કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, એમ રાજયના…
અંત્યોદય પરિવારની આવકના સ્ત્રોત વધારીને ટકાઉ આજીવિકા માટે યોગ્ય માર્ગદર્શન અપાશે (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટિંગ લાઇવલીહુડ્સ -અંત્યોદય પરિવારોની આજીવિકા વધારવા માટે ગુજરાતની યોજના) આ વર્ષે જાહેર કરી છે જે આગામી પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યના 10 જિલ્લા અંતર્ગત 25 તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (એએવાય) કાર્ડ ધારક પરિવારોને લાભ પહોંચાડશે. આ યોજનાનું અમલીકરણ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં અંત્યોદય પરિવારોને આજીવિકા,…
‘મતદાતાઓ દ્વારા મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી’: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે મતદાન પ્રક્રિયા પારદર્શિ,સુચારુ અને વ્યવસ્થિત રિતે યોજાય તે બાબતની કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા વિશેષ સુચન (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લીધી હતી. મતદાનના દિવસે ચૂંટણી સ્ટાફ તથા મતદારોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તથા મતદાન પ્રક્રિયા પારદર્શિ, સુચારુ અને વ્યવસ્થિત રીતે યોજાય તે બાબતની કાળજી રાખવા માટે સૂચના…
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના તમામ કમિશનરેટમાં નવા ફોજદારી કાયદાઓ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા જોઈએ મોદી સરકાર દેશવાસીઓને ઝડપી અને પારદર્શક ન્યાય વ્યવસ્થા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે (જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિકને લગતી વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક, બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરડી)ના મહાનિદેશક, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના મહાનિદેશક અને કેન્દ્રીય…
