Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: dhrumit
મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગુજરાતને સતત મોખરે રાખવા રાજ્ય સરકારે મત્સ્યોધોગ માટે રૂ.૧૪૧૦ કરોડની જોગવાઇ કરી (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન અને કૃષિ બંને એકબીજાના પૂરક વ્યવસાય છે. એટલા માટે જ, પશુપાલન વિના ટકાઉ કૃષિ વિકાસની કલ્પના શક્ય નથી. ગુજરાતના પશુપાલકોની આવકમાં વૃદ્ધિ કરવા તેમજ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવા રાજ્ય સરકાર દ્રઢ સંકલ્પ સાથે કામ કરી રહી છે. પશુપાલન અને મત્સ્યોદ્યોગ પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા દરમિયાન પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવવા માટે પશુઓની નસલ સુધારણા અને પશુ આરોગ્ય પર રાજ્ય સરકારે વિશેષ…
ભાવનગરમાં બ્રાઉનફિલ્ડ બંદર વિકસાવવા રૂ.૪૦૨૪ કરોડનાં રોકાણ માટે કન્સેશન એગ્રીમેન્ટ કરાયા (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિશાળ દરિયાકાંઠાના પરિણામે રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવવા રાજ્યના બંદરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. ત્યારે રાજ્યના બંદરોના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. બંદર વિભાગ હેઠળના બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, દેશના દરિયા કિનારાનો આશરે ૨૮ ટકા જેટલો દરિયાકાંઠો ગુજરાતને ઉપલબ્ધ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બંદરોના વિકાસને પ્રાધાન્ય આપીને અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. જેના પરિણામે…
અમદાવાદમાં ગટર સફાઈ દરમિયાન જે દુઃખદ ઘટના બની છે, એવી ઘટના ગુજરાતમાં ક્યાંય પણ બનવી જોઈએ નહીં:-આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવાર (જી.એન.એસ) તા. 18 અમદાવાદ, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હીના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે અમદાવાદની મુલાકાત દરમિયાન એનેક્ષી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને સફાઈકર્મીઓના સંગઠનો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે વસ્ત્રાપુર વિસ્તારમાં બોડકદેવ નજીક નયનદીપ એપાર્ટમેન્ટની ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામેલ ઘટના સંદર્ભે રૂબરૂ સ્થળ તપાસ કરી હતી. આ અંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદમાં ગટર સફાઈ દરમિયાન જે દુઃખદ ઘટના બની છે, એવી કોઈપણ ઘટના ગુજરાતમાં…
નેશનલ ડિફેન્સ કોલેજના પ્રતિનિધિમંડળનો તા.17 થી 21 માર્ચ સુધી ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ અર્થે આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના પ્રતિનિધિમંડળે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રતિનિધિમંડળના તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાત રાજ્યમાં કરવામાં આવનાર ‘આર્થિક સુરક્ષા’ વિષય અંગેનો અભ્યાસ તેમના અભ્યાસક્રમમાં અગત્યનું પાસું સાબિત થશે તેવો વિશ્વાસ રાજયપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, સંરક્ષણ મંત્રાલય હસ્તકની તાલીમ સંસ્થા નેશનલ ડિફેન્સ કોલેજ દ્વારા ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર અને સમકક્ષ રેન્કના અધિકારીઓ, સંયુક્ત સચિવ/નિયામક સ્તરના વહીવટી સેવાઓના અધિકારીઓ અને…
શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ ની રૂ. ૫૯,૯૯૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં મંજૂર (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ અંગે ચર્ચા કરતાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી ગુજરાતની શાળાઓમાં વર્લ્ડક્લાસ શિક્ષણ આપવું એ જ રાજ્ય સરકારનો નિર્ધાર છે. અમારી સરકાર ગુજરાતના ભાવિ નાગરિકો એટલે કે આજનાં વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તાયુકત શિક્ષણ આપવા કટિબદ્ધ છે. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણના મહત્વને સમજીને આ અંદાજપત્રમાં આ વર્ષે શિક્ષણ વિભાગને રૂ. ૫૯,૯૯૯ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. મંત્રીશ્રી કુબેરભાઈએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે દાયકા પહેલા શરૂ કરેલ…
(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, 1 માર્ચ, 2020થી, પીડીએસ કેરોસીનની છૂટક વેચાણ કિંમત પાન ઇન્ડિયા ધોરણે એનઆઈએલ અંડર-રિકવરી સ્તરે જાળવવામાં આવી રહી છે. સરકાર રસોઈ અને પ્રકાશના હેતુસર જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) કેરોસીનની ફાળવણી કરે છે. આ ઉપરાંત સરકારે વર્ષ 2012માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કુદરતી આપત્તિઓ, ધાર્મિક કાર્યો, મત્સ્યપાલન, વિવિધ યાત્રાઓ વગેરે જેવી વિશેષ જરૂરિયાતો માટે દરેક નાણાકીય વર્ષ દરમિયાન સબસિડી વિનાના દરે પીડીએસ કેરોસીનનો એક મહિનાનો ક્વોટા ફાળવવાની સત્તા પણ આપી છે. કેરોસીનની પ્રદૂષક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પીડીએસ હેઠળ એસ.કે.ઓ.ની ફાળવણીને તર્કસંગત બનાવવામાં આવી છે. વધુમાં, સરકારે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ ફોર કેરોસીન યોજના (ડીબીટીકે) હેઠળ રાજ્યોને વર્ષ 2015-16થી 2019-20 સુધી પીડીએસ કેરોસીનની ફાળવણી સ્વૈચ્છિક રીતે સુપરત કરવા માટે રોકડ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2023-24 સુધી13 રાજ્યો કેરોસીન…
હેકાથોન અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો માટે ખુલ્લું છે (જી.એન.એસ) તા. 17 ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ 5જી ઇનોવેશન હેકાથોન 2025ની જાહેરાત કરી છે, જે સામાજિક અને ઔદ્યોગિક પડકારોને પહોંચી વળવા માટે નવીન 5જી-સંચાલિત સોલ્યુશન્સના વિકાસને વેગ આપવા માટે છ મહિનાની પહેલ છે. વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો માટે ખુલ્લો આ કાર્યક્રમ 100થી વધારે 5G યુઝ કેસ લેબ્સમાં માર્ગદર્શન, ભંડોળ અને સુલભતા પ્રદાન કરે છે, જે સહભાગીઓને સ્વપ્નદ્રષ્ટા વિચારોને સ્કેલેબલ ટેકનોલોજીમાં રૂપાંતરિત કરવા સક્ષમ બનાવે છે. હેકાથોન એઆઈ-સંચાલિત નેટવર્ક જાળવણી, આઇઓટી-સક્ષમ સોલ્યુશન્સ, 5જી બ્રોડકાસ્ટિંગ, સ્માર્ટ હેલ્થ, કૃષિ, ઔદ્યોગિક ઓટોમેશન, નોન-ટેરેસ્ટ્રીયલ નેટવર્ક્સ (એનટીએન), ડી2એમ, વી2એક્સ અને ક્વોન્ટમ કમ્યુનિકેશન જેવી મુખ્ય 5જી એપ્લિકેશન્સ પર કેન્દ્રિત દરખાસ્તોને આમંત્રિત કરે છે. સહભાગીઓને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના નિવારણ માટે નેટવર્ક કાપણી, સેવાની ગુણવત્તા (QoS) અને કોલ-ફ્લો દૃશ્યો જેવી 5G સુવિધાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે નેશનલ ડિફેન્સ કોલેજ-NDCના અધિકારીઓ (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને ૧૭ સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ભારતીય સેનાના મેજર જનરલ શ્રી અજયકુમાર સિંઘના નેતૃત્વમાં ૧૭ મેમ્બર્સની આ ટીમ મળી હતી. આ ટીમમાં ઈન્ડીયન રેવન્યુ સર્વીસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગલાદેશ,તાનઝાનીયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહભાગી થયા હતા. નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા પાર્ટનર કન્ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે…
(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર/ગીર સોમનાથ, ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. મંત્રી શ્રી રાજપૂતે કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૯૦૪, કોડીનારમાં ૨૧૧, વેરાવળમાં ૧૩૧ તેમજ સૂત્રાપાડા તાલુકામાં ૬૮૪ એમ ચાર તાલુકામાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ ૧,૯૩૦ અરજીઓની જમીન રી સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને…
છેલ્લાં ૧૦ વર્ષમાં આયુર્વેદિક ઉત્પાદનોનું ટર્નઓવર ૨.૮૫ બિલિયન ડૉલરથી વધીને ૨૪ બિલિયન ડૉલર થયું: આયુષ મંત્રાલયના સચિવ શ્રી રાજેશ કોટેચા (જી.એન.એસ) તા. 16 અમદાવાદ, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા અમદાવાદ ખાતે ‘વંદે આયુકોન-૨૦૨૫’માં ઉપસ્થિત વૈદ્યોને સંબોધન કરતાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે. મંત્રીશ્રી પટેલે કહ્યું કે આપણાં ઘરના રસોડામાં રહેલો મસાલાનો ડબ્બો પણ આયુર્વેદનો ખજાનો જ છે. આયુર્વેદનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને એટલે આયુર્વેદના ચિકિત્સકોએ તેમને ડૉક્ટર તરીકે ઓળખાવવાના બદલે વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ તેમ તેમણે સૂચવ્યું હતું. આયુર્વેદ શબ્દનું મહત્ત્વ સમજાવતાં મંત્રીશ્રીએ…
