Author: dhrumit

વાહન વ્યવહાર પ્રભાગની રૂ. ૩૫૭૯.૦૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર/અમદાવાદ, વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત એસ.ટી બસોને “કોમન મેનની શાહી સવારી” ગણાવતા જણાવ્યું હતું કે, એસ.ટી.ની સવારી આજે લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની રહી છે. એસ.ટી. માત્ર પરિવહનનું માધ્યમ જ નહિ, પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓની પાંખો છે. આ સંદર્ભે મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારોમાં નાગરિકોને માદરે વતન પહોંચાડવા, શ્રદ્ધાળુઓને સોમનાથ, દ્વારકા અને ડાકોર જેવા યાત્રાધામો…

Read More

(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, ટપાલ સેવા ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 25/03/2025ના રોજ 15:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે. અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), સિનિયર પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ-380009ને મોકલવી જેથી નિયત તારીખ 22/03/2025 સુધી અત્રે કચેરી એ પહોચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં. ફરિયાદ વિષયવક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નૌતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે…

Read More

ગૃહ વિભાગનું આ બજેટ મુખ્ય પાંચ સ્તંભો SHIELD આધારીત, જે ગુજરાતની શાંતી, સલામતી અને સુરક્ષાની પરીસ્થિતિને વધુ વેગ આપશે (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. ગુજરાત અને ગુજરાતની પ્રજાએ સમગ્ર વિશ્વમાં વિકાસના પાયા પર રચાયેલી આર્થિક સદ્ધરતા અને શાંત-સુખી જનજીવનનો આદર્શ ઉદાહરણ પૂરૂ પાડયું છે, તેનો સૌથી મોટો શ્રેય ગુજરાતમાં રહેલા કાયદો…

Read More

(જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તા. ૨૪/૦૩/૨૦૨૫ હતી, જે હવે તા. ૧૫/૦૪/૨૦૨૫ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે. આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો…

Read More

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, ભારત સરકારે સહકારી ખાંડ મિલોને મજબૂત બનાવવા માટે નીચેના પગલાં લીધાં છે:- સહકારી ખાંડ મિલોને આવકવેરામાં રાહત: ભારતના કેટલાક રાજ્યોમાં સહકારી ક્ષેત્રમાં કાર્યરત ખાંડ ફેક્ટરીઓ શેરડીના ખેડૂતોને અંતિમ રકમ ચૂકવે છે, જેને ઘણીવાર અંતિમ શેરડીનો ભાવ (FCP) તરીકે ઓળખવામાં આવે છે જે કેન્દ્ર સરકાર દ્વારા શેરડી નિયંત્રણ આદેશ, 1996 હેઠળ નક્કી કરાયેલા વૈધાનિક લઘુત્તમ ભાવ (SMP) કરતાં વધુ હોય છે. સહકારી ખાંડ ફેક્ટરીઓ દ્વારા શેરડીની ખરીદી માટે SMP કરતાં વધુ FCP ચૂકવવાથી કરવેરાના દાવા થયા હતા. સહકારી ખાંડ ફેક્ટરીઓ આ વધારાની ચુકવણીનો વ્યવસાયિક ખર્ચ તરીકે દાવો કરી રહી હતી. જ્યારે મૂલ્યાંકનમાં તેને નામંજૂર કરવામાં આવ્યું છે કારણ કે SMP કરતાં વધુ શેરડીની ખરીદી માટે ચૂકવવામાં આવતી…

Read More

(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, 100 બટાલિયન, રેપિડ એક્શન ફોર્સ, વસ્ત્રાલ, અમદાવાદના પરિસરમાં આજે 19.03.2025ના રોજ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો “86મો CRPF દિવસ-2025” ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. સમારંભના મુખ્ય અતિથિ શ્રી રવિ ગોપાલ વર્મા, નાયબ મહાનિરીક્ષક, રેન્જ 11, રેપિડ એક્શન ફોર્સ, મુંબઈ, પ્રથમ “શહીદ સ્થળ” પર પહોંચ્યા હતા અને શહીદોને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. જેનું નેતૃત્વ કમાન્ડન્ટ શ્રી રતુલ દાસ કરી રહ્યા હતા. ત્યારબાદ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, રેન્જ II, રેપિડ એક્શન ફોર્સ બટાલિયનના ક્વાર્ટર ગાર્ડ પર પહોંચીને ગાર્ડની સલામી લીધી હતી અને ત્યાર બાદ તેમણે ક્વાર્ટર ગાર્ડમાં હાજર તમામ ગેઝેટેડ અધિકારીઓ, અધીનસ્થ અધિકારીઓ અને જવાનોને સંબોધ્યા હતા. તેમના સંબોધન દરમિયાન, મુખ્ય અતિથિએ “CRPF દિવસ”ના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને માહિતી આપી કે ભારતના તત્કાલીન પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને…

Read More

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર/છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અપાયેલા લાભની વિગતો આપતાં જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના થકી ૬૫૪ ગામોને લાભ અપાયો છે. આ અંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં ૨૨૨ હેન્ડ પંપ બનાવવામાં આવ્યા છે. હેન્ડ પંપ બનાવવા માટેની ૧૩૧ તથા મિનિ વોટર વર્કસ બનાવવા માટેની ૧૨ અરજી મળી હતી. તે પૈકી હેન્ડ પંપ બનાવવા માટેની ૭૨ અને મિનિ વોટર વર્કસ બનાવવા માટેની એક અરજી મંજૂર કરવામાં આવી છે. જ્યારે તાલુકાવાર વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હેન્ડપંપ…

Read More

વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને દેશના 1.4 અબજ લોકોની ભાવનાઓને વ્યક્ત કરી લખ્યો પત્ર (જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને સુરક્ષિત વાપસીની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન 18 માર્ચ, મંગળવારના રોજ સવારે 10.35 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું. નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. જોકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં…

Read More

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, ગુજરાતે હંમેશા મીઠા આવકાર સાથે ઉદ્યોગો અને વેપાર કરવા ઇચ્છતા સાહસિકોનું સ્વાગત કર્યુ છે જેના પરિણામે ગુજરાત આજે દેશમાં તમામ ક્ષેત્રે વિકાસનું રોલ મોડેલ સાબિત થયું છે. ‘‘વિશ્વામિત્રના ભારતને જેમણે વિશ્વ-મિત્ર ભારત બનાવ્યું છે’’ તેવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજયના વિકાસની ગતિને બૂલેટ ટ્રેનની ઝડપ આપી છે. ‘‘વિકસિત ગુજરાતથી, વિકસિત ભારત’’ના નિર્ધાર સાથે દોડી રહેલી વિકાસની યાત્રા રાજયના સરળ, મજબૂત, મક્કમ, અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં મકકમતાથી આગળ વધી રહી છે તેમ આજે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ,ખાણ અને ખનિજ વિભાગની અંદાજપત્રિય પરની માંગણીઓની ચર્ચા દરમિયાન ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. ઉદ્યોગ,ખાણ…

Read More

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, રાજ્યના નિયમિત નિમણૂક ધરાવતાં સરકારી કર્મચારીઓ માટેની મકાન પેશગી અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના કુલ ૬૭૩૮ કર્મયોગીઓએ મકાન બાંધકામ પેશગીનો લાભ લીધો છે, જે અંતર્ગત હાલમાં કર્મચારીઓ દ્વારા સરકારને પરત ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે વધુ વિગત આપતાં નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું કે નાણાં વિભાગના તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ના ઠરાવ મુજબ રહેણાંકના હેતુ માટે જમીનની ખરીદી સહિત નવું મકાન કે ફલેટના બાંધકામ માટે નિયમિત નિમણૂક ધરાવતાં સરકારી કર્મચારીઓને ૩૪ માસિક મૂળ પગાર અથવા મકાનની અપેક્ષિત કિંમત અથવા રૂ. ૨૫ લાખ, એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય,…

Read More