Author: dhrumit

અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આવતીકાલ તા. ૨૨ માર્ચે ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ખાતે લાભાર્થીઓને લોન તથા સહાય વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા નિગમોના જુદી જુદી યોજનાઓના અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ એમ કુલ આઠ જિલ્લાના લાભાર્થીઓને લોન તથા સહાય વિતરણ કરાશે તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની યાદીમાં જણાવાયું હતું.…

Read More

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે ‘૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ પૂર્વે કુલ ૫૫,૮૬૦ પ્રોજેક્ટમાં રૂ. ૯,૪૫,૧૫૮.૬૮ કરોડના સૂચિત મૂડીરોકાણ માટે એમ.ઓ.યુ. થયા હતા. જે પૈકી કુલ ૩૨,૮૦૧ પ્રોજેક્ટસ કમિશન્ડ થયા અને ૧૩,૦૫૧ જેટલા પ્રોજેક્ટસ પ્રાથમિક તબક્કે છે, તેમજ ૬,૨૧૭ પ્રોજેક્ટ અંડર ઇમ્પ્લિમેન્ટેશનમાં છે. ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે આજે ગુજરાત વિશ્વની અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓનું ઘર બન્યું છે અને દેશના વિકાસ મોડલ તરીકે ઉભરી…

Read More

ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસ સંદર્ભે બેઠક યોજાઈ (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, વિશ્વમાં વનનું મહત્વ સમજી તેના સંરક્ષણ અને સંવર્ઘન માટે જાગૃતી કેળવાય તેવા હેતુથી દર વર્ષે ૨૧ માર્ચે “આંતરરાષ્ટ્રીય વન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એ. પી. સિંહની અધ્યક્ષતામાં ગાંધીનગરના અરણ્ય ભવન ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક વર્ષ ૨૦૨૫ની થીમ “વનો અને ખોરાક” વિષય ઉપર વન વિભાગના કર્મચારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઊંડાણપૂર્વક ચર્ચા કરીને યોગ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચા દરમિયાન આગામી વર્ષમાં ગુજરાતના વનોના વિકાસ અંગે કરવાની થતી કામગીરીઓનું વર્ક પ્લાન તૈયાર કરાયો હતો…

Read More

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આંતરરાષ્ટ્રીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (આઇવાયઇપી) અંતર્ગત 22થી 28 માર્ચ, 2025 સુધી ભારતમાં ત્રીજા મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળનું આયોજન કરશે. આ પહેલનો ઉદ્દેશ યુવાનોના સહયોગ, સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને ભારત અને મધ્ય એશિયાના દેશો – કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો છે. આ કાર્યક્રમ જાન્યુઆરી, 2022માં આયોજિત ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટ દરમિયાન નિર્ધારિત વિઝનને અનુસરે છે, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રનાં યુવાન નેતાઓ વચ્ચે પારસ્પરિક સમજણ વધારવા માટે વાર્ષિક યુવા આદાન-પ્રદાન પહેલની દરખાસ્ત રજૂ કરી હતી. 100 સભ્યોનું આ પ્રતિનિધિમંડળ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાશે, જેમાં ભારતનાં ઐતિહાસિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નોની શોધ કરવામાં આવશે. તેમજ સ્થાનિક યુવા નેતાઓ અને મુખ્ય હિતધારકો સાથે…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં તેમજ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે. ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૪મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. આ…

Read More

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), વર્ષ 2025-26 માટે વાર્ષિક માનકીકરણ કાર્યક્રમ (APS) બહાર પાડવા માટે તૈયાર છે. આ 5 માર્ચથી 11 માર્ચ, 2025 દરમિયાન BIS દ્વારા આયોજિત હિસ્સેદારોની ભલામણને અનુસરે છે, જેમાં 40 મંત્રાલયો અને 84 ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને સંક્ષિપ્ત પ્રસ્તુતિઓ દ્વારા મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને ભલામણો શેર કરી હતી. APS 2025-26માં આગામી વર્ષમાં વિકસાવવામાં આવનારા નવા ધોરણો અને સુધારેલા હાલના ધોરણો બંનેનો સમાવેશ થશે. BISએ એક ડિજિટલ ઇન્ટરફેસ પણ રજૂ કર્યું છે. જે હિસ્સેદારોને દરખાસ્તો અપલોડ કરવાની અને તેમની પ્રગતિને ટ્રેક કરવાની મંજૂરી આપે છે. આ પ્રયાસ…

Read More

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા પર ભાર મુકતા 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે શ્રી મોદીએ આ સિદ્ધિની પ્રશંસા કરતા તેને “ભારત માટે ગર્વની ક્ષણ” ગણાવી છે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના અથાક સમર્પણ અને મહેનતને બિરદાવી છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ એક X પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતે 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનનો એક મોટો આંકડો પાર કરી લીધો છે. કેન્દ્રીય મંત્રીની X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ X પર લખ્યું:- “ભારત માટે ગર્વની ક્ષણ!…

Read More

આજે ૨૧ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસ – ૨૦૨૫ ગુજરાત સહિત દેશભરમાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી કરાશે (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા‌ ૨૧ માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ તારીખને ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુની શરુઆત થતી હોવાથી પસંદ કરવામાં આવી છે, જે કુદરતના પુનર્જીવન અને જીવનને જાળવવામાં વનોનું મહત્વ દર્શાવે છે. તે વસંત સંતાપ સાથે પણ સંલગ્ન છે, જ્યારે દિવસ અને રાત્રિના સમય સમાન હોય છે, જે પ્રકૃતિમાં સંતુલનને તથા વનોના પર્યાવરણ અને પ્રકૃતિના સંતુલન જાળવવા માટેના મહત્વને પ્રતીકરૂપે રજૂ કરે છે. આ વર્ષે ગુજરાત…

Read More

(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૧ વર્ષમાં કુલ ૨૩ સેગ્રીગેશન શેડ બનાવાયા છે જેના માટે કુલ રૂ. ૩૭.૭૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય કક્ષાએ ઘરો, જાહેર સ્થળોએથી ઉત્પન્ન થતા ઘન કચરાને કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કલેકશન કરી તે કચરાને એક નિયત જગ્યા પર એકત્રિત કરી તેના વિભાજન અને કમ્પોસ્ટીંગ પ્રક્રિયા માટે સેગ્રીગેશન શેડનો ઉપયોગ થાય છે. ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ દ્વારા એકઠો થયેલ ઘન કચરાને સેગ્રીગેશન શેડ પર જૈવિક તેમજ અજૈવિક કચરાનું વિભાજન કરી જૈવિક કચરાનું કમ્પોસ્ટીંગ કરી…

Read More

(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, પહેલા રમત ગમત ક્ષેત્રે ગુજરાતે મેડલ મેળવ્યાનાં આંકડાઓ માત્ર સિંગલ ડીજીટમાં હતા; બે વર્ષમાં ગુજરાતે રાષ્ટ્રીય કક્ષાએ ૮૦૮ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૧૦૪ મેડલ હાંસલ કર્યા ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનો એક સ્પોર્ટીંગ હબ તરીકે વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, યુવાનો એ દેશનું ભવિષ્ય છે. ગુજરાતનાં યુવાનોમાં રમત પ્રત્યે જાગૃતિ આવે, રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય, યુવાનો ઓજસ્વી, તેજસ્વી અને બળવાન બને તે માટે રાજ્ય સરકાર સદાય પ્રતિબદ્ધ છે.…

Read More