Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: dhrumit
(જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીની ચળવળમાં શ્રી સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતાં આઝાદીના રંગે રંગાયા હતા. તેઓએ વર્ષ – ૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેઓ વર્ષ – ૧૯૧૦માં શ્રી સાવરકરના કેસને હેગ અદાલત સુધી લઇ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સૌ પ્રથમ ફ્રાન્સમાં તેમની ધરપકડ કરવામાં આવી…
સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર/સુરત, સ્વર્ણિમ સંકુલ – ૨, ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સરકારી વિજ્ઞાન કોલેજ વાલક પાટિયા પાસે કાયમી નવા ભવનના બાંધકામ અને પ્લાનિંગ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું કે, આ કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં સૌ અધિકારીઓએ કામગીરી કરવી જરૂરી છે. શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે વર્ષ-૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન કોલેજના નિર્માણને મંજૂરી આપી…
‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર પ્રકાશિત ફિલાટેલિક ટપાલ કવર દ્વારા નવકાર મહામંત્રનો દેશ- વિદેશમાં થશે વ્યાપક પ્રચાર-પ્રસાર – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ (જી.એન.એસ) તા. 9 અમદાવાદ, 9 એપ્રિલ, 2025 ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત “વિશ્વ નવકાર મહામંત્ર દિવસ” નિમિત્તે, ભારતીય ડાક વિભાગ દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે મુખ્યમંત્રીને વિશેષ આવરણની પ્રથમ નકલ ભેટ આપી. આ વિશેષ આવરણ પર ‘ભગવાન પાર્શ્વનાથના 2800મા નિર્વાણ કલ્યાણક’ વિષય પર બહાર પડેલ ડાક ટિકિટ ચોંટાડીને અનોખી રીતે વિરૂપણ કરવામાં…
રાજ્યમાં બદલી અને બઢતીનો દૌર (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, 9 એપ્રિલ, 2025ના રોજ રાજ્ય સરકારે 16 IASની બદલીના આદેશ કરાયા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગાંધીનગર મુકાયા છે.
નવકાર મહામંત્ર એ માત્ર મંત્ર નથી, તે આપણી આસ્થાનું હાર્દ છે: પીએમ મોદી (જી.એન.એસ) તા. 9 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં નવકાર મહામંત્ર દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં સહભાગી થયા હતા. જનમેદનીને સંબોધતા તેમણે મનમાં શાંતિ અને સ્થિરતા લાવવાની ક્ષમતા પર ભાર મૂકતાં નવકાર મંત્રના ગહન આધ્યાત્મિક અનુભવ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે શાંતિની અસાધારણ લાગણી પર ટિપ્પણી કરી, જે શબ્દો અને વિચારોથી પર છે, જે મન અને ચેતનામાં ઊંડે સુધી ગુંજી ઉઠે છે. શ્રી મોદીએ નવકાર મંત્રનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, તેનાં પવિત્ર શ્લોકોનું પઠન કર્યું હતું તથા મંત્રને ઊર્જાનો એકીકૃત પ્રવાહ ગણાવ્યો હતો, જેમાં સ્થિરતા, સમતા અને ચેતના અને…
(જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ દેશના વિકાસ માટે રાજ્યના વિકાસને વેગવંતો બનાવવા તથા વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતની પ્રસ્થાપિત ઓળખ વધુ ઉન્નત બને તે માટે રાજ્યના ધારાસભ્યશ્રીઓને મતવિસ્તારના વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં માતબર વધારો કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર ધારાસભ્યશ્રીઓને સ્થાનિક અગત્ય ધરાવતા સામૂહિક વિકાસના કામો માટે ફાળવાતી હાલની વાર્ષિક ૧.૫૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો કરીને હવે આવી વાર્ષિક ગ્રાન્ટ ૨.૫૦ કરોડ રૂપિયા પ્રમાણે અપાશે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ધારાસભ્યો…
ભારતના પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતની 340થી વધુ ગ્રામપંચાયતો ‘ફ્રન્ટ રનર’ કેટેગરીમાં સ્થાન પામી (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો છે. દેશના તમામ ગામડાંઓ સ્વચ્છ અને આધુનિક બને અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચે તે દિશામાં તેમના પ્રયાસો રહ્યા છે, જેની શરૂઆત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરી હતી. મુખ્યમંત્રી તરીકેના શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગામડાઓના વિકાસની યાત્રા શરૂ થઈ હતી અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે ફરી એકવાર ગ્રામીણ સ્તરે વિકાસ અને ટકાઉ શાસન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. ભારત સરકારના પંચાયતી રાજ…
રાજ્યના ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો મુખ્યમંત્રીશ્રી નો ખેડૂત હિતકારી અભિગમ (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.૧૫મી મે, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તા.૧૫મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે…
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ પક્ષીઓની તરસ છીપાવવા માટે સૌ નાગરિકો, ખાસ કરીને શાળાના બાળકો અને નાનકડા ભૂલકાઓને અનુરોધ કરતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા (જી.એન.એસ) તા. 8 ઉનાળાની ઘગઘગતા ભઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત અબોલ પક્ષીઓને બચાવવાનો સંદેશ આપતાં રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજે તેમના નિવાસસ્થાનેથી પક્ષીપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, “ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડાઓ મૂકીને આપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકીએ છીએ. આ નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે છે.” તેમણે ખાસ કરીને માતા-પિતાઓને અનુરોધ કર્યો કે તેઓ બાળકો…
દેશના 28 રાજ્યોની 550થી વધુ બહેનો સ્પર્ધાઓમાં સહભાગી થશે – રૂ. 41.50 લાખના ઈનામો અપાશે (જી.એન.એસ) તા. 8 અંબાજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી સક્રિય સ્પર્ધાનું આયોજન એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં નવા યુગના નવા ભારતની તસવીર છે. આ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન રમતગમત અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે. આ ત્રિ-દિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી તિરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધાઓમાં સહભાગી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને…
