Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: dhrumit
(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે ગુજરાત રાજ્યમાં ગરમીનો લઈ આગાહી કરતાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે. તેમજ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. તેમજ 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે. તેમજ કંડલામાં 43.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર છે. તો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રે તેમજ દક્ષિણ ક્ષેત્રે હોટ એન્ડ હ્યુમૂટ ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે. તેમજ હમણાં વરસાદની સંભાવના નહીવત છે. હવામાન વિભાગ દ્વારા તા. 16 અને 17 નાં રોજ હિટ વેવની આગાહી…
રાજ્યપાલશ્રીના અધ્યક્ષપદે રાજભવનમાં સમીક્ષા બેઠક યોજાઈ પ્રાકૃતિક કૃષિ યોગ્ય પદ્ધતિથી અને પૂરી પ્રમાણિકતાથી થાય તો ખૂબ સારું પરિણામ મળે, આ માટે યોગ્ય તાલીમ અત્યંત જરૂરી છે : શ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવશે. બે વ્યક્તિઓમાં એક કોમ્યુનિટી રિસર્ચ પર્સન હશે અને બીજી પ્રાકૃતિક કૃષિ સખી – મહિલા હશે. ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર લેખે 4,854 ક્લસ્ટર્સની રચના કરવામાં આવી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં રાજભવન ખાતે આયોજિત બેઠકમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી…
(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, 14 એપ્રિલ, 2025ના રોજ સંસદ ભવન પરિસરમાં બાબાસાહેબ ડો.બી.આર.આંબેડકરની પ્રતિમા પાસે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વતી ડો.આંબેડકર ફાઉન્ડેશન (DAF) દ્વારા 135મી આંબેડકર જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, લોકસભાનાં અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી (SJ&E) અને ચેરમેન તથા અધ્યક્ષ (DAF) ડો. વીરેન્દ્ર કુમાર તેમજ મંત્રીઓ, સાંસદો અને અન્ય આમંત્રિત મહેમાનો સહિત અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, સ્થળ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ સંસદ ભવનના લોન પર પ્રેરણા સ્થળ ખાતે બાબા સાહેબ આંબેડકરની આદમ કદની પ્રતિમાના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી…
વિકસિત ભારત માટે વિકસિત હરિયાણા, આ અમારો સંકલ્પ છે: પીએમ અમારો પ્રયાસ દેશમાં વીજળીનું ઉત્પાદન વધારવાનો છે, વીજળીનો અભાવ રાષ્ટ્ર નિર્માણમાં અવરોધ ન બનવો જોઈએ: પીએમ (જી.એન.એસ) તા. 14 યમુનાનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. હરિયાણાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે હરિયાણાની પવિત્ર ભૂમિને નમન કરતા તેને મા સરસ્વતીનું ઉદ્દગમ સ્થાન, મંત્ર દેવીનું નિવાસસ્થાન પંચમુખી હનુમાનજીનું સ્થાન અને પવિત્ર કપાલમોચન સાહિબના આશીર્વાદની ભૂમિ તરીકે સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હરિયાણા સંસ્કૃતિ, ભક્તિ અને સમર્પણનો સંગમ છે.” તેમણે બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પર તમામ નાગરિકોને હૃદયપૂર્વકની શુભેચ્છાપાઠવી હતી, બાબાસાહેબના વિઝન અને પ્રેરણાને ઉજાગર કરી હતી, જે ભારતની વિકાસ તરફની સફરને સતત માર્ગદર્શન આપતા રહે…
જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમની વૃત્તિ કેળવનાર નચિકેતા જેવા નવયુવાનોની દેશને જરૂર : શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા (જી.એન.એસ) તા. 14 અમદાવાદ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે આત્મિક વિકાસ તરફ પણ પ્રયાણ કરવા સંદેશ આપ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કરતાં કહ્યું કે, તેઓ ભારતના ઇતિહાસના આઝાદીકાળના એક એવા મહાપુરુષ હતા જેમણે…
(જી.એન.એસ) તા. 14 ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જ્યંતિએ ગાંધીનગરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા : મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ડૉ. આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી ઘડાયેલા બંધારણના સ્વીકારનાં આ ૭૫ માં વર્ષે આંબેડકર જ્યંતિ એ ખાસ અવસર છે. >ડૉ. બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીની સંકલ્પનાના વિકસીત ભારત@2047 માટે પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબધ્ધ થઇએ. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪ મી જન્મ જ્યંતિએ ભાવાંજલી આપતાં સ્પષ્ટ પણે જણાવ્યુકે, બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું…
આજે રાજ્યભરમાં વિવિધ શહેરોમાં પણ ‘નેશનલ ફાયર ડે’ ઉજવવામાં આવશે (જી.એન.એસ) તા 13 એકતાનગર, ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ફાયર ડે’તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુજરાતમાં રાજ્યકક્ષાના ‘નેશનલ ફાયર ડે’ની ઉજવણી આજે SOU-એકતાનગર ખાતે કરવામાં આવશે. આ વખતે ફાયર સર્વિસ ડે ૨૦૨૫ની થીમ ‘Unite to ignite, a Fire Safe India’નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ મહાનગર પાલિકા અને નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ હસ્તક છે. રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫-૨૬ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે રાજ્યકક્ષાનાં એક કાર્યક્રમનું આયોજન એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી રહ્યું છે. આ સિવાય…
ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફીન ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફીન પ્રજાતિની ‘નેશનલ ડોલ્ફિન ડે – ૨૦૨૫’ (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ડોલ્ફિન ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘ડોલ્ફિનનું મહત્વ, સુરક્ષા અને તેના રહેઠાણોને કેવી રીતે વધુ સુરક્ષિત કરી શકાય’ તે અંગે જાગૃતિ આવે તેવા વિષયો ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે જેમાં, સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’…
રાષ્ટ્રનિર્માણમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને ‘ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫’થી સન્માનિત કરાયા (જી.એન.એસ) તા. 13 અમદાવાદ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં ‘ભારત, ભાગ્ય, વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમ યોજાયો હતો. દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિના જતન ઉપરાંત સમાજસેવા, કલા, રમતગમત, વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોને આ પ્રસંગે ‘ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ વિતરણ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજ માટે સૌભાગ્યની વાત હોય છે, જ્યારે તે સમાજના પ્રતિષ્ઠિત લોકો ભેગા થઈને…
માધવપુર ખાતે ગુજરાત સહિત નોર્થ ઈસ્ટના ૧૬૦૦થી વધુ કલાકારો એ વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી (જી.એન.એસ) તા. 12 પોરબંદર/અમદાવાદ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર ઘેડ મેળાનું પોરબંદર ખાતે ગત તા. ૬ થી ૧૦ એપ્રિલ સુધી ૫ દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ રાણી રૂક્ષમણી સાથે પોરબંદરના માધવપુરમાં લગ્ન કર્યા હતા તેની યાદમાં દર વર્ષે સાંસ્કૃતિક મેળાના સ્વરૂપમાં માધવપુર ખાતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સહિત દેશભરના ૬,૭૬,૩૦૮ જેટલા શ્રદ્ધાળુઓ માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. માધવપુર ખાતે દર…
