Author: dhrumit

(જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, સરકારના મુખ્ય ડિજિટલ જાહેર ખરીદી પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) એ નાણાકીય વર્ષ 2024-25માં સેવા ક્ષેત્રમાં નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ સમયગાળા દરમિયાન GeMના માધ્યમથી 10 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની સાથો સાથ 1.3 કરોડથી વધુ લોકો માટે આરોગ્ય, જીવન અને વ્યક્તિગત અકસ્માત વીમા કવરેજ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે, જે સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જાન્યુઆરી 2022માં રજૂ કરાયેલ વીમા સેવાઓની શ્રેણીનો હેતુ સરકારી ખરીદી પ્રણાલીમાં વીમા સેવાઓને વધુ પારદર્શક, સ્પર્ધાત્મક અને ખર્ચ-કાર્યક્ષમ બનાવવાનો છે. ફક્ત વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) દ્વારા માન્ય સેવા પ્રદાતાઓ જ GeM પર સૂચિબદ્ધ છે, જે તેને એક વિશ્વસનીય અને કાર્યક્ષમ પ્લેટફોર્મ બનાવે છે. GeM દ્વારા સરકારી સંસ્થાઓ હવે ગ્રુપ મેડિકલેમ, ટર્મ ઇન્શ્યોરન્સ અને પર્સનલ એક્સિડન્ટ કવરેજ…

Read More

(જી.એન.એસ) તા. 21 મુંબઈ, ગયા શનિવારે, હૈદરાબાદ શહેરમાં ક્રિએટિવિટી અને પ્રશંસકોનો જુવાળ જોવા મળ્યો હતો, કારણ કે માઇન્ડસ્પેસ સોશિયલ ખાતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) કોસ્પ્લે ચેમ્પિયનશિપ મીટઅપનું આયોજન થયું હતું. એમઈએઆઈ, ઈન્ડિયન કોમિક્સ એસોસિયેશન અને ક્રિએટર્સ સ્ટ્રીટ દ્વારા આયોજિત, એપિકો-કોન દ્વારા સંચાલિત અને માહિતી અને પ્રસારણ મંત્રાલય, ટીવીએજીએ અને ફોરબિડન વર્સિસના સહયોગથી આ ઇવેન્ટને ભારે સફળતા મળી હતી. જે સપ્તાહના અંતમાં કોસ્પ્લે સમુદાયો અને એનિમે ફોરમ્સમાં એક ચર્ચિત વિષય બન્યો હતો. હવે, સઘન રાષ્ટ્રવ્યાપી શોધ અને હૈદરાબાદ અને મુંબઇમાં શ્રેણીબદ્ધ હાઇ-એનર્જી મીટઅપ્સ પછી, આયોજકોએ સૌથી પ્રતિભાશાળી 29 કોસ્પ્લેઅર્સની જાહેરાત કરી છે. જેમણે WAVES કોસ્પ્લે ચેમ્પિયનશિપના અંતિમ તબક્કામાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ ફાઇનલિસ્ટ્સ WAVES 2025 દરમિયાન ક્રિએટોસ્ફિયર ખાતે તેમની કુશળતા અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરશે. ફોરબિડન વર્સના સ્થાપક અને કોસ્પ્લે ઇવેન્ટના આયોજકોમાંના એક અજય કૃષ્ણાએ જણાવ્યું હતું કે…

Read More

અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.૮૦૦ કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની મંજૂરી (જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂ.૨૪૭.૩૫ કરોડના કામો મંજૂર કરવા સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હતી. રાજ્ય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ ૧૮૮.૯ કિલો મીટર લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રિસરફેસિંગ, વિસ્તૃતીકરણ વગેરે માટે કુલ રૂ.૨૯૯૯.૮ કરોડના કામો પ્રગતિમાં છે તેની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ભરૂચ-દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર, ભરૂચ-દહેજ એક્સપ્રેસ…

Read More

(જી.એન.એસ) તા. 16 કાશી, 11 એપ્રિલના રોજ પીએમ મોદીએ કાશીમાં ₹3,880 કરોડના વિકાસ કાર્યોની શરૂઆત કરી હતી. પ્રાચીન શહેરને આધુનિક નવનિર્માણ મળી રહ્યું છે. રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે; શાળાઓને અપગ્રેડ કરવામાં આવી રહી છે અને નવા વીજ મથકો આવી રહ્યા છે. કાશી તેના મૂળને જીવંત રાખીને આગળ વધી રહી છે. 2014થી માર્ચ 2025 સુધીમાં કાશી ડેવલપમેન્ટ હેઠળ 580 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં કુલ ₹48,459 કરોડનું રોકાણ થયું હતું. તેનો ઉદ્દેશ વારાણસીમાં માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાનો, વારસાને જાળવવાનો અને પર્યટનને ટેકો આપવાનો છે. કાશીની વિકાસ યાત્રાઃ મુખ્ય સીમાચિહ્નો 7 નવેમ્બર, 2014: પાવરલૂમ સર્વિસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું અને જિલ્લા સહકારી બેંકો માટે ₹2,375 કરોડના પુનરુત્થાન પેકેજની જાહેરાત કરવામાં આવી. 18 સપ્ટેમ્બર, 2015: કાશીના અપગ્રેડેશન માટે ₹572 કરોડની જાહેરાત કરવામાં આવી, તેની સાથે જ નજીકના જિલ્લાઓને જોડતા રસ્તાઓ…

Read More

નેતાઓએ આગામી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન નોર્વેમાં તેમની મુલાકાત અંગે આતુરતા દર્શાવી (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક વિકાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. 2020માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ શરૂ થયા પછી બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને યાદ કરતા, બન્ને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના વિસ્તરણની નોંધ લીધી હતી.જેણે ગ્રીન ટ્રાન્ઝિશનમાં ફાળો આપવા માટે ભારતમાં ડેનિશ રોકાણો માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી છે. નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ…

Read More

(જી.એન.એસ) તા. 16 ચંદીગઢ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી સાથે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન, સંત કબીર કુટિર (મુખ્યમંત્રી નિવાસ) ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજીએ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે વિવિધ વિષયો પર સાર્થક ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી શ્રી સૈનીજીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં આપેલી સેવા, પ્રેરણાદાયી યોગદાન અને સમર્પણભાવની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર કૃષિ પદ્ધતિ નહિ, પરંતુ પર્યાવરણ, આરોગ્ય અને ખેડૂતોની સમૃદ્ધિ સાથે જોડાયેલું એક વ્યાપક જનઆંદોલન છે. તેમણે…

Read More

(જી.એન.એસ) તા. 16 ગરમીનો પ્રકોપ દીવસે ને દીવસે વધી રહ્યો છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા શું-શું કરી શકાય તે અંગે જિલ્લા પંચાયત, અમદાવાદની આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાની કાળજી લઈ કેટલાક ઉપાયો અને પ્રાથમિક સ્તરની જાણકારીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઉંચા સ્તર પર પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે. આ હિટ સ્ટ્રોકની અસર વૃધ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, તેમજ મજૂરી કામ કરતા લોકોને વધુ અને જલ્દીથી અસર કરે છે. હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય ત્યારે માથામાં દુખાવો થવો, પરસેવો ના થવો, ચામડી…

Read More

(જી.એન.એસ) તા. 15 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ બ્રાઝિલના બ્રાઝિલિયામાં 17 એપ્રિલ, 2025ના રોજ યોજાનારી 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક (એએમએમ)માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. 15માં બ્રિક્સ એએમએમની થીમ “બ્રિક્સ દેશો વચ્ચે સહકાર, નવીનતા અને સમાન વેપાર મારફતે સર્વસમાવેશક અને સ્થાયી કૃષિને પ્રોત્સાહન” છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા અને ઇરાન સહિત બ્રિક્સના સભ્ય દેશોના કૃષિ પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. આ મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણ બ્રાઝિલના મુખ્ય સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે, જેમાં કૃષિ અને પશુધન મંત્રી શ્રી કાર્લોસ હેનરિક બેક્વેટા ફાવારો અને કૃષિ વિકાસ અને પારિવારિક કૃષિ મંત્રી શ્રી લુઇઝ પાઉલો તેઇક્સીરા (એમડીએ) સામેલ છે. આ…

Read More

(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, ભારત સરકાર ભારતીય મુસ્લિમોને વાર્ષિક હજ યાત્રા કરવા માટે ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. તે પ્રયાસોના પરિણામે, ભારત માટે કરવામાં આવેલી ફાળવણી જે 2014માં 1,36,020 હતી તે 2025માં ધીમે ધીમે વધીને 1,75,025 થઈ ગઈ છે. આ ક્વોટાને સાઉદી અધિકારીઓ દ્વારા યાત્રાના સમયની નજીક અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. ભારતીય હજ સમિતિ દ્વારા લઘુમતી બાબતોનું મંત્રાલય (MoMA) ભારતને ફાળવવામાં આવેલા મોટાભાગના ક્વોટા માટે વ્યવસ્થાનું સંચાલન કરે છે, જે ચાલુ વર્ષે 1,22,518 છે. ફ્લાઇટ શેડ્યૂલ, પરિવહન, મીના કેમ્પ, રહેઠાણ અને વધારાની સેવાઓ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાઉદી જરૂરિયાતો અનુસાર આપવામાં આવી છે અને આપેલા સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવી છે. બાકીના ક્વોટા, રિવાજ મુજબ, ખાનગી ટૂર ઓપરેટરોને ફાળવવામાં આવ્યા હતા. સાઉદી માર્ગદર્શિકામાં ફેરફારને કારણે, આ વર્ષે MoMA દ્વારા 800થી વધુ ખાનગી ટૂર ઓપરેટરોને 26 કાનૂની સંસ્થાઓમાં એકીકૃત…

Read More

(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, 2023 બેચના IAS અધિકારીઓના એક જૂથે, જે હાલમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે સેવા આપી રહ્યા છે, રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. IAS અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ અસાધારણ દૃઢ નિશ્ચય અને સખત મહેનતથી IAS અધિકારીઓ બન્યા છે. આનાથી તેમના અંગત જીવનમાં પણ મોટા ફેરફારો આવ્યા છે. હવે વધુ દ્રઢ નિશ્ચય અને સમર્પણ સાથે, તેમની પાસે અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની તક છે. તેમની સેવા અને અધિકારક્ષેત્ર એટલું વિશાળ છે કે તેઓ તેમની પહેલી પોસ્ટિંગમાં જ ઘણા સાથી નાગરિકોના જીવનને વધુ સારું બનાવી શકે છે. તેમણે તેમને વંચિતોના ઉત્થાન માટે વિશેષ પ્રયાસો કરવાની સલાહ આપી. તેમણે તેમને…

Read More