Author: dhrumit

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલે નવી દિલ્હીમાં જલ શક્તિ મંત્રાલય દ્વારા સમર્થિત અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ડબલ્યુઆઇઆઇ) દ્વારા અમલમાં મૂકવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મંત્રાલય અને ડબ્લ્યુઆઈઆઈના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (એનએમસીજી) અને ડબલ્યુઆઈઆઈ દ્વારા જળચર જૈવવિવિધતાને પુનઃસ્થાપિત કરવા, નદીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવા, સ્થાનિક ક્ષમતાઓનું નિર્માણ કરવા અને સમુદાયોને સંરક્ષણમાં જોડવા માટે હાથ ધરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે સમગ્ર તટપ્રદેશમાં હાથ ધરવામાં આવેલા વિસ્તૃત પ્રસાર અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોની અસરને સ્વીકારી હતી તથા જનજાગૃતિની પહેલોમાં ડબલ્યુઆઇઆઇની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને ગંગા પ્રહરીઓ સાથે સંકળાયેલી…

Read More

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન અને વાહન ચાલક ખૂબ પ્રભાવિત થાય છે. વાહન ચાલકોએ ઉનાળાની ઋતુમાં પુરતો આરામ અને હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે સાથોસાથ પોતાના વાહનોમાં ટાયરની લાઈફસાઈકલ, એર ફિલ્ટર, એન્જિન જાળવણી, રેડિયેટર સફાઈ વગેરે બાબતોની કાળજી રાખવા ગુજરાત રોડ સેફટી ઓથોરીટી ઓથોરીટી ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. માર્ગદર્શિકામાં જણાવ્યાનુસાર રાજ્યના નાગરીકોએ વાહન માટે નિયત કરેલ હવાનું દબાણ બધા ટાયરમાં તપાસવું જોઈએ. • નાગરીકોએ ગરમીની ઋતુમાં વાહનના ટાયર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વાહનો નિયત કિલોમીટર અથવા વાહનોના ટાયરને વધુ વર્ષ પૂરા થઇ ગયા હોય તો વાહનોના ટાયર બદલવા જોઈએ. • વાહનોમાં નિયમિત પણે…

Read More

નોંધાયેલા ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો કુલ ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાના જથ્થાની ખરીદી કરાશે (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ગુજરાતમાં આગામી તા. ૨૧મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પી.એમ. આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. ચણા અને રાયડાની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,…

Read More

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન વી. ગજ્જરની ઉપસ્થિતિમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોમાં બાળકોના હિત માટે કાર્યરત સંસ્થાઓએ ભાગ લીધો હતો તેમ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. વિવિધ એન.જી. ઓ.ના પ્રતિનિધિઓએ પોતાનું કાર્યક્ષેત્ર, કાર્યપદ્ધતિ, હાલની કામગીરી, સફળતાઓ તથા પડકારો અંગે આ બેઠકમાં વાતચીત કરી હતી. આ ઉપરાંત બાળ સુરક્ષા, ચાઈલ્ડ પોલિસી તથા બાળકોના અધિકારો જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠક દ્વારા એન.જી.ઓ. અને બાળ આયોગ વચ્ચે સહયોગ વધુ મજબૂત બનશે. આગામી સમયમાં…

Read More

(જી.એન.એસ) તા. 17 વડોદરા, વડોદરાના પાદરા તાલુકામાં વડું ખાતે NDPSના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. (1) સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ રહે.વડું નવીનગરી તા.પાદરા જી.વડોદરા(2) અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ રહે.વડું તા.પાદરા જી.વડોદરા (1) સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદગુનાઓ :- ndps ના કુલ ગુનાઓ :-6Gotri :- 1Gorva :-1Sog baroda :-1Paniget :- 1Padra :- 1Vadodara city :- 1 ક્ષેત્રફળમાં દબાણ :- આશરે 150 થી 170 ફૂટ જગ્યા અંદાજે બજાર કિંમત :- આશરે 5 લાખ (2) અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ ગુનાઓ :- ndps ના કુલ ગુનાઓ 3Bapod :-1Vadu :- 1Vaghodiya :- 1 ક્ષેત્રફળમાં દબાણ :-…

Read More

પોતાની ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુ પરત મેળવવા મૂળ માલિકોએ હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નથી પડતા (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર ત્રણ મહિનામાં ૨૧૦૮ કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે રૂ. ૫૫.૦૭ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે. તેરા તુજકો અર્પણ અંતર્ગત વર્ષ ૨૦૨૫ના ગુજરાત પોલીસે રાજ્યભરમાં જાન્યુઆરી…

Read More

(જી.એન.એસ) તા. 17 લુધિયાણા, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લુધિયાણાની બી.સી.એમ. આર્ય સિનિયર સેકન્ડરી સ્કૂલમાં આયોજિત એક વિશેષ સત્રમાં ઉપસ્થિત શિક્ષકોને સંબોધતાં જણાવ્યું કે શિક્ષણ ફક્ત જ્ઞાન આપવાનું સાધન નથી, પરંતુ ચારિત્ર્ય ઘડતર, મૂલ્ય સ્થાપના અને આત્મિક જાગૃતિ માટેનું શક્તિશાળી સાધન છે. આ સત્ર શિક્ષકો માટે પ્રેરણા, આત્મવિશ્લેષણ અને નવચેતનાનું સ્ત્રોત બન્યું હતું. શ્રી આચાર્ય દેવવ્રતજી એ ‘શિક્ષકોને સશક્ત બનાવીએ’ વિષય પર વક્તવ્ય આપતાં કહ્યું કે, શિક્ષક માત્ર પાઠ્યક્રમ પાઠવનાર નથી, પરંતુ સમાજના ચારિત્ર્યના ઘડવૈયા, જીવન મૂલ્યોના સંરક્ષક અને જ્ઞાનના સાચા યોધ્ધા છે. તેમણે કહ્યું કે, સાચું શિક્ષણ એ ફક્ત માહિતી અને જાણકારી આપવી એટલું જ નથી, પરંતુ વિદ્યાર્થીઓના હૃદયમાં…

Read More

કેન્દ્રીય મંત્રી ESI લાભાર્થીઓને રોકડ લાભ પ્રમાણપત્રો/મંજૂરી પત્રો અને બાંધકામ કામદારોનું સન્માન કરશે (જી.એન.એસ) તા. 16 રાંચી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 17 એપ્રિલ, 2025ના રોજ ઝારખંડનાં રાંચીનાં નામકુમમાં ઝારખંડના રાંચીમાં નવી વિકસિત 220 બેડવાળી ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ અત્યાધુનિક સુવિધા ઝારખંડ રાજ્યમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ઇએસઆઇ) યોજના હેઠળ હેલ્થકેર ડિલિવરીને મજબૂત કરવામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય શેઠ, સંસદ સભ્ય (રાજ્યસભા) શ્રી પ્રદિપ વર્મા, રાંચીનાં ખિજરીના ધારાસભ્ય શ્રી રાજેશ કછપ અને ઈએસઆઈસીના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ડો.માંડવિયા ઈએસઆઈના લાભાર્થીઓને રોકડ લાભ પ્રમાણપત્ર/મંજૂરી પત્રો એનાયત કરશે અને સન્માનિત કરશે. તેઓ હોસ્પિટલના નિર્માણમાં સામેલ બાંધકામ કામદારોનું પણ સન્માન…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાગરિકોને આરામદાયક ટુર પેકેજ ઉપલબ્ધ કરાવવા પ્રવાસન નિગમ અને GSRTC દ્વારા મહત્વપૂર્ણ પહેલ (જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે. સોમનાથ…

Read More

મોંઘવારી ભથ્થામાં વધારાની ૩ માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે (જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા…

Read More