Author: dhrumit

(G.N.S) Dt. 19 પોરબંદર, વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો–૨૦૨૫ અંતર્ગત પોરબંદર ખાતે જિલ્લા-સ્તરીય કાર્યક્રમનું આયોજન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ–૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમનું આયોજન તાજાવાલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે પોરબંદર જિલ્લો આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે. સરકાર દ્વારા પોરબંદરના માળખાગત વિકાસ, પ્રવાસન અને દરિયાકાંઠાના વિસ્તારોના ઉત્થાન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો વધારો થશે. મંત્રીશ્રીએ પોરબંદરના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, પોરબંદરના દરિયાઈ પટ્ટીના વિકાસ અને માછીમારોની સુવિધા માટે જેટી તથા…

Read More

(જી.એન.એસ) તા. ૧૯ વોશિંગટન, મંગળવાર, 9 ડિસેમ્બરના રોજ, ભારત જતી ફ્લાઇટમાં ચઢતા પહેલા, એક વ્યક્તિને ચેન્નાઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ તરફથી એક ઇમેઇલ મળ્યો કે ડિસેમ્બર 2025 ના અંતમાં થનારો તેમનો H-1B વિઝા રિન્યુઅલ સ્ટેમ્પિંગ ઇન્ટરવ્યૂ જુલાઈ 2026 માં ખસેડવામાં આવ્યો છે. જોકે, તે વ્યક્તિ એકલો નહોતો. હજારો ભારતીય H-1B અને H-4 વિઝા અરજદારોને અપડેટ મળ્યું કે તેમના વિઝા રિન્યુઅલ ઇન્ટરવ્યુ સમગ્ર ભારતમાં યુએસ કોન્સ્યુલેટ દ્વારા આપમેળે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા છે, તે પણ ફક્ત દિવસો કે અઠવાડિયા માટે નહીં પરંતુ કેટલાક મહિનાઓ માટે 2026 સુધી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ (DOS) એ જાહેરાત કરી છે કે, 15 ડિસેમ્બર, 2025 થી, કોન્સ્યુલર…

Read More

(G.N.S) Dt. 19 અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં SIR સંદર્ભે મતદારોની સહાયતા માટે જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારે કલેક્ટર કચેરી ખાતે ‘હેલ્પ ડેસ્ક’નો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકોની તમામ ERO કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ ૫૦થી વધુ સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) અંતર્ગત એન્યુમરેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુજીત કુમાર દ્વારા વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જિલ્લામાં શરૂ કરવામાં આવેલાં તમામ મતદાર સહાયતા કેન્દ્રો પર…

Read More

(G.N.S) Dt. 19 ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.હવે તા.18મી જાન્યુઆરી,2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ…

Read More

(G.N.S) Dt. 18 ગાંધીનગર, ગ્રામીણ સ્તરે જૈવિક કચરાનો વ્યવસ્થિત ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ ગેસ તેમજ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી પશુપાલકોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના એટલે ‘ગોબર ધન યોજના’. આ યોજના અંતર્ગત રાજ્યમાં કમિશનર ગ્રામ વિકાસ કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ અત્યાર સુધીમાં ફેઝ-૧માં ૭,૪૨૩થી વધુ અને ફેઝ-૨માં ૪,૮૨૦ એમ કુલ ૧૨,૨૪૩ લાભાર્થીઓને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ થકી લાભ આપવામાં આવ્યો છે. આમ, રાજ્ય સરકાર દ્વારા સુશાસન અને સંવેદનશીલ શાસનની ભાવનાથી ‘ગોબર ધન યોજના’ને માત્ર એક પર્યાવરણીય પહેલ તરીકે નહીં, પરંતુ ગ્રામ વિકાસના સર્વાંગી મોડેલ તરીકે વિકસાવવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ સ્તરે વધુમાં વધુ નાગરિકો…

Read More

(જી.એન.એસ) તા. ૧૮ ગાંધીનગર, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.• રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ યોજાશે.• તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરીને મુસદ્દા મતદારયાદીની હાર્ડ કોપી તથા સોફટ કોપી સુપ્રત કરશે.• ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ બુથ લેવલ એજન્ટો સાથે બુથ લેવલ…

Read More

(G.N.S) Dt. 18 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26 ના આ વર્ષના બજેટ અન્વયે રાજ્ય સરકારના બધા વિભાગોએ નવેમ્બર 2025 સુધીમાં કરેલા ખર્ચની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સમીક્ષા દરમિયાન વિભાગોએ તા.30 નવેમ્બર 2025 સુધીમાં બજેટ અંતર્ગત કરેલા ખર્ચનો તુલનાત્મક રીવ્યુ કરતાં પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષની બજેટ જોગવાઈ સામેના ખર્ચમાં થયેલા વધારાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેમણે તમામ વિભાગોને તેમનું આયોજન વધુ સંગીન કરીને નિયત પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તથા આગામી વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં વધુ સુધારો થાય તે માટેના પણ દિશા નિર્દેશો આપ્યા હતા. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વાહન-વ્યવહાર અને…

Read More

(G.N.S) Dt. 18 ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 ડિસેમ્બર, 2025 એ વિવિધ કાર્યક્રમો આરંભ થશે અને બીજા દિવસે 20 તારીખે પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને તારીખ 21 ડિસેમ્બર 2025 સુધી પ્રદર્શન યોજાશે. આ તમામ કાર્યક્રમો તાજાવાળા હોલ અને નટવર સિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જેમાં બ્લૂ બાયો-ઇકોનોમી વિકાસ માટેનો રોડમેપ,…

Read More

(G.N.S) Dt. 18 ગાંધીનગર, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના સ્વાસ્થ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાના ઉદ્દેશથી સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતનો મંત્ર આપ્યો હતો. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુનિશ્ચિત કર્યું છે કે આરોગ્ય સંબંધિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ તબીબી સુવિધાઓથી વંચિત ન રહે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તબીબી સારવાર માટે આર્થિક સહાય આપતી કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના છે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજના સાથે જોડવામાં આવી છે. સંયુક્તપણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY…

Read More

(G.N.S) Dt. 18 ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા પંથકની મુલાકાત લઈ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિની સમીક્ષા કરી હતી. શ્રી હર્ષ સંઘવીએ દિવસની શરૂઆતમાં સાણંદ-૨ GIDC ખાતે કાર્યરત સેમીકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ Micron Technology, Kaynes Semicon Private Limited અને CG SEMI Private Limited ના એકમોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ટેકનોલોજીના ક્ષેત્રે ગુજરાતની વધતી જતી મજબૂત પક્કડ અને ભાવિ આયોજનો અંગે ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે સ્થિત ક્રિસ્ટલ લોજિસ્ટિક્સ પાર્કમાં INOX Wind ના WTG મેન્યુફેક્ચરિંગ…

Read More