Author: dhrumit

(જી.એન.એસ) તા. ૧૮ નવી દિલ્હી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ગુરુવારે એન્જિનિયરિંગ સર્વિસીસ પરીક્ષા, ૨૦૨૫ ના અંતિમ પરિણામો જાહેર કર્યા, જેમાં કેન્દ્ર સરકાર હેઠળ વિવિધ એન્જિનિયરિંગ સેવાઓમાં નિમણૂક માટે ૪૫૮ ઉમેદવારોની ભલામણ કરવામાં આવી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, આ પરિણામો ઓગસ્ટમાં યોજાયેલી લેખિત પરીક્ષા અને ઓક્ટોબર-નવેમ્બરમાં લેવામાં આવેલી વ્યક્તિત્વ કસોટી પર આધારિત છે. સિવિલ એન્જિનિયરિંગ હેઠળ સૌથી વધુ ૨૦૨ ઉમેદવારો, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન હેઠળ ૧૧૬, ઇલેક્ટ્રિકલ હેઠળ ૭૯ અને મિકેનિકલ પ્રવાહ હેઠળ ૬૧ ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે, એમ નિવેદનમાં જણાવાયું છે. કુલ પસંદ કરાયેલા ઉમેદવારોમાંથી ૨૬ ઉમેદવારો બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી ધરાવતા વ્યક્તિઓના…

Read More

નર્મદા કેનાલ અને સતત વીજ પુરવઠાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવ્યો:- મંત્રીશ્રી ઋષિકેશ પટેલ (G.N.S) Dt. 18 પાલનપુર, રાજ્ય સરકારનું વિકાસ મોડેલ: વાવ- થરાદ જિલ્લામાં દર મહિને વિકાસ કાર્યનું લોકાર્પણ થઈ રહ્યું છે:- રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર વાવ – થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં ઢીમા ખાતે ૬૬ કેવી ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વાવ થરાદ જિલ્લાના ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કેવી સબ સ્ટેશન ઊભું કરાયું છે. આ સબ સ્ટેશન…

Read More

(જી.એન.એસ) તા. ૧૮ ગાંધીનગર, “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “લોકલ ફોર વોકલ”ને પ્રોત્સાહન આપવા ૮૫ જેટલા સ્વદેશી સ્ટોલ ઉભા કરાયા આ મેળો મહિલા આગેવાની હેઠળના સામાજિક અને આર્થિક પરિવર્તનને નવી દિશા આપશે અને નારી શક્તિને પ્રેરણા પૂરી પાડશે-મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા નેતૃત્વ આધારિત વિકાસને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. મારફત તા.૧૧ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી…

Read More

(G.N.S) Dt. 18 અમદાવાદ, અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે. રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે. ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના ૧૧.૪૦ કલાકે અને મધ્યરાત્રિના ૧૨.૧૦ કલાકે ઉપડશે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચ ના દિવસ માટે જ મોટેરા…

Read More

(જી.એન.એસ) તા. ૧૮ વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ વૈશ્વિક સંઘર્ષોનો ઉકેલ લાવવાના પોતાના દાવાને ફરીથી પુનરાવર્તિત કર્યો. તેમણે કહ્યું કે ઈરાનના પરમાણુ ખતરાને પણ અમેરિકાએ તેમના મુખ્ય સુવિધાઓ પર હવાઈ હુમલા કરીને તટસ્થ કરી દીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગાઝામાં શાંતિ સુનિશ્ચિત કરવાનો શ્રેય પણ દાવો કર્યો, ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકાના હસ્તક્ષેપને કારણે હમાસે જીવિત અને મૃત બંને બંધકોને ઇઝરાયલ પરત કર્યા. “મેં અમેરિકન તાકાત પુનઃસ્થાપિત કરી, 10 મહિનામાં 8 યુદ્ધો ઉકેલ્યા, ઈરાનના પરમાણુ ખતરોનો નાશ કર્યો અને ગાઝામાં યુદ્ધનો અંત લાવ્યો – 3000 વર્ષમાં પહેલી વાર મધ્ય પૂર્વમાં શાંતિ લાવી અને જીવંત અને મૃત બંને બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરી,”…

Read More

(G.N.S) Dt. 18 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની CSR સેલ દ્વારા જાહેર આરોગ્યને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત AMC અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) વચ્ચે બે અલગ-અલગ CSR પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બંને MoU આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા અને નાગરિકોને વધુ સુલભ તથા અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યા છે. આ MoU પર હસ્તાક્ષર IOCLના ગુજરાત સ્ટેટ ઓફિસના DGM (HR) શ્રી એ. કે. રૈના, IOCLના ચીફ મેનેજર (HR-CSR) શ્રીમતી મિલિશા વી., તેમજ AMC METના ડિરેક્ટર શ્રી મનીષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. પ્રથમ…

Read More

(જી.એન.એસ) તા. ૧૭ ગાંધીનગરખીજડિયા, ખીજડિયા પક્ષી અભયારણ્ય એ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ અભયારણ્ય ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યું છે. VGRC 2026 પહેલાં, જામનગર નજીક આવેલું ખીજડિયા રામસર સ્થળ ગુજરાતના મહત્વપૂર્ણ કુદરતી સીમાચિહ્ન તરીકે ઊભરી આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો આજે રાજ્યના અગ્રણી પ્રવાસન કેન્દ્રો તરીકે વિકસી રહ્યા છે, જ્યાં કુદરતી લેન્ડસ્કેપ, વન્યજીવન, દરિયાકાંઠાની સુંદરતા, આધ્યાત્મિક સ્થળો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું અનોખું સંયોજન જોવા મળે છે. સફેદ રણથી…

Read More

(G.N.S) Dt. 17 ગાંધીનગર, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉત્પાદનના ૧૦૦ ટકા જથ્થા મુજબ ખરીદી કરવાનું આયોજન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. તેમના માર્ગદર્શન હેઠળ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે આગામી સમયમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો નિશ્ચિંત થઈને પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર શરૂ થાય…

Read More

(G.N.S) Dt. 17 ગાંધીનગર, ગાંધીનગર, સાયબર ફ્રોડનો શિકાર બનો તો તુરંત ‘1930’ ડાયલ કરવા શ્રી જીતુભાઈ વાઘાણીની નાગરિકોને અપીલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર મંત્રીમંડળે ગુજરાત સાયબર ક્રાઇમ સેલની કામગીરીને બિરદાવી પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં સાયબર સુરક્ષા અંગે રાજ્ય સરકારની સતર્કતા અને સફળતા અંગે થયેલી ચર્ચાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડમાં જતા નાણાંને ફ્રીઝ કરવાની કામગીરીમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સાયબર ક્રાઇમમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે 1930 હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જ્યારે…

Read More

(G.N.S) Dt. 17 ગાંધીનગર, • પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે સુશાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ પણ છે. આ જ ભાવના સાથે કાર્યરત ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે ‘કુંવરબાઇનું મામેરું’. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫૨,૦૦૦થી વધુ અનુસૂચિત જાતિની દીકરીઓને રૂ. ૬૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મહત્વનું છે કે, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ આપીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેનું કન્યાદાન એટલે…

Read More