Author: dhrumit

(G.N.S) Dt. 28 ગાંધીનગર, ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ ૧૮.૮૦ લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું,…

Read More

ઉત્તરાખંડમાં અઢી વર્ષની તૈયારીઓ બાદ ઈતિહાસ સર્જાયો  (જી.એન.એસ) તા. 27 દેહરાદુન, યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સેવક સદન ખાતે UCC ના પોર્ટલ અને મેન્યુઅલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું સાથે જ તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ માટે નિષ્ણાત સમિતિની રચના 27 મે 2022ના રોજ કરવામાં આવી હતી. સમિતિએ 2 ફેબ્રુઆરી 2024ના રોજ સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ પછી, 8 માર્ચ, 2024 ના રોજ વિધાનસભામાં બિલ પસાર કરવામાં આવ્યું હતું. વિધાનસભામાં પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ…

Read More

(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રીએ A.I. અને IOT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્સ MSMEને એનાયત કર્યા -:મુખ્યમંત્રીશ્રી:- * વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફ્યુચરિસ્ટિક વિઝનથી નિર્માણ થયેલા દેશના પ્રથમ ફાઇનાન્સિયલ ટેકસિટી ‘ગિફ્ટ સિટી’માં સતત નવા ઇનોવેશન ઉમેરી રહ્યા છીએ * ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં મોટું કદમ ભર્યું છે * “યહી સમય હૈ સહી સમય હે” ના વડાપ્રધાનશ્રીના મંત્રને વિશ્વ સાથે સ્પર્ધામાં અગ્રેસર રહીને દેશની યુવાશક્તિ સાકાર કરે છે * રાજ્યમાં A.I. દ્વારા ગુડ ગવર્નન્સ માટે ગુજરાત A.I. ટાસ્ક ફોર્સની સરકારે રચના કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં…

Read More

આપણે વૈદિક પરંપરાઓના લોકો છીએ. આપણો દેશ વિશ્વ કલ્યાણ માટે હંમેશા અગ્રેસર રહ્યો છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, ધરતી માતા, પાણી, ગૌ માતા તથા લોકોના સ્વાસ્થ્યને બચાવે છે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જણાવ્યું હતું કે, જે દેશનું આપણે અન્ન ખાઈએ છીએ, જે દેશની હવા લઈએ છીએ, પાણી પીએ છે, તેના પ્રત્યે આપણે સાચી દિશામાં કર્તવ્ય નિભાવીએ તે જરૂરી છે. આપણી ઋષિમુનિઓના સંતાનો છીએ. આપણે વૈદિક પરંપરાઓના લોકો છીએ. આપણો દેશ વિશ્વ કલ્યાણ માટે હંમેશા અગ્રેસર રહ્યો છે. આપણે હંમેશા વિશ્વ કલ્યાણનો ભાવ રાખ્યો છે, આપણો દેશ અન્યોના જીવનમાં સુખ…

Read More

ગુજરાતના વધુને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસો મૂકવા અંગે નિર્ણય લેવાશે : મંત્રી શ્રી હર્ષ સંઘવી (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, ગુજરાતના શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે પ્રયાગરાજ યાત્રા સરળ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગ રાજ જતી પ્રથમ બસ ને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર…

Read More

(G.N.S) dt. 25 તાપી. કચરો એકત્ર કરી રિસાયકલ કરવા માટે એજન્સીઓને કચરો વેચી તમામ ગ્રામ પંચાયતો આવક મેળવશે તાપી જિલ્લામાં રાજ્યસ્તરીય પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી થવાની છે, તેના અનુસંધાને તા.૨૫ના રોજ પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪૯ જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સર્કીટ હાઉસ પાસેના મેદાનમાં યોજાયેલા “એટ હોમ” નામના રાજદ્વારી કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ખ્યાતી પટેલ સહિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી ઇ-રિક્ષાને પ્રસ્થાન કરાવાયું હતું. તાપી જિલ્લાના પ્રજાજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા આ…

Read More

(G.N.S) dt. 25 તાપી, ૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એટ હૉમ’ કાર્યક્રમ અંતર્ગત વ્યારા જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘એટ હૉમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ વ્યારા સહિત રાજ્યના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતે રોડ નેટવર્ક, આરોગ્ય સુવિધાઓમાં વધારો અને શિક્ષણનું નવીનીકરણ, આધુનિક ટેકનોલોજી, ઔદ્યોગિક ક્રાંતિ અને રોજગારી વર્ધનમાં નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. એટલું જ નહીં, આજે સમગ્ર…

Read More

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રથમ વખત પ્રજાસત્તાક દિનની પરેડમાં સરકારી શાળાની ત્રણ ટીમો પ્રદર્શન કરવા માટે તૈયાર છે. ઝારખંડનાં પ્રધાનમંત્રી શ્રી કેજીબીવી પટમડાની ટીમને પ્રેસિડેન્શિયલ ડેઇઝની સામે રોસ્ટ્રમમાં પરફોર્મ કરવાનું સન્માન પ્રાપ્ત થશે, જેનો સમન્વય આર્મી બેન્ડ સાથે થશે. આ દરમિયાન સિક્કિમની ગંગટોક સ્થિત સરકારી સીનિયર સેક સ્કૂલ વેસ્ટ પોઈન્ટ અને પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 બેલાગવી કેન્ટોનમેન્ટ, કર્ણાટકની ટીમો વિજય ચોકમાં પોતાનું પ્રદર્શન પ્રદર્શિત કરશે. આ સ્કૂલ બેન્ડ્સ 24-25 જાન્યુઆરી 2025 ના રોજ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાનારી નેશનલ સ્કૂલ બેન્ડ કોમ્પિટિશન 6.0 ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેનારી 16 ટીમોમાં સામેલ છે. ઝારખંડનાં પૂર્વ સિંહભૂમમાં પ્રધાનમંત્રી શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)ની પાઇપ બેન્ડ ગર્લ્સ ટીમ દ્રઢ નિશ્ચય…

Read More

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વીર ગાથા 4.0ના સુપર-100 વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ 100 વિજેતાઓમાં 66 છોકરીઓ દેશના વિવિધ ભાગોની છે. આ સન્માન સમારંભ દરમિયાન દરેક વિજેતાને 10 હજાર રૂપિયાનું રોકડ ઇનામ, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સુપર-100 અંદાજે 10,000 વિશેષ અતિથિઓમાં સામેલ છે, જેઓ 26 જાન્યુઆરી, 2025ના રોજ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડના સાક્ષી બનશે. પોતાનાં સંબોધનમાં રક્ષામંત્રીએ વિજેતાઓને અભિનંદન આપ્યાં હતાં અને વીર ગાથાનાં દેશનાં બહાદૂરોનાં ગૌરવશાળી ઇતિહાસ સાથે યુવાનોને જોડવાનાં ઉદ્દેશને સાકાર કરવા સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયનાં સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે પ્રોજેક્ટની આ ચોથી એડિશનમાં 1.76 કરોડથી વધારે વિદ્યાર્થીઓની અખિલ ભારતીય ભાગીદારીનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે, આ…

Read More

(G.N.S) dt. 25 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સૌ સભ્યોને મતદાન કરવાના, મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. રાજભવન પરિસરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓને લોકતંત્રમાં પૂર્ણ આસ્થાપૂર્વક મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. સૌએ દેશની લોકતાંત્રિક પરંપરા જાળવીને, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાને અક્ષુણ્ણ-અખંડ રાખીને, નિર્ભય થઈને, ધર્મ – વર્ગ – જાતિ – સમુદાય – ભાષા કે અન્ય કોઈ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના, બધી જ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

Read More